બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Launch of Diamond Burse and Diamond Factories not yet opened after Diwali in Ahmedabad

ઉદ્યોગકારો-કારીગરોનો મત / એક બાજુ ડાયમંડ બુર્સનું લોકાર્પણ, બીજી તરફ અમદાવાદમાં દિવાળી પછી હજુ નથી ખૂલ્યા હીરાના કારખાના, ઉદ્યોગકારોમાં હવે જાગી નવી આશા

Priyakant

Last Updated: 02:11 PM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Latest News: દિવાળી બાદ અમદાવાદના હીરા કારખાના શરૂ નથી થયા, હવે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ જાન્યુઆરીમાં ફરી રોજગારમાં વધારો થવાની આશા

  • ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનથી રત્ન કલાકારોમાં આશા 
  • અમદાવાદ હીરા ઉદ્યોગ ફરી ધમધમવાની અપેક્ષા 
  • ફરી રોજગારમાં વધારો થવાની આશા 
  • VTV NEWSએ જાણ્યો હીરા ઉદ્યોગકારોનો મત

Ahmedabad News : સુરતમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનથી રત્ન કલાકારોમાં નવી આશા જાગી છે. વાત જાણે એમ છે કે, મંદીમાં સપડાયેલો હીરા ઉદ્યોગ ફરી ધમધમવાની અપેક્ષાઓ રત્નકલાકારો સેવી રહ્યા છે. મહત્વનું છે કે, દિવાળી બાદ અમદાવાદના હીરા કારખાના શરૂ નથી થયા. જોકે હવે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન બાદ જાન્યુઆરીમાં ફરી રોજગારમાં વધારો થવાની આશા છે. જેને લઈ VTV NEWSએ હીરા ઉદ્યોગકારોનો મત જાણ્યો હતો. 

PM મોદીએ આજે સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન  VTV NEWSની ટીમે અમદાવાદમાં હીરા કારખાનાના ઉદ્યોગકારો અને કારીગરોનો મત જાણ્યો હતો. એક ઉદ્યોગકારે કહ્યું કે, અમદાવાદમાં 400 કારખાનામાંથી માંડ 150 કારખાના કાર્યરત છે. અમદાવાદમાં ડાયમંડ ઉદ્યોગમાં 1.50 લાખ લોકો રોજગારી મેળવે છે. જોકે હવે ડાયમંડ બુર્સ ઓપનિંગ થતાં રત્નકલાકારો આશા બંધાઈ છે. 

સુરતમાં ડાયમંડ બુર્સનું ઓપનિંગ થયા બાદ હવે મંદીમાં સપડાયેલ ડાયમંડ ઉદ્યોગમાં આશા બંધાઈ છે. મહત્વનું છે કે, દિવાળી બાદ અમદાવાદમાં ડાયમંડ ઉદ્યોગમાં લાંબુ વેકેશન ચાલ્યું હતું. જોકે હવે લાંબા વેકેશન બાદ જાન્યુઆરી મહિનામાં રોજગાર પિક પકડે તેવી રત્નકલાકારોએ આશા સેવી છે. 

શું કહ્યું ઉદ્યોગકારે ? 
એક ઉદ્યોગકારે કહ્યું કે, હાલ અમદાવાદમાં 400 કારખાનામાંથી માંડ 150 જેટલા કારખાના કાર્યરત બન્યા છે. અમદાવાદમાં ડાયમંડ ઉદ્યોગમાં 1.50 લાખ લોકો રોજગારી મેળવે છે. હાલ પ્રત્યેક કાર્યરત બનેલા કારખાનામાં માંડ 50 ટકા લોકો કાર્યરત છે. તો 50 ટકા રત્નકલાકાર સાથે માંડ એવરેજ 10 થી 15 હજાર કામ કરે છે. હાલ એક કારખાનામાં બનતા 1 હજાર હીરા જાન્યુઆરીમાં 2 થી 3 હજાર હીરા બને તેવી આશા છે. જોકે આજ મુજબ મંદી રહેશે તો ડાયમંડ ઉદ્યોગ બંધ થઇ જશે. 

કારીગરો શું કહી રહ્યા છે ? 
અમદાવાદમાં દિવાળી બાદ અમદાવાદમાં ડાયમંડ ઉદ્યોગમાં લાંબુ વેકેશન ચાલ્યું હતું. જોકે હવે કારીગરો કહી રહ્યા છે કે, જાન્યુઆરી મહિનામાં પિક પકડે તો 20 હજાર રૂપિયા રોજગારી મળે. હાલ માંડ 10 હજારનું કામ થાય છે,પરિવારનું ગુજરાન પણ પૂરું થતું નથી. આ સાથે કહ્યું કે, પ્રત્યેક રત્નકલાકાર તેજી આશા અને નવી આશા સાથે કારખાનામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ