બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Mahaveer Sindhav of Surendranagar's connection with Bisnoy gang, police action under Gujcitok

તપાસ તેજ / સુરેન્દ્રનગર: માફિયા મહાવીર સિંધવનું બિસ્નોઇ ગેંગ સાથે કનેક્શન ખૂલતાં હડકંપ, ગુજસીટોકનો ગુનો પણ દાખલ, ખુલાસા ચોંકાનવારા

Vishal Khamar

Last Updated: 09:24 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરનાં ગેંગ માફિયા સામે બોટાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં સુરેન્દ્રનગરનાં મહાવીર સિંધવનું બિશ્નોય ગેંગ સાથે કનેક્શન સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે ગુજસીટોકનો ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
  • ગેંગના વધુ એક સભ્યની ધરપકડ કરાઈ
  • કુલ 30 ગુનામાં સંડોવાયેલો છે આરોપી

સુરેન્દ્રનગરમાં ગેંગ માફિયા સામે બોટાદ પોલીસે કાર્યવાહી કરી છે. સુરેન્દ્રનગરમાં મહાવીર સિંધવનું બિશ્નોય ગેંગ સાથે કનેક્શન સામે આવ્યું છે. જે બાદ બોટાદ પોલીસ એક્શન મોડમાં આવી મહાવીર સિંધવ સામે ગુનો નોંધી તેની સામે પગલા ભર્યા છે. તેમજ ડ્રગ્સ કેસમાં સુરેન્દ્રનગર પોલીસે ફરી તપાસ કરી છે.  તેમજ ગુજસીટોકનો ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છે. 

હત્યા, ખંડણી સહિત કુલ 30 ગુનામાં સંડોવાયેલો છે આરોપી
બોટાદમાં મહાવીર સિંધવ ગેંગ સામે ગુજસીટોક હેઠળ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગેંગનાં વધુ એક સભ્યની ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરાઈ છે. સુરેન્દ્રનગર, બોટાદ સહિત શહેરોમાં ગુનાહિત પ્રવૃતિમાં આરોપી સંડોવાયેલ છે. મહાવીર સિંધવ સામે હત્યા, ખંડણી સહિત કુલ 30 ગુનામાં આરોપી સંડોવાયેલો છે.  ગેંગનો સભ્ય મયુરસિંહ ડોડીયાની પોલીસે ધરપકડ કરી છે. અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. સુરેન્દ્રનગર પોલીસની કાર્યવાહી સામે હાલ અનેક સવાલો ઉભા થયા છે.

 

તમામ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યોઃ પોલીસ

આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે,  તપાસ દરમ્યાન જાણવા મળેલ કે મહાવીર સિંધવ તેમજ તેમની સાથેનાં અન્ય આરોપીઓ ભરત કમેજીયા, જાવેદ ઉર્ફે ટકો જાંગડ, મયુર ડોડિયા અને રોશન શર્મા આ તમામ એક ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડીકેટ બનાવી  બોટાદ તથા સુરેન્દ્રનગર જીલ્લામાં ખૂનની કોશિષ, ખંડણી, આર્મ્સ એક્ટ તેમજ અન્ય ગુનાઓ મળી કુલ 30 ગુનાઓ નોંધાયેલા છે. જેથી આ તમામ વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.  હાલ ત્રણ આરોપીઓ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. જ્યારે એક આરોપી મયુરસિંહ ડોડિયાની બોટાદ જીલ્લા પોલીસની ટીમે ધરપકડ કરી છે.  રોશન શર્મા જે યુપી રહે છે તેને પકડવા માટે બોટાદ જીલ્લા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.  


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ