બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / maharashtra mlc election results 2021 bjp wins nagpur akola

રાજકારણ / મહારાષ્ટ્રમાં ગઠબંધનનાં 3 પર ભારે પડ્યો ભાજપનો 1, MLC ચૂંટણીમાં સૂપડા સાફ કરી નાંખ્યા

Dharmishtha

Last Updated: 11:19 AM, 15 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MLCમાં સત્તાધારી એમવીએને ઝટકો લાગ્યો છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભાજપને 6માંથી 4 સીટો પર વિજય મળ્યો છે.

  • MLCમાં ભાજપને 6માંથી 4 સીટો પર વિજય મળ્યો
  • ચંદ્રશેખર બાવનકુલેને 362 ત્યારે દેશમુખને 186 વોટ મળ્યા
  • ત્રણ પાર્ટીઓના સાથે આવવાથી જીત નથી મળતી -ફડણવીશ 

MLCમાં ભાજપને 6માંથી 4 સીટો પર વિજય મળ્યો

મહારાષ્ટ્રના વિધાન પરિષદ ચૂંટણી (MLC)માં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધન (એમવીએ)ને ઝટકો લાગ્યો છે. નાગપુર અને અકોલા સીટ પર ભાજપને જીત મળી છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં ભાજપને 6માંથી 4 સીટો પર વિજય મળ્યો છે.  નાગપુરમાં ભાજપ તરફથી ઉમેદવાર ચંદ્રશેખર બાવનકુલેની જીત થઈ. તેમણે નિર્દલીય ઉમેદવાર મંગેશ સુધાકર દેશમુકને હરાવી દીધા, જેમાં કોંગ્રેસને સમર્થન મળ્યું હતુ.

ચંદ્રશેખર બાવનકુલેને 362 ત્યારે દેશમુખને 186 વોટ મળ્યા

નાગપુર MLC ચૂંટણીમાં ચંદ્રશેખર બાવનકુલેને 362 ત્યારે દેશમુખને 186 વોટ મળ્યા છે. ડો. રવિન્દ્રને ફક્ત એક વોટ મળ્યો. ત્યારે MLCની અકોલા સીટ પર ભાજપના ઉમેદવાર વસંત  ખંડેલવાલે ગોપી કિશન બજોરિયાને 109 વોટોથી હરાવી દીધા છે. શિવસેનાના કબ્જા વાળી આ સીટ પર ભાજપની જીત નોંધાયી છે.  બાવનકુલાની જીત એમવીએને મોટો ઝટકો છે. કેમ કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ પોતાના જાહેર ઉમેદવારને હટવીને એક નિર્દલીય પ્રત્યાશીને સમર્થન આપ્યું હતુ. 

બાવનકુલે પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીશના વિરોધી જૂથના મનાય

ઉલ્લેખનીય છે કે ચંદ્રશેખર બાવનકુલે રાજ્યના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીશના વિરોધી જૂથના મનાય છે. જેમની મહારાષ્ટ્ર વિધાનસભાની ટિકિટ કાપી નાંખવામાં આવી હતી. પરંતુ એબીસી ચહેરો મનાતા બાવનકુલે જે ફડણવીસ સરકારમાં ઉર્જા મંત્રી પણ રહ્યા હતા. તેમના રાજનીતિક પુનવર્સન ભાજપે કરાવી દીધું છે.


ત્રણ પાર્ટીઓના સાથે આવવાથી જીત નથી મળતી -ફડણવીશ 

MLCના પરિણામ બાદ દેવેન્દ્ર ફડણવીશે કહ્યું કે 6માંથી 4 સીટો પર ભાજપે જીત નોંધાવી છે. ત્રણ પાર્ટીઓ એક સાથે આવ્યા બાદ જીત મળે છે એવો ભ્રમ પણ હવે તુટી ગયો છે. આ જીત ભવિષ્યમાં થનારી જીતની શરુઆત છે.  તેમણે કહ્યું કે ત્રણ પાર્ટીઓ સાથમાં આવે છે તો વિજય થાય છે આ પોલિટિકલ અર્થમેટિક નથી કહેતુ. રાજનીતિકમાં પોલિટિકલ અર્થમેટિક નથી ચલાતુ. કેમેસ્ટ્રી ચલે છે, કેમેસ્ટ્રી અમારી સાથે હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ELECTION RESULTS 2021 Maharashtra mlc election ચૂંટણી ભાજપ મહારાષ્ટ્ર Big News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ