બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તમે પણ કોલ ડ્રોપ્સથી કંટાળી ગયા છો?, તો અપનાવો આ ટ્રિક, ફરી નહીં થયા સમસ્યા!

photo-story

5 ફોટો ગેલેરી

ટેક / તમે પણ કોલ ડ્રોપ્સથી કંટાળી ગયા છો?, તો અપનાવો આ ટ્રિક, ફરી નહીં થયા સમસ્યા!

Last Updated: 04:20 PM, 15 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શું તમારે પણ વાત કરતી વખતે અચાનક કૉલ કપાઈ જાય છે? આજકાલ આ સમસ્યા સામાન્ય બની ગઈ છે, ખાસ કરીને જ્યારે તમે ઘરમાં કામ કરી રહ્યા છો અથવા ક્યાંક મુસાફરી કરી રહ્યા છો ત્યારે કૉલ ડ્રોપને કારણે જરૂરી વાતચીતમાં ખલેલ આવે છે અને મૂડ પણ ખરાબ થઈ જાય છે. સારી વાત એ છે કે કેટલીક સરળ ટીપ્સ અપનાવીને તમે આ મુશ્કેલીમાંથી ઘણો અંશે છૂટકારો મેળવી શકો છો.

1/5

photoStories-logo

1. નેટવર્ક મોડ

ઘણી વાર તમારો ફોન એવા નેટવર્ક મોડ પર સેટ હોય છે, જ્યાં સિગ્નલ વીક હોય છે. જેમ કે જો તમારો ફોન 5G કે 4G પર સેટ છે અને એ વિસ્તારમા આ નેટવર્ક કવરેજ સારો નથી, તો કૉલ ડ્રોપ થઈ શકે છે. સેટિંગ્સમાં જઈને તમારા નેટવર્ક મોડને "Auto" અથવા "3G/2G" પર સેટ કરી શકો છો, ખાસ કરીને જ્યારે તમે એવા વિસ્તારોમાં છો જ્યાં નેટવર્ક કવરેજ સારો નથી. આથી તમારો ફોન આપમેળે સૌથી સારા ઉપલબ્ધ નેટવર્કને પસંદ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. નેટવર્ક કવરેજ

સૌથી પહેલાં એ જુઓ કે તમે જે જગ્યાએ છો ત્યાં તમારા ઓપરેટરનું નેટવર્ક કવરેજ કેવું છે. જો સિગ્નલ બાર બહુ ઓછા દેખાય છે તો કૉલ ડ્રોપની શક્યતા વધારે હોય છે. આવા સમયે તમારી જગ્યા બદલો. બારણાની બાજુ જાઓ અથવા ઘરના એવા ભાગમાં જાઓ જ્યાં સિગ્નલ વધુ સારી રીતે આવે છે. ઘણાવાર આ રીત અસરકારક સાબિત થાય છે અને નેટવર્કની ક્વોલિટી સુધરી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બેકગ્રાઉન્ડ ઍપ્સ બંધ કરો

જ્યારે તમારા ફોનમાં ઘણાં બધા ઍપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતા હોય છે અને ડેટાનો ઉપયોગ કરતા હોય છે, ત્યારે તે કૉલની ગુણવત્તા પર અસર પાડી શકે છે. જરૂર ન હોય ત્યારે બેકગ્રાઉન્ડ ઍપ્સ બંધ કરો. આથી કૉલ માટે વધુ સારી બેન્ડવિડ્થ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. સોફ્ટવેરની ખામી

ઘણી વાર ફોનમાં થતી નાની-મોટી સોફ્ટવેરની ખામીથી પણ નેટવર્કના ઈશ્યૂ આવે છે. એવા સમયે તમારા ફોનને એક વખત રીસ્ટાર્ટ કરીને જુઓ. આ એક સરળ ટ્રિક પણ ઘણીવાર અસરકારક સાબિત થાય છે. ઉપરાંત તમે એરપ્લેન મોડ થોડા સેકન્ડ માટે ઓન કરીને ફરી ઓફ કરો. તેનાથી તમારો ફોન નેટવર્ક સાથે ફરીથી જોડાઈ જાય એ માટે મદદરૂપ થાય છે અને સિગ્નલને રિફ્રેશ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. સોફ્ટવેર અપડેટ

ખાતરી કરો કે તમારો ફોન લેટેસ્ટ સોફ્ટવેર અપડેટ પર ચાલી રહ્યો છે. કંપનીઓ ઘણીવાર અપડેટ્સમાં નેટવર્કની કામગીરી સુધારવાની કોશિશ કરતી હોય છે. જો આના પછી પણ સમસ્યા ચાલુ જ રહે છે, તો તમારા સિમ કાર્ડને તપાસો. જૂનું અથવા ખરાબ સિમ કાર્ડ પણ નેટવર્ક ઈશ્યૂનું કારણ બની શકે છે. આવા સમયમાં તમારા સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક કરીને નવું સિમ કાર્ડ લેવા પર વિચાર કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Call drops Call tips Smartphone Tips and Tricks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ