બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / મીઠું-ખાંડ અને ચા પત્તી, ચોમાસામાં ભેજ લાગી જાય, તો અજમાવો આ ઘેરલુ નુસખા
Last Updated: 04:12 AM, 7 September 2025
વરસાદી મોસમમાં હવામાં ભેજ વધી જાય છે. એના કારણે રસોડામાં રાખેલી અનેક વસ્તુઓ ભીની થઈ જાય છે, જામી જાય છે કે પછી કીડા પડી જાય છે. ખાસ કરીને મીઠું, ખાંડ અને ચાના પત્તા તો સૌથી વધુ અસરગ્રસ્ત બને છે. ઘણી વખત લોકો આ વસ્તુઓને સીધી ફેંકી દે છે, પરંતુ થોડી કાળજી રાખો તો તમે એને ફરી કામમાં લઈ શકો છો.
ADVERTISEMENT

ADVERTISEMENT
વરસાદી ભેજથી ડબ્બામાં ભરેલું મીઠું ઘણીવાર ભીનું થઈ જતું હોય છે. તેને ફેંકવા કરતાં સાફ થાળીમાં પાથરીને સૂર્યપ્રકાશમાં મૂકો અથવા પંખાની હવાની નીચે રાખો. ઇચ્છો તો માઇક્રોવેવમાં થોડા સમય મૂકી સૂકવી શકો. સૂકાઈ ગયા બાદ મીઠું ફરી સામાન્ય રીતે વાપરી શકાશે.

ADVERTISEMENT
ખાંડ પણ ભેજને કારણે ભીની થવા લાગે છે. એને સૂકવવા માટે હળવા ગરમ તવા પર થોડા સેકન્ડ સુધી ભૂંજી શકો છો. વિકલ્પરૂપે ખાંડને પ્લેટમાં પાથરીને ધુપમાં કે પંખાની હવાની નીચે મૂકો. ઓવનમાં અડધી મિનિટ માટે રાખશો તો પણ ભેજ દૂર થઈ જશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ચા ભીનાશથી ફક્ત ચોંટતી જ નથી, પણ તેનો સ્વાદ પણ બદલાઈ જાય છે. તેને સૂકવવા માટે તવા પર હળવે ભુન્નો અથવા થાળીમાં પાથરીને ધુપ/પંખા નીચે મૂકો. મોન્સૂન શરૂ થાય તેના પહેલા જ ચાના ડબ્બામાં થોડા ચોખાના દાણા નાખી દો તો ભીનાશ આવતી જ નથી.
આ પણ વાંચો : જિયોના 9 વર્ષ પૂરા થતા મુકેશ અંબાણીએ ખજાનો ખોલ્યો, યુઝર્સને મફતમાં અનેક લાભ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.