બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Last date of application for firefighter recruitment extended, you can apply till this date

ખુશખબર / અગ્નિવીર ભરતી માટે અરજીની છેલ્લી તારીખ લંબાવાઈ, આ તારીખ સુધી તમે કરી શકો છો અરજી

Pravin Joshi

Last Updated: 02:13 PM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી માટેની અરજીની છેલ્લી તારીખ 5 દિવસ સુધી લંબાવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ દ્વારા અરજી કરી શકે છે. પ્રથમ અરજીની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 હતી.

  • અગ્નવીર ભારતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ
  • ઉમેદવારો 20 માર્ચ 2023 સુધી અરજી કરી શકશે
  • અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 હતી

ભારતીય સેનાએ અગ્નવીર ભારતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. હવે ઉમેદવારો 20 માર્ચ 2023 સુધી અરજી કરી શકે છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 હતી, જે 5 દિવસ લંબાવવામાં આવી છે. આ સંદર્ભમાં ભારતીય સેનાએ તેની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર એક નોટિસ પણ જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી હેઠળ, સ્ટોર કીપર, ક્લાર્ક અને ટેકનિકલ સહિત ઘણી પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા 16 ફેબ્રુઆરી 2023થી શરૂ થઈ ગઈ છે. 

લાયકાત શું હોવી જોઈએ? 

અલગ-અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અલગથી નિર્ધારિત કરવામાં આવી છે. કેટલીક જગ્યાઓ માટે 8મું પાસ, જ્યારે કેટલાક માટે 10મું અને 12મું પાસ, મહત્તમ શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. આ સંદર્ભે વધુ માહિતી માટે ઉમેદવારો અગાઉ બહાર પાડવામાં આવેલ વિગતવાર સૂચના ચકાસી શકે છે. 

ઉંમર મર્યાદા 

આ ભરતી હેઠળ અરજી કરનાર ઉમેદવારની ઉંમર 17 વર્ષ 6 મહિનાથી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ વખતે ભારતીય સેનાએ અગ્નિવીરની ભરતીની પસંદગી પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. આ વખતે સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે. લેખિત કસોટીમાં સફળ થયેલા ઉમેદવારો જ ભરતી રેલીમાં હાજર રહી શકશે. પરીક્ષા 17 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ agnipathvayu.cdac.in દ્વારા 31 માર્ચ સુધી નોંધણી કરાવી શકે છે. આ ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો એરફોર્સ દ્વારા અગાઉ જારી કરાયેલી સૂચના ચકાસી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ