બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / કમાલ થઈ! પાનને ગલ્લે મળતી આ ચીજ ખાવાથી કદી નહીં થાય કેન્સર, સ્ટડીમાં દાવો

લાઈફસ્ટાઈલ / કમાલ થઈ! પાનને ગલ્લે મળતી આ ચીજ ખાવાથી કદી નહીં થાય કેન્સર, સ્ટડીમાં દાવો

Shilpa Parmar

Last Updated: 12:28 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Betel Leaves Benefits : જો તમારે કેન્સર જેવા રોગથી બચવું છે તો બસ પાનના ગલ્લે મળતી આ એક વસ્તુને તમારી ડાયટમાં સામેલ કરો ક્યારેય નહીં થાય કેન્સર. જાણો કઈ છે તે હેલ્ધી વસ્તુ અને તેના ફાયદા?

ભારતીય સંસ્કૃતિમાં પાનને ઔષધીય ગુણધર્મો અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. કોઈ પણ પૂજા-પાઠ હોય, લગ્ન પ્રસંગ હોય કે કોઈ ધાર્મિક વિધિ હોય દરેક શુભ અવસરે પાનનું મહત્વ વધારે હોય છે. વિજ્ઞાન અને આયુર્વેદ બંનેમાં પાનના ઔષધીય ગુણોને માન્યતા આપી છે.

સોપારીના પાન

આપણે વાત કરી રહ્યા છીએ પાન બનાવવા વપરાતા એવા સોપારીના પાન વિશે. તેના પાનમાં રહેલા ગુણોથી શરીરને અનેક રીતે લાભ થાય છે. અમેરિકન નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન મુજબ સોપારીના પાનમાં કુદરતી રીતે એન્ટીબેક્ટેરિયલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઑક્સિડન્ટ ગુણ હોય છે.

betal-leaves-3

અનેક સંશોધનોમાં એ સાબિત થયું છે કે સોપારીના પાન કેન્સરની કોશિકાઓની વૃદ્ધિને અટકાવે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને ચેપ સામે લડવામાં મદદરૂપ બને છે. તે જ રીતે આયુર્વેદમાં તેનો ઉપયોગ શરદી- ખાંસી , ઉધરસ, ગળામાં દુખાવો અને મોઢાની દુર્ગંધ જેવી સામાન્ય સમસ્યાઓ માટે સદીઓથી થતો આવ્યો છે.

સોપારીના પાનના ફાયદા

  • પાચનક્રિયા

સોપારીના પાન પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે. તે પેટની એસિડિટીને નિયંત્રિત કરે છે અને ગેસ કે અપચો જેવી સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.

  • મોઢાની દુર્ગંધ

સોપારીનું પાન ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર થાય છે અને શ્વાસમાં તાજગી રહે છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ મોઢાના જીવાણુઓને ઓછા કરે છે. એટલે જ પાનને ભોજન પછીનું કુદરતી માઉથ-ફ્રેશનર પણ કહે છે.

betal-leaves-2
  • ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ

સોપારીના પાનમાં રહેલા વિટામિન C અને અન્ય એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયાને ધીમી કરે છે.

ઘરે લગાવો સોપારીના પાનની વેલ

ઘરે સોપારીના પાનની વેલ લગાવવી ખૂબ જ સરળ છે, કારણ કે આ વેલને વધુ તડકાની જરૂર નથી. તેને બાલ્કની કે ઘરની છાંયાવાળી દીવાલ પાસે સરળતાથી ઉગાડી શકાય છે. આ વેલ ધીમે ધીમે વધીને ઘરની રેલિંગ કે દીવાલ પર ફેલાય છે અને ઘરને કુદરતી સુંદરતા પણ આપે છે.

તે બીજથી નહીં પણ વેલની ડાળીથી ઉગાડવામાં આવે છે. 5–6 ઈંચ લાંબી ડાળી હળવી ભીની માટીમાં લગાવો. તેમાં ગાયનું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર ઉમેરો, પછી પાણી આપો.

વધુ વાંચો : મીઠું-ખાંડ અને ચા પત્તી, ચોમાસામાં ભેજ લાગી જાય, તો અજમાવો આ ઘેરલુ નુસખા

ઉનાળામાં તેને ડાયરેક્ટ તડકાથી બચાવો અને પાન પર હળવો પાણીનો સ્પ્રે કરતા રહો જેથી ભેજ ટકી રહે. શિયાળામાં પાણી ઓછું આપવું, પરંતુ માટી સંપૂર્ણ સૂકાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. જો પાન પર જીવાત લાગે તો લીંબડાના પાણી કે ઘરેલું કીટનાશક છાંટવાથી તેને દૂર કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Betel Leaves Betel Leaves Benefits How to plant betel leaf
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ