બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / ચામાં પહેલાં શું નાખવું, ભુક્કી, ખાંડ કે દૂધ? 90 ટકા લોકો ખોટી રીતે બનાવે છે, આ રીતથી નહીં થાય નુકશાન

લાઈફસ્ટાઈલ / ચામાં પહેલાં શું નાખવું, ભુક્કી, ખાંડ કે દૂધ? 90 ટકા લોકો ખોટી રીતે બનાવે છે, આ રીતથી નહીં થાય નુકશાન

Shilpa Parmar

Last Updated: 01:45 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Perfect tea recipe : આપણને સૌને સવારે ઊઠતાની સાથે જ ચા જોઈતી હોય છે, પરંતુ શું તમને ખબર છે આ ચા બનાવવાની સાચી રીત શું છે? 90% લોકોને ચા બનાવવાની સાચી રીત ખબર જ નથી. જાણી લો ક્યાંક તમે પણ ખોટી રીતે ચા નથી બનાવી રહ્યા ને?

સવારે આંખ ખૂલતાં જ સૌપ્રથમ ચા પીવાની ઈચ્છા થાય છે. ચા મગજને તાજગી આપે છે, થાક દૂર કરે છે. ચા આપણી જીવનશૈલીનો મહત્વનો ભાગ બની ગઈ છે.

ઓફિસ જતાં હોઈએ કે મિત્રો સાથેની ગોસિપનો સમય હોય, ચા દરેક અવસરને ખાસ બનાવી દે છે. ભારતમાં તો ચા માત્ર પીણું નથી, એ તો એક ઈમોશન છે. એટલા માટે જ ઘણા લોકોનો દિવસ ચા વગર શરૂ થતો નથી. કેટલાક તો રાત્રે સૂતા પહેલાં પણ ચા પીવાનું ભૂલતા નથી.

પરંતુ શું તમને ખબર છે કે ચાનો સ્વાદ એ વાત પર આધાર રાખે છે કે તમે તેને કેવી રીતે બનાવો છો? હા, ભુક્કી, ખાંડ અને દૂધ નાખવાનો સાચો સમય નક્કી કરે છે કે તમારી ચા કેટલી સ્વાદિષ્ટ અને પરફેક્ટ બનશે. એકવાર જો તમને સરસ ચા મળી ગઈ, તો દિવસ જ સુધરી જાય છે. ચાલો જાણી લઈએ સ્વાદિષ્ટ ચા બનાવવાની સાચી રીત.

tea-last

પરફેક્ટ ચા બનાવવી કેમ ખાસ છે?

ઘણા લોકો માને છે કે ચા બનાવવી તો સહેલી છે. પાણી, દૂધ, ભુક્કી અને ખાંડ નાખી દો એટલે ચા તૈયાર થઈ જાય, પરંતુ હકીકતમાં ચા બનાવવું એક કળા છે. જો તેને સાચા સ્ટેપ્સમાં બનાવવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે.

પાણી અને ભુક્કી

ચાની શરૂઆત હંમેશા પાણીથી કરવી જોઈએ. સૌથી પહેલાં વાસણમાં પાણી નાખીને ઉકાળો. પાણી ઉકળે ત્યારે તેમાં ભુક્કી નાખો. તેને લગભગ 5 મિનિટ સુધી ઉકળવા દો. આ જ સમયે તમે ઇચ્છો તો આદુ અથવા ઈલાયચી પણ નાખી શકો. તેનાથી ચાનો સ્વાદ વધી જશે.

tea-final

ખાંડ ક્યારે નાખવી?

મોટાભાગના લોકો દૂધ નાખ્યા પછી ખાંડ નાખે છે. ખાંડ નાખવાનો સાચો સમય છે પાણી અને ભુક્કી ઉકળી જાય પછી જ્યારે ભુક્કીનો સ્વાદ પાણીમાં સારી રીતે ભળી જાય ત્યારે ખાંડ નાખો અને તેને સારી રીતે પાણીમાં ઓગળી જવા દો.

દૂધ ક્યારે નાખવું?

ખાંડ ઓગળી જાય પછી દૂધ નાખવું જોઈએ. ત્યારબાદ ચાને ધીમી આંચ પર લગભગ 5 મિનિટ સુધી ઉકળવા દો. ધીમે ધીમે ચાનો રંગ ગાઢ બનશે અને ચાની સુંગધ આખા ઘરમાં ફેલાય જશે.

આટલું ધ્યાન રાખો

  • પાણી, દૂધ, ભુક્કી અને ખાંડ બધું જ એકસાથે નાખવાથી ચાનો સ્વાદ બગડી જાય છે.
  • ઘણા લોકો માને છે કે વધુ ઉકાળવાથી સ્વાદ વધશે, પરંતુ હકીકતમાં એ ચાને કડવી બનાવી દે છે અને ગેસ–એસિડિટી જેવી સમસ્યા ઊભી કરી શકે છે.
  • કેટલાક લોકો કડક ચા માટે વધુ ભુક્કી નાખે છે, જેનાથી સ્વાદ બગડે છે અને આરોગ્ય પર પણ ખરાબ અસર થાય છે.

વધુ વાંચો : કમાલ થઈ! પાનને ગલ્લે મળતી આ ચીજ ખાવાથી કદી નહીં થાય કેન્સર, સ્ટડીમાં દાવો

આરોગ્ય અને ચાનો સંબંધ

સાચી રીતથી બનાવેલી ચા તમને તાજગી આપે છે. જ્યારે ખોટી રીતથી બનેલી ચા પેટની સમસ્યાઓ અને એસિડિટી વધારી શકે છે. એટલા માટે હંમેશા પૂરતી માત્રામાં જ ભુક્કી, દૂધ અને ખાંડનો ઉપયોગ કરવો જોઈએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Perfect tea recipe Correct way to make tea Health and tea
Shilpa Parmar

Shilpa Parmar is working as a Jr. Sub Editor at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ