ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / Lepakshi temple mystery of the hanging pillars of veerabhadra temple in andhra pradesh

અકલ્પનીય / આ છે ભારતનું એક એવું મંદિર જેનો એક પણ થાંભલો જમીનને નથી સ્પર્શતો

Published By: Dhruv

Last Updated: 10:15 PM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને જો મંદિરોનો દેશ કહેવામાં આવે તો કંઇ ખોટું નથી. કારણ કે અહીં ઘણાં બધા મંદિરો આવેલાં છે કે જેની તમે ગણતરી કરીને કંટાળી જશો, પણ ગણતરી કરી શકશો નહીં. અહીં અનેક મંદિરો આવેલાં છે, જે તેમની ભવ્યતા અને અન્ય માન્યતાઓ માટે જાણીતા છે.

ADVERTISEMENT

  • આ મંદિરનાં 70એ 70 થાંભલાઓ લટકે છે હવામાં
  • લટકેલા થાંભલાઓ નીચેથી કપડું પસાર કરતાં પરિવારમાં આવે છે સુખ-શાંતિ
  • મંદિરનો સીધો જ સંબંધ છે રામાયણ કાળ સાથે જોડાયેલો

આવું જ એક અજોડ મંદિર આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં પણ છે. આ મંદિરની સૌથી વિશેષ અને રહસ્યમય બાબત એ છે કે તેનાં થાંભલાઓ હવામાં લટકે છે, પરંતુ આજ દિન સુધી કોઈ તેનું રહસ્ય જાણી શક્યું નથી.

Lepakshi temple
લેપાક્ષી મંદિર

દક્ષિણ ભારતનાં મહત્વનાં મંદિરોની જો વાત કરીએ તો ત્યાં લેપાક્ષી મંદિર નામે એક એવું મંદિર આવેલું છે કે જે પોતાના વૈભવશાળી ઈતિહાસ માટે જાણીતું છે. આ મંદિર દક્ષિણ આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં આવેલું છે. આ મંદિરને 'હેંગિંગ પિલર ટેમ્પલ' પણ કહેવાય છે. આ મંદિર કુલ 70 સ્તંભો પર ઊભેલું છે જેમાંથી એક પણ થાંભલો જમીનને નથી સ્પર્શ કરતો. આ મંદિરમાં તમામ થાંભલાઓ હવામાં ઝૂલી રહ્યાં છે.

Lepakshi temple
લેપાક્ષી મંદિર

આ મંદિરનાં થાંભલાઓ જમીન સાથે જોડાયેલા નથી અને રહસ્યમય રીતે હવામાં લટકેલા છે. આ થાંભલા જમીનથી લગભગ અડધો ઈંચ ઉપર જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે અહીં લટકેલા સ્તંભોની નીચેથી એક કપડું પસાર કરતાં પરિવારમાં સુખ-શાંતિ-સમૃદ્ધિ આવે છે.

Lepakshi temple
લેપાક્ષી મંદિર

લેપાક્ષી મંદિર બેંગલુરુથી અંદાજે 140 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરનો સીધો જ સંબંધ રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિર વીરભદ્રને સમર્પિત છે. વીરભદ્ર દક્ષ યજ્ઞ બાદ અસ્તિત્વમાં આવેલા ભગવાન શિવનું એક ક્રૂર સ્વરૂપ છે. આ ઉપરાંત ભગવાન શિવનાં કંકાલમૂર્તિ, દઅર્દ્ધનારીશ્વર, ક્ષિણમૂર્તિ અને ત્રિપુરારેશ્વર પણ અહીં દર્શનીય છે. આ મંદિરનું નિર્માણ 16મી સદીમાં કરવામાં આવ્યું હતું અને આ સમગ્ર મંદિર માત્ર એક જ પથ્થરની જ સંરચના છે.

સંકળાયેલા મુદ્દાઓ

Andhra Pradesh Lepakshi temple OMG OMG NEWS veerabhadra temple લેપાક્ષી મંદિર વીરભદ્ર મંદિર OMG!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ