બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Lumpy virus epidemic in Gujarat

રોગચાળો / ગુજરાતમાં લમ્પી વાયરસને મહામારી ઘોષિત કરો, રસીકરણમાં ભ્રષ્ટાચારને રોકો: પાલ આંબલીયા

Vishnu

Last Updated: 04:18 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છ અને જામનગર જિલ્લામાં પુરતા વેક્સિનેશનનો જથ્થો મોકલવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી

  • પશુઓમાં ફેલાયો લમ્પી વાયરસ
  • વાયરસને લઇ તંત્ર એલર્ટ 
  • મુખ્યમંત્રીએ આપી સૂચના

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર દિવસેને દિવસે વકરી રહ્યો છે. રાજકોટમાં વધુ 80 પશુઓ લમ્પી વાયરસના ભરડામાં સપડાયા હોવાનું સામે આવ્યું છે. વાયરસ વકરતા પશુપાલન વિભાગે તાત્કાલિક બેઠક બોલાવી અને બેંગ્લોરથી રસીના ડોઝ મંગાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી લમ્પી વાયરસથી 12 પશુઓનું મૃત્યુ થઇ ચૂક્યા .સૌરાષ્ટ્રમાં લંપી વાયરસને પગલે રસીકરણ અભિયાન તેજ બન્યું છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલની સૂચનાને પગલે તંત્ર દોડતું થયું છે. જામનગરના વિવિધ વિસ્તારમાં રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે. 

લમ્પી વાયરસને મહામારી જાહેર કરો, રસીકરણમાં થઈ રહેલા ભ્રષ્ટાચારની તપાસ કરો:  પાલ આંબલીયા
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેનગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી પશુઓમાં થઇ રહેલા લમ્પી વાયરસને મહામારી જાહેર કરવાની માંગ કરી છે. તેમજ લમ્પીમાં મૃત્યુ પામેલા પશુધન બદલ વળતર આપવાની પણ રજૂઆત કરી છે. હાલમાં તમામ જિલ્લામાં રસીકરણમોટા પાયે ચાલી રહ્યું છે ત્યારે પાલ આંબલીયાએ રસીકરણના કામમાં ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આરોપ મૂક્યો છે. અને કહ્યું છે કે રસીકરણના નામે ખોટા બિલ ઉઘરવવામાં આવી રહ્યા છે.સમગ્ર મામલે તપાસ કરવાની માંગ પણ કરાઈ છે સાથે જ સૂચન પણ કર્યું હતું કે કચ્છ જિલ્લામાં 25 લાખ પશુધન સામે માત્ર કુલ 14 જ પશુ ચિકિત્સક છે. તાત્કાલિક પશુ ચિકિત્સકની ભરતી કરવાની પણ માંગ કરી હતી. અને રાજ્યમાં તમામ ઘાસચારા ગોદામો ખુલ્લા મુકવાની અપીલ પણ કરવામાં આવી છે કારણ કે ગોડાઉન ઘાસચારો સડતો હોવાનો આરોપ છે.

લમ્પી વાયરસને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચનાઓ આપી
કચ્છ અને જામનગર જિલ્લામાં લમ્પી વાયરસ વકરતા  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટા આદેશ આપ્યા છે. રોગચાળા સામે રક્ષણાત્મક ઉપાયો હાથ ધરવા અને તાત્કાલિક આ 2 જિલ્લામાં વેક્સિનનો જથ્થો મોકલવા નિર્દેશ કર્યો છે. પશુ આરોગ્ય રક્ષા માટે પશુપાલન નિયામકને યોગ્ય પગલા લેવા પણ સૂચન કરવામાં આવ્યું છે સાથે જ દવાના જથ્થા સામે વધારાની મેડીકલ ટીમ તાત્કાલિક મોકલવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું 
બે દિવસ અગાઉ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જણાવતાં કહ્યું હતું કે, આ રોગ નાથવા રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. હાલમાં રાજ્યમાં રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩ લાખથી વધુ પશુઓનું રસીકરણ કરાયું હોવાનું જણાવ્યુ હતું. 

11 જિલ્લામાં લમ્પી વાયરસનો પ્રકોપ
હાલમાં રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 11 જિલ્લાઓમાં આ રોગના લક્ષણો જોવા મળ્યાં છે, જેમાં દેવભુમિ- દ્વારકા, જામનગર, કચ્છ, રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર, જુનાગઢ, મોરબી, ભાવનગર, અમરેલી અને સુરત જિલ્લાના પશુઓમાં આ રોગ જોવા મળ્યો છે.
 
લમ્પી વાયરસને અટકાવવા શુ કરવું ? 
પશુપાલકોને તકેદારી સાથે સતર્ક રહેવા અંગે અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય. 

શું છે લમ્પી વાયરસના લક્ષણો?
અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ