કડીના ધરમપુરમાં ચાઈનીઝ દોરી સાથે ઘસાતા પેરાશૂટ તૂટી પડતા કોરિયન નાગરિકનું મોત, પ્રાંત અધિકારી જણાવ્યું કે, ગઈકાલે ટેસ્ટિંગ વખતે ટેક્નિકલ ક્ષતિ થતા પેરાશૂટ નીચે પટકાયું હતું
પેરાશૂટ ડેમેજ થતાં કોરિયન નાગરિકનું મૃત્યુ
ચાઈનીઝ દોરી પેરાશૂટને ઘસાતા દુર્ઘટના
વડોદરાના બિઝનેસમેનના ગેસ્ટ હતા પાયલટ
કડીના ધરમપુરમાં પેરાશૂટ ડેમેજ થતા કોરિયન નાગરિકનું મૃત્યુ થયું છે. ચાઈનીઝ દોરી પેરાશૂટ સાથે ઘસડાતા પાયલટ નીચે પટકાયો છે. પી.જે. પટેલ સર્વ વિદ્યાલયના સષ્ટિપૂર્તિ કાર્યક્રમ સમયે દુર્ઘટના બની છે. કડી પ્રાંત આધિકારીની તપાસમાં મહત્વના ખુલાસો થયા છે. પ્રાંત અધિકારી જણાવ્યું કે, ગઈકાલે ટેસ્ટિંગ વખતે ટેક્નિકલ ક્ષતિ થતા પેરાશૂટ નીચે પટકાયું હતું
કડીના પ્રાંત અધિકારીનું નિવેદન
પ્રાંત અધિકારી જણાવ્યું કે, ગઈકાલે ટેસ્ટિંગ વખતે ટેક્નિકલ ક્ષતિ થતા પેરાશૂટ નીચે પટકાયું હતું પેરાશૂટ ઉડાડવા માટે કોઈ પરવાનગીની જરૂર નથી તેમણે કહ્યું કે, કોમર્શિયલ ઉપયોગ માટે પેરાશૂટ ઉડાવાય તો જ પરવાનગી જરૂરી અને અકસ્માત માટે પેરાશૂટ ઉડાવનાર વ્યક્તિ પોતે જવાબદાર છે. પ્રાંત અધિકારી કહ્યું કે, સમગ્ર મામલે વહીવટીતંત્રની કોઈ બેદરકારી નથી અને પેરાશૂટ બાબતે SOP જાહેર કરવા સરકારને વિનંતી પત્ર લખીશુ
પેરાશૂટ દુર્ઘટના બાબતે કડીના PIનું નિવેદન
કડીના PIએ જણાવ્યું કે, 100 ફૂટની ઉંચાઈ સુધી નાની મોટર વાળું પેરાશૂટ ઉપયોગમાં હતું તેમણે કહ્યું કોમર્શિયલ પેરાશૂટમાં મંજૂરીની જરૂર હોય છે. તેમને જણાવી દઈએ કે, આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પેરાગ્લાઈડર તેની ઉંચાઈ પર લઈ ગયો અને પછી તેનું પેરાશૂટ તૂટી જવાથી તેનું સંતુલન બગડી ગયું. આ અકસ્માત થયો ત્યારે ભારે ભીડ ઉમટી પડી હતી.