બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Liquor king of Ahmedabad used a great mind to hide liquor: made basement in bedroom and secret kitchen in kitchen

મોડસ ઓપરેન્ડી / દારૂ છુપાવવા અમદાવાદના લિકર કિંગે વાપર્યું ગજબ માઈન્ડ: બનાવ્યું બેડરૂમમાં ભોયરું ને કિચનમાં ગુપ્ત ખાનું, SMC પણ ચોંકી ઉઠી

Malay

Last Updated: 04:04 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુરમાં 90ના દાયકાથી દારૂનો ધંધો કરતા હુસેન ઉસ્માન ઘાંચીના ઘરે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, રસોડામાં ગુપ્ત ખાનું અને બેડરૂમાં ભોયરું બનાવીને સંતાડ્યો હતો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો, પોલીસે દારૂના જથ્થા સાથે સગીર સહિત ત્રણને ઝડપી પાડ્યા.

 

  • લિકર કિંગની દારૂ છુપાવવાની ચોંકાવનારી ટ્રિકનો પર્દાફાશ 
  • SMCએ દરોડા પાડીને લાખોનો દારૂ ઝડપી પાડ્યો 
  • હુસેને પોતાના ઘરમાં બનાવ્યું હતું ગુપ્ત ભોયરું 
  • 90ના દાયકાથી દારૂનો ધંધો કરે છે હુસેન 

દારૂ છુપાવવા માટે બુટલેગર અલગ અલગ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરતા હોય છે. જોકે, દરેક વખતે પોલીસ બુટલેગરની મોડસ ઓપરેડીનો પર્દાફાશ કરી દેતી હોય છે. મોડી રાતે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ની ટીમ લિકર કિંગની દારૂ છુપાવવાની ચોંકાવનારી ટ્રિકનો પર્દાફાશ કરી દીધો છે. અંધેરી આલમના ડોન અબ્દુલ લતીફના સમયથી એકધારો દારૂનો ધંધો કરીને લિકર કિંગ બનનાર હુસેનના ઘરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડીને લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડતાં સ્થાનિક પોલીસની પોલ ખુલ્લી પડી છે. હુસેને પોતાના બેડરૂમમાં ભોયરું બનાવ્યું હતું અને રસોડામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું. જેમાં તે દારૂ છુપાવતો હતો. 

ટ્રકમાં ભૂંસાની બોરીમાં છુપાવેલો ૧૭ લાખનો ઈંગ્લિશ દારૂ ઝડપાયો | Truck  Liquor Police Arrest
ફાઈલ ફોટો

બાતમીના આધારે હુસેનના ઘરે પાડી હતી રેડ
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ગોમતીપુર વિસ્તારમાં નજીર હુસૈન ઉર્ફે હુસેન ઉસ્માન ઘાંચીએ પોતાના ઘરમાં દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. એસએમસીની ટીમે બાતમીના આધારે હુસેનના ઘરમાં રેડ કરી હતી. રેડ દરમિયાન ઘરમાં દારૂનો જથ્થો મળ્યો નહીં પરંતુ બાતમીદારની બાતમી પાક્કી હોવાના કારણે એસએમસીએ સર્ચ કરવાનું ચાલુ રાખ્યું હતું. દરમિયાનમાં એસએમસીની ટીમની નજર રસોડામાં રહેલા એક ટાઇલ્સ પર ગઇ હતી. ટાઇલ્સ ખોલીને જોતાં તેમાં ગુપ્ત ખાનું જોવામાં આવ્યું હતું. જેમાં દારૂની પેટી છુપાવેલી હતી. રસોડામાં બનાવેલા ગુપ્ત ખાનામાં 40થી વધુ દારૂની પેટી છુપાવી હતી. 

બેડરૂમના ભોયરામાં મળી આવી 60થી વધુ પેટી
વધુ દારૂનો જથ્થો હશે તેવા ઇરાદે એસએમસીએ સર્ચ ચાલુ રાખતાં એક પોલીસ કર્મચારીની નજીર હુસેનના બેડરૂમમાં બનાવેલા કબાટ પર ગઇ હતી. કબાટ શંકાસ્પદ લાગ્યું હતું. જે ખોલીને જોતાં તેમાં ગુપ્ત ભોયરું નીકળ્યું હતું. ભોયરાંમાં જતાંની સાથે જ 60થી વધુ દારૂની પેટી મળી આવી હતી. વર્ષોથી હુસેને પોતાના ઘરમાં ગુપ્ત ભોયરું બનાવ્યું હતું. જેનાથી ખુદ તેના ઘરે કામ કરતા કારીગરો અજાણ હતા. એસએમસીની ટીમે દારૂની 2758 બોટલ તેમજ 516 બિયરનાં ટીન જપ્ત કરીને કુલ 4.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ત્રણની ધરપકડ
એસએમસીએ વિનોદ રાણા, દિલીપ ડોડિયા તેમજ એક સગીરની ધરપકડ કરી છે. એસએમસીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં વિનોદ રાણા, દિલીપ ડોડિયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે નજીર હુસેન ઉર્ફે હુસેન ઘાંચી, તેની દીકરી યાસ્મિનબાનુ, પુત્ર ફૈઝલ ઘાંચી, યુનુસ ઘાંચી, તેમજ જિહાન અને ગણેશ રાણા વોન્ટેડ બતાવ્યા છે. હુસેન 90ના દાયકાથી દારૂનો ધંધો કરે છે. જોકે, થોડા સમય પહેલાં તેણે ધંધો બંધ કરી દીધો હતો. 

હુસેનની છત્રછાયામાં ઘણા બુટલેગર પેદા થયા 
હુસેનના અડ્ડા પર જે કર્મચારી કામ કરે તે પોતે બુટલેગર બની જાય છે. હુસેનના અડ્ડા પર ગુડ્ડુ નામનો યુવક કામ કરતો હતો. જેણે હુસેનની દીકરી સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન કરી લીધા બાદ ગુડ્ડુએ હુસેનની સામે જ દારૂનો ધંધો શરૂ કર્યો હતો. હુસેન અને ગુડ્ડુ વચ્ચે દારૂના ઝઘડાના મામલે અનેક વખત માથાકૂટ થઇ છે. આ સિવાય હુસેનના અડ્ડા પર હુસેન બટકો નામનો યુવક નોકરી કરતો હતો. જે હુસેન સાથે વીસ લાખ રૂપિયાનું ચીટિંગ કરીને અમદાવાદનો સૌથી મોટી દારૂનો હોલેસલર બની ગયો છે. 

પોલીસ વહીવટનું તમામ કામ હુસેનની દીકરી આપાના હવાલે 
વર્ષોથી હુસેન દારૂનો ધંધો કરે છે જ્યારે વર્ષ 2010થી 2013 સુધી તેનો ધંધો આસમાને હતો. સ્થાનિકોના સપોર્ટથી હુસેનનો દારૂનો ધંધો જોરશોરથી ચાલતો હતો. હુસેનના તમામ વહીવટનો ભાર તેની દીકરી યાસ્મિન ઉર્ફે આપા સંભાળે છે. યાસ્મિન ઉર્ફે આપા પોલીસના તમામ વહીવટનું કામ સંભાળે છે, જ્યારે હિસાબ પણ તે જ રાખી રહી છે. પોલીસ સ્ટેશનથી લઇને ઉચ્ચ અધિકારીઓ સુધી રૂપિયા આપવાની કામગીરી યાસ્મિન કરે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ