બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Little children became leaders! Muwada village school students fought elections, there was a huge turnout

બાળ સંસદ / નાનકડા ભૂલકાઓ બન્યા નેતા! મુવાડા ગામની શાળામાં વિદ્યાર્થીઓ લડ્યા ચૂંટણી, થયું ભારે મતદાન

Kishor

Last Updated: 10:34 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેગામ તાલુકાના નાનકડા એવા ગામમાં ગુજરાતની અનોખી બાળ સંસદ યોજાઈ હતી. જ્યાં મતદાન પણ થયું અને પરિણામ પણ જાહેર થયા હતા.

  • દહેગામમાં અનોખો પ્રયાસ
  • શાળામાં યોજાઈ બાળ સંસદ
  • ચૂંટણી યોજીને સોંપાયું પદ

તમે અત્યાર સુધી સંસદમાં નેતાઓને ચૂંટાઈને જતા જોયા હશે. આ નેતાઓને ચૂંટવા માટે મતદાન યોજવામાં આવે છે. દહેગામમાં જીવરાજના મુવાડા ગામની પ્રાથમિક શાળામાં એક બાળ સંસદ યોજવામાં આવી. જેમાં ચૂંટણી પણ યોજાઈ. એટલું જ નહીં વિદ્યાર્થીઓને લોકશાહી ઢબે થતી ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરવામાં આવ્યા હતા.

ચૂંટણીમાં જીતેલા વિદ્યાર્થીઓની શપથવિધિ યોજાઈ
જે રીતે ચૂંટણી પહેલા બધી પ્રક્રિયા હાથ ધરાય છે તે પ્રક્રીયા અહીં પણ થઈ. મતદાર યાદી જાહેર થઈ, ઉમેદવારી પત્ર ભરાયું, ઉમેદવારી પાછી ખેંચવી, ચૂંટણી પ્રચાર, મતદાન અને બાદમાં પરિણામ જાહેર કરવામાં આવ્યું. ચૂંટણીમાં જીતેલા વિદ્યાર્થીઓની શપથવિધિ પણ યોજવામાં આવી. મતદાન પ્રક્રિયા માટે પણ વિદ્યાર્થીઓમાંથી જ પ્રિસાઈડિંગ અધિકારી, મતદાન અધિકારી, પોલીંગ અધિકારી, પોલીસ જવાન સહિતનો સ્ટાફ ઉભો કરાયો. મતદાનની ગુપ્તતા અને ગંભીરતા જળવાય તેનું ધ્યાન રખાયું. અહીં મોબાઈલ EVMથી મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન બાદ મત ગણતરી કરીને વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

ચૂંટણીમાં ઉમેદવારી કરવા અને મતદાન કરવાની બાળકોને મળી તક
ઉમેદવારની હાજરીમાં મતગણતરી કરીને ચૂંટાયેલા ઉમેદવારમાંથી મહામંત્રી, પ્રાર્થના સમિતિ, સફાઈ સમિતિ, બગીચા સમિતિ અને બાલ સભા સમિતિનું સુકાન સોંપવામાં આવ્યું. શાળા કક્ષાએથી જ ચૂંટણીમાં ઉમેદવારી કરવા અને મતદાન કરવાની બાળકોને તક મળી હતી. જેથી ભવિષ્યમાં સમાજને સારા નાગરિક અને સારા નેતા મળે તે હેતુથી શાળા દ્વારા આ સુંદર આયોજન કરાયું હતું.

નાની ઉંમરે જ મતદાન કરવાની તક મળતાં વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શાળા દ્વારા વિદ્યાર્થીઓને મતદાન મુદ્દે વાકેફ કરવા આ આયોજન કરાયું હતું. હવે શાળાનું સંચાલન પણ બાળ સંસદ દ્વારા જ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ