બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / Know this year's horoscope from Aries to Pisces

Horoscope 2024 / મેષથી લઇને મીન સુધી... તમામ રાશિના જાતકો માટે નવું વર્ષ કેવું રહેશે? જાણો 2024નું રાશિફળ

Pooja Khunti

Last Updated: 10:16 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yearly Rashifal 2024: મેષ રાશિથી લઈને મીન રાશિ સુધી જાણો આ વર્ષનું રાશિફળ.

  • કોઈ પણ યોજનામાં વિચારીને નિવેશ કરો
  • ધંધામાં જોખમની સંભાવનાઓ
  • વિધાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે

નવું વર્ષ શરૂ થઈ ગયું છે. ઘણા લોકો જાણવા માંગતા હશે કે તેમનું આ વર્ષ કેવું રહેશે. કેટલીક રાશિઓ માટે આ વર્ષ સારું તો કેટલીક રાશિઓ માટે આ વર્ષ ઠીક-ઠીક રહેશે. જ્યારે અમુક ભાગ્યશાળી રાશિઓ માટે આ વર્ષ ખુબજ સારું રહેશે. 

મેષ રાશિ 
આ રાશિના જાતકો માટે વર્ષની શરૂઆત થોડી નબળી રહેશે પણ આગળ જતા મધ્યમ તબક્કો વધુ સારો રહેશે. વ્યવસાયમાં શનિદેવનો પ્રકોપ રહેશે. માનસિક અને શારીરિક રીતે આ વર્ષ ઉર્જાથી ભરેલું રહેશે. વિધાર્થીઓ માટે આ વર્ષ ઉત્તમ હશે. 

વૃષભ રાશિ 
વર્ષની શરૂઆતમાં આ રાશિના જાતકોને વધુ મહેનત કરવી પડશે. કોઈ પણ યોજનામાં વિચારીને નિવેશ કરો. ધંધામાં જોખમની સંભાવનાઓ છે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. 

મિથુન રાશિ 
વર્ષની શરૂઆતમાં આ રાશિના જાતકો માટે નોકરી-ધંધામાં વધુ ભાગદોડ રહેશે. આવકનાં સ્ત્રોત વધી શકે છે. ધન પ્રાપ્તિ માટે સારા યોગ છે. ધંધામાં સફળતા સાથે લાભ પણ મળશે. 

કર્ક રાશિ 
વર્ષની શરૂઆત ધીમી ગતિની પ્રગતિ સાથે થશે. વાસ્તવમાં આ તમારી કસોટીનો સમય છે. વ્યવસાય-ધંધામાં વૃદ્ધિ થશે. વિધાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે. અભ્યાસમાં એકાગ્રતા વધારો. 

સિંહ રાશિ 
વર્ષની શરૂઆતમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. નોકરી કરતાં લોકોને તેમની યોગ્યતા પ્રમાણે સફળતા મળશે. સરકારી નોકરી કરતાં લોકોને વિશેષ સફળતા મળવાની સંભાવના છે. 

કન્યા રાશિ 
નોકરી કરતાં લોકોને તેમની યોગ્યતા પ્રમાણે સફળતા મળશે. તમને આ વર્ષે સફળતા મળવાની સંભાવનાઓ છે. નાણાકીય બાબતોમાં સાવધાન રહો. 

તુલા રાશિ 
નોકરી કરતાં લોકો માટે આ વર્ષ ખુબજ સારું રહેશે. તમારું પ્રમોશન થઈ શકે છે અને તમારી જવાબદારીઓ પણ વધી શકે છે. જીવનસાથી સાથે કોઈ પણ વિવાદથી બચીને રહેવું.  

વાંચવા જેવું:વિક્રમ સંવત છોડીને ભારતે કેમ અપનાવ્યું વિદેશી કેલેન્ડર? કોણે કરી હતી આની શરૂઆત, જાણો રોચક તથ્ય

વૃશ્ચિક રાશિ 
આ રાશિના જાતકો માટે વ્યવસાય-ધંધો શરૂ કરવા માટે આ વર્ષ ખુબજ ઉત્તમ છે. આર્થિક લાભનાં યોગ છે. નોકરી કરતાં લોકોની પ્રગતિ થઈ શકે છે. 

ધન રાશિ 
નોકરી કરતાં લોકોને જબરદસ્ત સફળતા મળવાની સંભાવનાઓ છે. આવકમાં વૃદ્ધિ થશે. વ્યવસાય-ધંધામાં જોડાયેલા લોકોને ઉત્તમ સફળતા મળી શકે. ધંધામાં તમારા સહભાગી સાથે વિવાદથી બચવું. 

મકર રાશિ 
આ રાશિના જાતકો માટે આ વર્ષ ઉત્સાહ અને સાહસથી ભરેલું રહેશે. વ્યવસાયમાં સફળતાની સાથે લાભ પણ થશે. શેર બજારથી અચાનક ધન લાભ થઈ શકે છે. 

કુંભ રાશિ 
આ વર્ષ તમારા માટે સાનુકૂળ રહેશે. આ વર્ષે પમોશન મળી શકે. નોકરી-વ્યવસાય માટે પ્રવાસનો યોગ. ધંધામાં ધન લાભ થશે. 

મીન રાશિ 
આ રાશિના જાતકો માટે આ વર્ષ સખત મહેનતનું છે. નોકરી કરતાં લોકોને વર્ષનાં મધ્ય ભાગમાં પ્રમોશન મળવાની સંભાવનાઓ છે. કાર્યસ્થળ પર વિવાદથી બચો. વાહન ચલાવતા સમયે સાવધાની રાખો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ