ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ભારત / ભગવાન મહાવીર કેમ બની ગયા દિગંબર? હેરતઅંગેજ થઈ જવાય તેવું કારણ, જાણો 6 અદ્દભુત પ્રસંગો

મહાવીર જયંતિ / ભગવાન મહાવીર કેમ બની ગયા દિગંબર? હેરતઅંગેજ થઈ જવાય તેવું કારણ, જાણો 6 અદ્દભુત પ્રસંગો

Published By: Hiralal

Last Updated: 07:30 AM, 10 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભગવાન મહાવીરની 2623મી જન્મજયંતિ છે. આ પ્રસંગે ભગવાન મહાવીરના જીવનના અદ્દભુત કિસ્સાંઓની છણાવટ કરવામાં આવી છે.

ADVERTISEMENT

આજથી 2623 વર્ષ (એટલે કે ઈ.સુ. પૂર્વ 599માં) બિહારમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. બિહારના વૈશાલીમાં સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલાના ઘેર વર્ધમાન તરીકે મહાવીરનો જન્મ થયો હતો. તેમના પિતા રાજા હતા, આમ મહાવીર રાજાના દીકરા હતા. ભગવાન મહાવીર વિશે તો પાને પાને ભરાય તેટલું લખી શકાય છે પરંતુ આજે વાત કરવી છે મહાવીરના જીવનના કેટલાક અદ્દભત પ્રસંગોની જે જાણીને તમે ખરેખર ધન્યતાની લાગણી અનુભવશો. મહાવીર કદાચ પૃથ્વી પર અવતરેલા એકમાત્ર એવા વ્યક્તિ હશે કે

(1) કેમ કર્યો કપડાંનો ત્યાગ?

તપોબળને કારણે સિદ્ધ બન્યાં બાદ મહાવીરે કપડાંનો ત્યાગ કરી નાખ્યો છે તેની તો બધાને ખબર છે તેઓ નિવાર્ણ સુધી નગ્નાવસ્થામાં જ રહ્યાં હતા. નગ્નાવસ્થાને કારણે તેમને ગામ ગામ, જંગલ જંગલમાંથી ભગાડવામાં આવ્યાં હતા. આખરે નગ્ન માણસને કોણ ઊભો રહેવા દે? ભારતના આધ્યાત્મિક ગુરુ ઓશોએ મહાવીર વાણી નામના 56 ભાગના પુસ્તકમાં મહાવીરના જીવન પર અદ્દભુત પ્રકાશ ફેંક્યો છે. તેમણા જણાવ્યાનુસાર, જ્યારે કોઈ માણસ નાના બાળક જેવો બની જાય ત્યારે તેને માટે કપડાં પહેરવાં કે ન પહેરવાં સરખું બની જાય છે. એટલો બધો નિર્દોષ વ્યક્તિ જ કપડાનો ત્યાગ કરી શકે છે જેમ કે જન્મ સમયે બાળક પણ નગ્નાવસ્થામા જ અવતરે છે. મહાવીર ભગવાનની ચિત્તની વૃતિઓ એટલી બધી નિર્દોષ બની ગઈ કે તેમણે કપડાં નિરર્થક લાગ્યાં અને તેમણે ત્યાગ કરી દીધો.

(2) બોરડીએ ભરાતાં એકમાત્ર લંગોટનો પણ ત્યાગ કરી નાખ્યો

મહાવીર પહેરવા પૂરતું એકમાત્ર લંગોટ પહેરતાં, એક દિવસની વાત છે જંગલમાં ફરતાં ફરતાં તેમનું લંગોટ બોરડીના ઝાડ સાથે ભરાણું, ત્યારે તેઓ સ્વંય બોલ્યાં કે પ્રકૃતિ, આ સુષ્ટિ મારા આ લંગોટને પણ નથી ઈચ્છતી તો પછી હું શા માટે પહેરી રાખું, તેની ઈચ્છા મને નગ્ન રાખવાની જ છે, આમ કહીને મહાવીરે તે જ ઘડીએ લંગોટનો પણ ત્યાગ કરી નાખ્યો અને સંપૂર્ણ નગ્નાવસ્થામાં ઘુમતાં રહ્યાં.

(3) ઉપવાસની એવી આકરી શરતો રાખતા કે કોઈ ન કરી શકે

ભગવાન મહાવીરની બીજી વિશેષતા એ હતી કે તેઓ ખૂબ ઓછું ભોજન કરતાં અને ધ્યાનમાં વધારે મગ્ન રહેતા. સરેરાશ તેઓ 11 દિવસમાં એક વાર ભોજન કરતાં અને ભોજન માટે ભિક્ષા માગતા પરંતુ એવી શરતો રાખતા કે જે કોઈ પણ ન પૂરી શકે, જેમ કે ભિક્ષા માગવાં જતાં ત્યારે એવી આકરી શરત મૂકતાં જે ઘરની સામે કાળો બળદ ઊભો હોય અને દ્વાર પર આવી આવી નિશાનીઓ હોય ફક્ત તે જ ઘરેથી ભિક્ષા માગીશ, આવી અને બીજી અનેક શરતોને કારણે મહાવીરને અનેક દિવસો સુધી ભૂખ્યા રહેવું પડતું હતું જો તેમનો આ પ્રયાસ શરીરને ઓછું ભોજન દેવાનો હતો.

(4) 12 વર્ષ સુધી મૌન રહ્યાં

ભગવાન મહાવીરના જીવનનો એક અદ્દભુત પ્રસંગ 12 વર્ષ સુધી મૌન રહેવાનો છે, તેઓ એકધારા 12 વર્ષ સુધી મૌન રહ્યાં હતા, એક શબ્દ પણ બોલ્યાં નહોતા, આમ છતાં પણ તેમણે જે કંઈ પણ કહેવું હતું તે કહી નાખ્યું હતું. મૌનમાં રહીને પણ તેમણે જ કહેવાનું હતું તે કહી નાખ્યું હતું. આધ્યાત્મિક જગતમાં આ પૃથ્વી પર કદાચ તેમના જેટલું મૌન કદાચ બીજા કોઈએ નહીં રાખ્યું હોય.

(5) દેવતાઓએ ફૂલ વર્ષા કરી હોવાનો પ્રસંગ

મહાવીર ભગવાનને જ્યારે જ્ઞાન થયું ત્યારે આકાશમાંથી દેવતાઓ ફૂલવર્ષા કરી હોવાનું પણ જૈન ધર્મશાસ્ત્રોમાં કહેવાયું છે. આ એટલા માટે થયું હતું કે મહાવીરે કામ, ક્રોધ, લોભ, મોહને વશમાં કરી લીધા હતા અને દેવતાઓથી પણ ઉપર ઉઠી ગયાં હતા એટલે ખુદ દેવતાઓએ પણ તેમના ચરણસ્પર્શ કર્યાં હતા.

વધુ વાંચો : 'મા પાસે મરશિયા ગવડાવ્યાં', ભીલ કન્યા સાથે લગ્ન પછી સોમનાથની રક્ષા કાજે આપી પ્રાણની આહૂતિ, વીર હમીરજી ગોહિલની ભવ્ય શૌર્યગાથા

(6) પુનઃજન્મ વિશે અદ્દ્ભુત જાણકારી

મહાવીર ભગવાન સિદ્ધાત્મા હતા, તેમણે જે ઊંચાઈ હાંસલ કરી હતી તે ઊંચાઈએ ગણ્યાં ગાંઠ્યાં લોકો જ આવી શકે છે. તેમના વચનનો સાર એટલો હતો કે માનવીનો આ પહેલો જન્મ નથી, તે અનેક વાર જન્મ્યો છો અને જ્યાં સુધી વાસનાથી ઉપર નહીં ઉઠી જાય ત્યાં સુધી તે નવી નવી યોનીમાં ભટકતો રહેશે, મહાવીર ભગવાન પાસે જે કોઈ પણ દિક્ષિત થવા આવતું ત્યારે ભગવાન મહાવીર તેને કાયાકલ્પનો પ્રયોગ કરાવતાં, કાયાકલ્પ એટલે ઊંડા મેડિટેશન દ્વારા પોતાના પાછળના જન્મને યાદ કરવો, આ રીતે પાછલો જન્મ યાદ કરવાથી માનવીના હાલનો જીવનનો મોહ તૂટે છે અને તે મોક્ષમાં ઉતરે છે. મહાવીર ભગવાને અનેક ભિક્ષુઓને તેમનો પુનઃજન્મ યાદ કરાવ્યો હતો. એક પ્રસંગ તો એવો છે કે એક વાર જંગલમાં એક નાનકડા છોડને જોઈને મહાવીર હસ્યાં હતા ત્યારે બાજુમાં ચાલતાં શિષ્યને નવાઈ લાગી કે પ્રસંગે આવે મહાવીરને આ વાતને દેવડાવી ત્યારે મહાવીરે છોડવા સામે જોઈને હસ્યાંનો ખુલાસો કરતાં એવું બોલ્યાં કે તેમના મૂળ સામે જોતાં મને તેનો પાછલો જન્મ યાદ આવ્યો તે પાછલા જન્મમાં એક રાજા હતો અને આજે જંગલમાં એકલો અટૂલો છે. પુન:જન્મ ઘણાને કદાચ કપોળ કલ્પિત લાગતો હશે પરંતુ તે સત્ય છે, મહાવીર જેવી ઊંચાઈએ પહોંચેલા વ્યક્તિ જ્યારે પુનઃજન્મનું કહેતાં હોય ત્યારે ન માનવાને કોઈ કારણ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mahavir jayanti news 2025 mahavir jayanti mahavir jayanti 2025

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ