Low BP Symptoms: Low BP વાળા દર્દીઓને મોટાભાગે ચક્કર, બેચેની અને માથામાં દુખાવો થવાની ફરિયાદ રહે છે. પરંતુ ક્યારેય વિચાર્યું કે લો બીપી અને ચક્કર આવવા પાછળનું કારણ શું છે?
લો બીપીની અવગણના ન કરો
ચક્કર આવે તો તરત કરો આ ઉપાય
નહીં તો સ્વાસ્થ્યને થશે નુકસાન
લો BP વાળા દર્દીઓને મોટાભાગે ચક્કર, બેચેની અને માથામાં દુખાવાની ફરિયાદ રહે છે. પરંતુ ક્યારેય વિચાર્યું છે કે લો બીપી અને ચક્કર આવવાની વચ્ચે શું કનેક્શન છે? બ્લડ પ્રેશર લો થઈ જયા બાદ શરીરની ગતિવિધિઓ સ્લો થવા લાગે છે. સવાલ એ ઉઠે છે કે કેટલી વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. સૌથી પહેલા સવાલ ઉઠે છે કે બીપી લો કેમ થાય છે અને જ્યારે લો થાય છે તો ચક્કર કેમ આવે છે?
BP લો થવાથી ચક્કર કેમ આવે છે?
BP લોનો મતલબ છે કે તેની રીડિંગ હંમેશા બે સંખ્યામાં આવે છે. ઉપર સિસ્ટોલિક પ્રેશર જોવા મળે છે જે ધમનીઓમાં પ્રેશરનું માપ બતાવે છે. જેના કારણે હાર્ટ ધડકે છે અને તેમાં લોહી ભરાતુ જાય છે. નિચલી સંખ્યા ડાયસ્ટોલિક પ્રેશરને માપે છે. જ્યારે હાર્ટ બિટને આરામ મળે છે તો નસોનું દબાણ વધે છે. નોર્મલ બીપી 90/60 mmHg અને 120/80 mmHgની વચ્ચે હોય છે. કારણ કે જ્યારે ઓછુ હોય તો બીપી લો માનવામાં આવે છે.
બ્લડ પ્રેશર ઓછુ હોવા પર શરીરના બીજા બોડી પાર્ટ સુધી સારી રીતે ઓક્સીજન અને પોષક તત્વો નથી પહોંચી શકતા. લો બ્લડ પ્રેશરના કારણે શરીરને ઝટકો લાગી શકે છે. જેના કારણે મગજમાં યોગ્ય માત્રામાં લોહી નહીં પહોંચી શકે અને ચક્કર આવવા લાગે છે. જેને પોસ્ટુરલ હાઈપોટેન્શન કહેવામાં આવે છે.
બીપી લોમાં ચક્કર આવે તો શું કરશો?
મીઠા વાળુ પાણી પીવો
BP લોના દર્દીને જો વારંવાર ચક્કર આવે છે તો તેમને સૌથી પહેલા મીઠા વાળી પાણી પીવું. હકીકતે આમ કરવાથી સોડિયમ બ્રેઈનને એક્ટિવ રાખે છે અને બીપીને વધારે છે. સાથે જ લોહીને પંપ કરવાનું કામ પણ કરે છે જેથી શરીરમાં બ્લડ ફ્લો ઝડપી બને છે. બાદમાં તમે ખાંડ અને મીઠાનું પાણી પી શકો છો.
ગરમ દૂધ કે કોફી પીવો
બીપીને વધારવા માટે ગમ દૂધ કે કોફી પીવો. તેનાથી તરત BP વધે છે. દૂધના મલ્ટીન્યૂટ્રીએન્ટ્સ બીપી બેલેન્સ કરવાનું કામ કરે છે. કોફીમાં કેફીન વધારે હોય છે જે લો બીપીને તરત ઝડપથી વધારે છે. જો તમને લો બીપીના કારણે ચક્કર આવે છે તો આ બન્ને વસ્તુને ફોલો કરી શકો છો. આ બધા ઉપરાંત ખૂબ પાણી પીવો અને ભોજન કરો. કારણ કે શરીરમાં ભરપૂર પ્રમાણમાં પોષણ, એનર્જી રહેશે તો તમે આખો દિવસ હાઈડ્રેટ રહેશો.