બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Krishna Janmashtami 2023; Due to the birth festival of Kaliya Thakar, there was a lot of commotion among the devotees, the temple premises resounded with the rhythm of music.

શામળાજી / કાળિયા ઠાકરના જન્મોત્સવને લઇ ભક્તોમાં ભારે થનગનાટ, સંગીતના તાલે ગૂંજી ઉઠ્યું મંદિર પરિસર

Dinesh

Last Updated: 10:35 AM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Krishna Janmashtami 2023 : યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે, જન્માષ્ટમીની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે

  • યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
  • જન્માષ્ટમીની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ
  • મંદિર પરિસરમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી

યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ભક્તો પોતાની ભક્તિ અલગ-અલગ સ્વરૂપે રજૂ કરી રહ્યા છે. વ્હાલાના વધામણા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. ત્યારે એક 60 વર્ષીય વૃદ્ધે વાંસળી વગાડી જન્માષ્ટમીની ઉજવણી કરી છે. એક ફેફસું હોવા છતાં વૃદ્ધની અનોખી શ્રદ્ધા દેખાઈ રહી છે, તો બીજી તરફ ભક્તો મંદિર પરિસરમાં ગરબાની રમઝટ બોલાવી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી રહ્યાં છે. 

ભક્તોમાં અનેરો ઉત્સાહ
યાત્રાધામ શામળાજીમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે. જન્માષ્ટમીની ઉજવણીને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે. મંદિર પરિસરમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી છે. શામળિયાના જન્મોત્સવ માટે ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બાળકો, યુવાનો, વૃદ્ધો સહિત સૌકોઈ કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા છે. 

ભક્તોમાં થનગનાટ
કૃષ્ણજન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કેળ અને આસોપાલવથી મંદિર અને નગર શણગારાયું છે. અબીલ ગુલાલની છોળો સાથે શોભાયાત્રા નિકળશે. 100થી વધુ મટકીફોડ સાથે ભક્તોનો જમાવડો રહેશે. લાખોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઊમટી રહ્યાં છે, તો બીજી તરફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ
આજે દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ શામળાજી મંદિરમાં ભજન મંડળીઓ રંગ રેલાવશે. અત્રે જણાવીએ કે, મંદિર પર હજારો ધજાઓ ચડશે અને વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ