બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Kodinar Riverfront Golden Jubilee Mukhyamantri Shaheri Vikas Yojana

સ્વર્ણિમ જયંતિ / કોડીનારની શિંગોડા નદી પર રિવરફ્રન્ટ સહિત 2 નપાના કામો માટે રૂ. 6.43 કરોડની CMએ કરી ફાળવણી

Hiren

Last Updated: 05:32 PM, 23 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની બે નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. 6.43 કરોડની ફાળવણીની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

  • કોડીનારમાં શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામો માટે રૂ. 3.25 કરોડ
  • તળાજામાં આધુનિક ટાઉનહોલ નિર્માણ માટે રૂ. 3.18 કરોડ
  • 2021-22ના વર્ષમાં રાજ્યની 8 નગરપાલિકાઓને
  • રૂ. 16 કરોડ 94 લાખના આગવી ઓળખના કામો માટેની સૈદ્ધાંતિક મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરો-મહાનગરોમાં આગવી ઓળખના કામો માટે ગ્રાન્ટ-ભંડોળ આપવાનો નિર્ણય કર્યો છે. આવા કામોમાં નગર સુખાકારી અને જનહિત કાર્યો દ્વારા જે તે નગરની આગવી વિશેષ ઓળખ ઉભી કરવાના કામો હાથ ધરાય છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે રાજ્ય સરકાર નગરો-મહાનગરોમાં આગવી ઓળખના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે રકમ ફાળવે છે.

કોડીનારમાં શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામો માટે રૂ. 3.25 કરોડ

ભૂપેન્દ્ર પટેલે આવા કામો અન્વયે કોડીનાર નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી શિંગોડા નદી પર રિવરફ્રન્ટના કામ માટેની રૂ. 3 કરોડ 25 લાખની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ભૂપેન્દ્ર પટેલે આ કામો અંગેના રજૂ થયેલા ફિઝીબીલીટી રિપોર્ટ અને ગેપ એનાલીસીસ સ્ટડી રિપોર્ટ તેમજ જનરલ રિપોર્ટના અનુસંધાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

તળાજામાં આધુનિક ટાઉનહોલ નિર્માણ માટે રૂ. 3.18 કરોડ

મુખ્યમંત્રીએ કોડીનાર નગરપાલિકા ઉપરાંત તળાજા નગરપાલિકામાં પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખના કામોમાં આધુનિક ટાઉનહોલના નિર્માણ માટે રૂ. 3 કરોડ 18 લાખના કામોની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આમ, રાજ્યની વધુ બે નગરપાલિકાઓ કોડીનાર અને તળાજામાં કુલ 6.43 કરોડ રૂપિયાના કામોની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે મંજૂરી આપવામાં આવી છે.

2021-22ના વર્ષમાં અત્યાર સુધીમાં રાજ્યની 8 નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આગવી ઓળખના કામો માટે કુલ રૂ. 11.94 કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી અપાઇ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ