બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 'Mahamanthan' to be held at Congress camp in Dwarka, promises to be made after Congress forms government in 2022: Congress state president

રણભેરી / દ્વારકામાં કોંગ્રેસની શિબિરમાં થશે 'મહામંથન', 2022માં કોંગ્રેસની સરકાર બન્યા બાદ વચનોની કરીશું જાહેરાત: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ

Mehul

Last Updated: 10:21 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત કોંગ્રેસની 25 ફેબ્રુ.થી દ્વારકામાં કોંગ્રેસની ચિંતન શિબિર.રાહુલ ગાંધી આવશે. ગુજરાતનામુદ્દાઓ અને વ્યૂહરચના અંગે ચર્ચા થશે. મહિલા અત્યાચાર,ભ્રષ્ટાચારના મુદ્દાઓનો સમાવેશ

  • દ્વારકામાં કોંગ્રેસની 25 ફેબ્રુ.થી શિબિર 
  • ચિતન શિબિરમાં 14 મુદ્દાઓની ચર્ચા 
  • પાંચમી માર્ચ બાદ નક્કી થશે ભૂમિકા -ઠાકોર 


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે હવે કમર કસી છે એક તરફ  નેતાઓ  કોંગ્રેસ છોડી રહયા છે ત્યારે બીજી તરફ  પ્રદેશ  કોંગ્રેસે હવે  ડેમેજ કંટ્રોલની સાથે સંગઠનને  મજબુત બનાવવા પ્રયાસો શરુ કર્યા છે. આગામી તા. 25 ફેબ્રુઆરીથી ત્રણ દિવસ સુધી દ્વારકા ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવી રહયા હોવાથી કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહયો છે. 

ગુજરાત કોંગ્રેસના 400 થી વધુ નેતા, હોદ્દેદારો પણ હાજર રહેશે. ચિંતન શિબિર અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે કુલ 500 ડેલીગેટ સાથે કોંગ્રેસની શિબિર યોજાશે. રાહુલ ગાંધી પણ શિબિરમાં જોડાશે. રાહુલ ગાંધી 25 ફેબ્રુઆરી સવારે 8 વાગે દ્વારકાધીશના દર્શન કરશે. 10 વાગ્યાથી કોંગ્રેસની શિબિ શરૂ થશે . 1885થી અત્યાર સુધી ભારત નિર્માણમાં કોંગ્રેસની ભૂમિકા અંગે પ્રથમ સેશન છે. કુલ 14 વિષય પર ચિંતન શિબિરમાં ચર્ચા થશે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આક્રમકતા અંગે ચર્ચા થશે. ગુજરાતના તમામ મુદ્દાઓ અને વ્યૂહરચના અંગે ચર્ચા થશે. મહિલા અત્યાચાર, ભ્રષ્ટાચાર મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે. તેમજ શિક્ષણ, બેરોજગારી મુદ્દાઓ પર ચર્ચા, વ્યૂહરચના ઘડાશે. આ અંગે 27 ફેબ્રુઆરીએ દ્વારકા ડિકલેરેશન કરવામાં આવશે. તેમજ 5 માર્ચ થી 2022 સુધી કોની શું ભૂમિકા હશે એ નક્કી કરીશું. અને 2022 માં સરકાર બન્યા બાદ વચનોની ઘોષણા કરવામાં આવશે.


કોંગ્રેસમાં તુમુલ યુદ્ધ 

અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષનાં  નેતા તરીકે ટર્મ પૂરી કરનારા દિનેશ શર્માએ બગાવતી તેવર દર્શાવતા કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. પ્રદેશ કોન્ગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ ભાજપામાં જતા હવે નગર કક્ષાએ કોંગ્રેસમાં વિરોધી બ્યુગલ ફૂંકાવા લાગ્યા છે. દિનેશ શર્મા એ કોંગ્રેસ છોડતા ધારાસભ્ય હિંમતસિંહ પટેલ પર આરોપ લગાવ્યા હતા. દિનેશ શર્માના આરોપો બાદ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ દિનેશ શર્માને ઓળખ આપી લાયક બનાવ્યા છે. પાર્ટીમાં અવગણના હોય તો આંતરિક ચર્ચા કરવી જોઈએ. આજે તેમના નિવેદન અપરિપક્વ અને સંસ્કારહીન છે. હિંમત સિંહે કહ્યું કે, મર્યાદિત સીટોમાં લોકો મનમાની કરે એ ન ચલાવી લેવાય. હોદ્દા, ટિકિટોમાં ક્યારેક ને ક્યારેક બ્રેક લાગતી હોય છે. અનેક દાવેદારો વચ્ચે પદ તો કોઈ એકને જ મળે છે. પદ ન આપે એટલે પાર્ટી વિશે એલફેલ બોલવું અયોગ્ય છે. એવું તો શું થઈ ગયું કે તમે તાત્કાલિક બદલાઈ ગયા. 

તો દિનેશ શર્મા ના રાજીનામાં બાદ કોંગ્રેસ નેતાઓ આક્રમક પ્રતિક્રિયા આપી રહ્યા છે. હિંમતસિંહ પટેલ બાદ ઇન્દ્રવિજયસિંહ ગોહિલનું દિનેશ શર્મા પર નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દિનેશ શર્માને કોંગ્રેસે 5 વાર મનપામાં ટીકીટ અને કમિટીમાં સ્થાન આપ્યું છે. અમદાવાદ કોંગ્રેસમાં હું ઈચ્છું એટલું જ થાય એ માનસિકતા ખોટી છે. મનમાની કરનાર નેતાઓને કોંગ્રેસ   તાબે નહીં થાય. આમ જુઓ તો રાહુલ ગાંધી તાલુકા કક્ષાના નેતાઓને પણ  દ્વારકામાં મળવાના જ છે. દિનેશ શર્મા ઈચ્છે તો દ્વારકામાં રાહુલ ગાંધી સાથે વાત કરી શક્યા હોત.પરંતુ તેઓ  પહેલા થી જ નક્કી કરી ચુક્યા હતા એટલે આવી નિવેદનબાજી કરે છે. રાહુલ ગાંધી, રઘુ શર્મા વિશે આવા નિવેદનો ક્યારેય ચલાવી ના લેવાય અને કોંગ્રેસ આવા નેતાઓના દબાવમાં નહીં આવે.  અત્યાર સુધી તેઓ દબાણ ની રાજનીતિ કરી શકતા હતા પરંતુ હવે લડવાની માનસિકતા ના ધરાવનાર સામે કોંગ્રેસ ઝુકશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ