બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / local body elections will be held in gujarat

નિર્ણય / સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને મોટા સમાચાર, આગામી 3 મહિના માટે રખાઇ મોકૂફ

Kavan

Last Updated: 06:08 PM, 12 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની 8 બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે, ભાજપ અને કોંગ્રેસે મોટા ભાગના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તો  સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પણ પડઘમ વાગી રહ્યા છે ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની લઇને મોટા સમાચાર આવ્યા હતા.

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર
  • આગામી 3 માસ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણી મૌકૂફ
  • 6 મનપા, 55 નગરપાલિકા પર યોજાવાની હતી ચૂંટણી

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મોટા સમાચાર આવ્યા છે. આ ચૂંટણી આગામી 3 મહિના માટે મૌકૂફ રખાઇ છે. જો કે, થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાની શક્યતા નહીંવત છે એવી વાતો થોડા સમયથી ફરતી થઇ હતી. 

3 મહિના માટે પાછી ઠેલાઇ

ઉલ્લેખનીય છે કે, કોરોનાને કારણે ચૂંટણી યોજવવાની શક્યતાઓ નહીંવત હતી. પરંતુ ગમે ત્યારે ચૂંટણી યોજવી પડે તો પણ ચૂંટણી પંચ તૈયાર છે. ત્યારે હવે સત્તાવાર રીતે ચૂંટણી 3 મહિના માટે પાછી ઠેલાઇ હોવાની જાહેરાત કરવામાં આવી છે. 

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં થઇ રહી છે પૂર્ણ

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિત મહાનગર પાલિકાઓની 231 , તાલુકા પંચાયતો ,31 જિલ્લા પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત નવેમ્બર માસમાં પૂર્ણ થનાર છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને બેથી ત્રણ મહિના ચૂંટણી પાછળ લઈ જવા માટે વિચારણા કરાઈ રહી હતી અને અંતે આ નિર્ણય લેવાયો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

gujarat local body Election 2020 local body election ભાજપ local body elections
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ