બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / link your aadhaar to gas connection to get lpg subsidy details here

LPG Subsidy / શું બંધ થઈ ગઈ છે તમારા LPGની સબ્સિડી તો તરત કરી લો આ 1 કામ, મળવા લાગશે ફાયદો

Bhushita

Last Updated: 11:09 AM, 13 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર કાર્ડની મદદથી LPG સબ્સિડી મેળવવા માટે આધાર કાર્ડને બેંક એકાઉન્ટની સાથે અને LPG કનેક્શનને આધારની સાથે લિંક કરાવવાનું જરૂરી રહેશે.

 • આ રીતે મળશે LPGની સબ્સિડી
 • આધાર સાથે લિંક કરાવી લો તમારું LPG કનેક્શન
 • જાણો ઓનલાઈન પ્રોસેસના સરળ સ્ટેપ્સ

રોજેરોજ LPGની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે અને સાથે જ LPG માટે અનેક નવી સ્કીમ પણ આવતી રહે છે. એવામાં સરકાર રસોઈ ગેસ પર સબ્સિડી આપે છે જે ખાતામાં મળે છે. તો જાણો તમે કઈ રીતે આ LPG સબ્સિડીનો લાભ આધાર કાર્ડની મદદથી લઈ શકો છો. 

શું તમને મળી રહી છે LPGની  સબ્સિડી?

તમારા ખાતામાં LPGની સબ્સિડી આવી છે કે નહીં તે એકવાર ચેક કરી લો, તમને LPG પર મળનારી સબ્સિડી નથી મળી તો તેનું એક કારણ હોઈ શકે છે કે તમે તમારો આધાર નંબર લિંક નથી કર્યો, રાજ્યોમાં LPGની સબ્સિડી અલગ અલગ નક્કી કરાઈ છે. જે લોકોની વાર્ષિક આવક 10 લાખ રૂપિયા કે તેનાથી વધારે છે તેમને સબ્સિડી મળતી નથી. 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પતિ અને પત્નીની કમાણીને મળીને ગણવામાં આવે છે. 

ઘરે બેઠા Aadhaar થી લિંક કરો LPG કનેક્શન
જો તમે તમારું આધાર એલપીજી સાથે લિંક કરવા ઈચ્છો છો તો તમે આ કામ ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો જેથી તમારી સબ્સિડી રોકાઈ ગઈ છે તો ફરી મળવા લાગશે. એવામાં અનેક રીતો છે જેનાથી તમે આધાર અને એલપીજી કનેક્શનને લિંક કરી શકો છો. જેમકે કોલ કરીને, IVRSની મદદથી અને એસએમએસની મદદથી પણ આ કામ કરી શકાય છે.  

LPG સબ્સિડી આવી રહી છે કે નહીં કરો ચેક 

 • સૌથી પહેલા ચેક કરો કે તમારી સબ્સિડી આવી રહી છે કે નહીં
 • હોમ પર દેખાતા LPG સિલિન્ડરના ફોટા પર ક્લિક કરો.
 • તમારી સામે એક Complaint Box ખુલશે તેમાં Subsidy Status લખીને Proceed ક્લિક કરો.
 • આ પછી Subsidy Related (PAHAL) ના બટન પર ક્લિક કરો.
 • સ્ક્રોલ કરવાથી Sub Category માં નવા ઓપ્શન ખુલશે. 
 • તેમાં ગ્રાહકને Subsidy Not Received પર ક્લિક કરવાનું રહેશે. 
 • ક્લિક કર્યા બાદ નવું પેજ ખુલશે અને તેની પર Subsidy Status Check કરવા માટ 2 ઓપ્શન દેખાશે.
 • પહેલું Registered Mobile Number અને અન્ય છે LPG ID
 • જો મોબાઈલ નંબર લિંક ન હોય તો ID નો એક ઓપ્શન દેખાશે.
 • તેની પર ગેસ કનેક્શનનું ID લખો અને વેરિફાઈ કર્યા બાદ Submit કરો. તમામ સબ્સિડી વિગત સામે આવી જશે. 

આધાર કાર્ડથી મેળવો LPG સબ્સિડી

આધાર કાર્ડની મદદથી LPGની સબ્સિડી મેળવવા માટે આધાર કાર્ડને બેંક એકાઉન્ટની સાથે લિંક કરવાનું રહે છે. ગ્રાહકે એલપીજી કનેક્શનને આધાર સાથે લિંક કરવાનું જરૂરી રહેશે.   
સૌથી પહેલાં ચેક કરો કે તમારો મોબાઈલ નંબર Indane ગેસ એજન્સીની સાથે રજિસ્ટર્ડ હોય. આ માટે તમારે તમારા મોબાઈલના મેસેજ બોક્સમાં જવાનું રહેશે અને પછી  IOC<ગેસ એજન્સીના ટેલિફોન નંબરનો STD કોડ> અને તેના કસ્ટમર કેસ નંબર પર મોકલવાનો રહે છે. તમારા ગેસ એજન્સીનો નંબર ખબર નથી તો તમે ઓફિશિયલ વેબસાઈટ   ‘https://cx.indianoil.in". પર જાઓ. અહીં તમે પહેલા મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરેલો છે તો તમે એજન્સીને મેસેજ કરીને આધારને લિંક કરાવી શકો છો.  
 
રીત 1
એક વાર તમે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ કરી લો તમે  UID <Aadhar number> લખીને ગેસ એજન્સીના નંબર પર ફરી મોકલો. આમ કરવાથી તમારા ગેસ કનેક્શનને આધાર સાથે લિંક કરી શકાશે. તેનું કન્ફર્મેશન પણ તમને આ નંબર પર મળશે. 

રીત 2
તમે મેસેજની મદદથી પણ તમે આ કામ કરી શકો છો, આ માટે તમે ઈન્ડેન ગેસ એજન્સીના નંબર 1800 2333 5555 પર તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી કોલ કરો. તમારો આધાર નંબર કસ્ટમર કેર કર્મચારીને આપો અને સાથે તમારો આધાર ગેસ કનેક્શનને લિંક કરો.  

રીત 3
આ રીતમાં તમે વેબસાઈટની મદદથી અન્ય જાણકારી ભરી શકો છો. સ્કીમ ટાઈપ, ડિસ્ટ્રીબ્યુટરનું નામ, ઈન્ડેન ગેસ આઈડી વગેરે. કોન્ટેક્ટ ડિટેલ્સ ભર્યા બાદ તમે સબમિટ બટન પર ક્લિક કરો. તમે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મેળવશો. અને તેને ભરીને એપ્લીકેશનને પૂરી કરો. તમારા આધાર અને ગેસ કનેક્શન લિંક થઈ જશે. 

રીત 4
સૌ પહેલાં ઈન્ડેનની વેબસાઈટ  https://cx.indianoil.in/webcenter/portal/LPG/pages_bookyourcylinder પર જાઓ. અહીં તમને  IVRS (Interactive Voice Response system) નો વિકલ્પ મળશે. તેની પર ક્લિક કરો અને કોન્ટેક્ટ ડિટેલ્સ મળશે. અહીં તમને 7718955555 કોમન નંબર દેખાશે. IVRS નંબર પર કોલ કરીને તમારે આધાર નંબર ભરવાનો રહેશે. પ્રક્રિયાનું પાલન કરો. તમારું આધાર ગેસ કનેક્શન સાથે લિંક થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Connection LPG Link Subsidy આધાર કાર્ડ ઓનલાઈન પ્રોસેસ કનેક્શન ફાયદો લિંક સબ્સિડી LPG Subsidy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ