બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:28 PM, 18 April 2026
નવું ઘર બનાવતી વખતે લોકો માટે પાયો કઈ દિશામાં નાખવો તે નક્કી કરવું ઘણીવાર મુશ્કેલ હોય છે. અમુક લોકો હંમેશા ઉત્તર-પૂર્વ ખૂણામાં પાયો નાખવાની ભલામણ કરે છે, જ્યારે અમુક દક્ષિણ-પૂર્વ ખૂણામાં. પણ એવામાં તમારે જાણવું જોઈએ કે પાયો નાખવાની દિશા હંમેશા સરખી હોતી નથી. પાયો નાખવાની દિશા સૂર્યના ગોચર કે તેની ગતિ પર આધાર રાખે છે.
ADVERTISEMENT
વાસ્તુ અનુસાર, સર્પનો સબંધ પૃથ્વીની ઊર્જા અને કુંડલિની શક્તિ (આધ્યાત્મિક ઊર્જા) સાથે સંકળાયેલો છે. સર્પને કુંડલિની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે, જે માનવ શરીરની સુષુપ્ત આધ્યાત્મિક ઊર્જા છે. સર્પોને ભૂમિ ભાગમાં પણ રહેવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ધરતીને ધારણ કરનાર રાખતા સર્પના ચહેરા અને પૂંછડીની દિશા સૂર્યના ગોચર અનુસાર બદલાય છે. આથી સર્પનું મુખ કે પૂંછડી જે દિશામાં હોય તે દિશામાં ઘરનો પાયો નાખવો ઘાતક બની શકે છે. આવી સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના બનવાની શક્યતા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.