બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / બિઝનેસ / lpg cylinder refilling loan to ujjwala scheme beneficiaries

સુવિધા / વાહ રે... હવે LPG ગેસનો સિલિન્ડર ભરાવવા માટે મોદી સરકાર આટલાં રૂપિયાની લોન આપશે

Noor

Last Updated: 05:07 PM, 9 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલપીજી સિલેન્ડરોની વધતી કિંમતોથી રાહત આપવા માટે સરકાર હવે ગ્રાહકોને લોન આપવા અંગે વિચારી રહી છે. આ પોલિસી હેઠળ ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને માત્ર 50થી 100 રૂપિયામાં જ સિલિન્ડર ભરાવવાની સુવિધા મળશે. બાકીની રકમ ઓઈલ કંપનીઓ સબ્સિડી આવ્યા પછી લેશે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ તરફથી ફરીવાર સિલિન્ડર લેવામાં રસ દેખાડવામાં નહોતો આવી રહ્યો, કારણ કે સિલિન્ડર ખરીદવા માટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. જેના કારણે લોકો સિલિન્ડર ખરીદી નહોતા રહ્યા. આ સ્થિતિ સામે લડવા માટે જ સરકારે આ યોજના બનાવી છે. જોકે, અત્યારે તે શરૂઆતી સ્તર પર જ છે.

  • LPG ગેસના ગ્રાહકો માટે સારાં સમાચાર
  • સરકાર ગ્રાહકોને આપી શકે છે મોટી સુવિધા
  • ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મળશે આ લાભ

હકીકતમાં સરકાર ઘરે-ઘરે સિલિન્ડર પહોંચાડવા માટે મોબાઈલ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સ્કીમ લાવી રહી છે. એક રિપોર્ટ મુજબ આ સ્કીમની સાથે ઉજ્જવલાના લાભાર્થીઓ માટે લોનની સુવિધા પણ શરૂ કરવામાં આવશે. હજી આ સ્કીમની સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ પેટ્રોલિયમ મંત્રાલય આની પર ગંભીરતાથી વિચારી રહી છે. તમને જણાવી દઈએ કે થોડાં દિવસ પહેલાં ભારતીય સ્ટેટ બેંક દ્વારા કરવામાં આવેલી રિસર્ચમાં જાણવા મળ્યું કે સિલિન્ડરોનો ભાવ વધી જવાને કારણે લગભગ 25 ટકા લાભાર્થીઓએ ફરી સિલિન્ડર લીધું જ નહીં. 

આ રિપોર્ટમાં સલાહ આપવામાં આવી હતી કે, ઉજ્જવલાના લાભાર્થીઓને સિલિન્ડરોના ઉપયોગ માટે વર્ષમાં 4 સિલિન્ડર મફત આપવામાં આવે. જોકે, સૂત્રોનું કહેવું છે કે, મફત સિલિન્ડરો કરતાં લોન સ્કીમ પેટ્રોલિયમ મંત્રાલયને વધુ અનુકૂળ લાગે છે. તેનાથી સરકાર પર આર્થિક ભાર નહીં વધે અને ગ્રાહકો પણ વધુ રકમ ચૂકવવાના દબાણથી મુક્ત થઈ શકશે. 

25 ટકા લાભાર્થીઓએ ફરી સિલિન્ડર લીધું નહીં

દિલ્હીના રેટની વાત કરીએ તો છેલ્લા 6 મહિનામાં સબ્સિડી વિનાના સિલિન્ડરોની કિંમત 284 રૂપિયાથી વધીને 859 રૂપિયા થઈ ગઈ છે. જે પહેલાં 575 રૂપિયા હતી. ડિસેમ્બર, 2018 સુધી ઉજ્જવલા સ્કીમથી જોડાયેલા 5.92 કરોડ લાભાર્થીઓના ડેટા મુજબ લગભગ 25 ટકા લાભાર્થીઓએ ફરી સિલિન્ડર લીધું નહીં. 18 ટકા લોકો એવા હતા જેમણે બીજીવાર સિલિન્ડર લીધું અને 11.7 ટકા લોકોએ ત્રીજીવાર પણ સિલિન્ડર ખરીદ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ