બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / ધર્મ / Know Shubh Muhurat Kalash Sthapana Auspicios Time Of Shardiya Navratri 2019

ધર્મ / નવરાત્રિમાં થઇ રહ્યા છે 8 સંયોગ, માતાજી પ્રસન્ન થતા ધનસમુદ્ઘિમાં થશે વધારો

Juhi

Last Updated: 01:29 PM, 26 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારદીય નવરાત્રિની શરૂઆત 29 સપ્ટેમ્બરના દિવસે એટલે કે આ રવિવારથી થઇ રહી છે. દેવીભાગવત પુરાણમાં જણાવવામાં આવેલા નિયમોનુસાર, હવે આ વખતે માતાજી ગજ એટલે કે હાથી પર સવાર થઇને આવશે. આ સારા વરસાદ અને સારી ખેતીનું સૂચક છે. આ સાથે જ નવરાત્રિએ ચાર ખૂબ જ શુભ સંજોગો બની રહ્યા છે, જે સાધતો અને માતાના ભક્તો માટે શુભ ફળદાયી છે.

29 સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઇ રહી છે. 10 દિવસ સુધી માતાજીના ભક્તો શ્રદ્ઘા ભાવથી પૂજાનો સંકલ્પ લઇને સ્થાપના કરશે. આ વખતે નવરાત્રિમાં પહેલા નોરેતે સર્વાર્થ સિદ્ઘિ યોગ, અમૃત સિદ્ઘિ યોગ, દ્ઘિપુષ્કર નામનો શુભ યોગ બની રહ્યો છે. આથી નવરાત્રિની શરૂઆત ખૂબ જ સારા દિવસે થઇ રહી છે. 

બીજો સારો યોગ એ છે આ વખતે નવે નવ દિવસ નવરાત્રિ માણવા મળશે. મોટાભાગે તિથિઓને ક્ષય હોવાને કારણે નવરાત્રિના દિવસો ઓછા થઇ જાય છે. 9 દિવસ પૂજા થશે અને 10માં દિવસે માતાજીની વિદાઇ થશે. 29 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી માતાજીની પૂજા થશે.

આ વખતે ગરબા સ્થાપનના દિવસે સુખ સમુદ્ઘિના કારક શુક્ર ગ્રહનો ઉદય થવો ખૂબ જ શુભ ફળદાયી છે. શુક્રવારનો સંબંધ લક્ષ્મીજીની સાથે છે. નવરાત્રિમાં માતાજીના બધા સ્વરૂપોની પૂજા થાય છે. શુક્રનો ઉદય ભક્તો માટે સુખ સમુદ્ઘિ દાયક છે. ધનની ઇચ્છા રાખતા ભક્તો નવરાત્રિના દિવસોમાં માતાજીની ઉપાસના તરીકે આર્થિક મુશ્કેલીઓ દૂર કરી શકે છે. આ દિવસે બુધનું શુક્રના ઘર તુલામાં આવવું પણ શુભ ફળદાયી સાબિત થશે. 

આ વખતે નવરાત્રિની શરૂઆત રવિવારે થઇ રહી છે, તેનુ સમાપન મંગળવારના રોજ થશે. એવામાં નવરાત્રિમાં બે સોમવાર અને 2 રવિવાર આવે છે. પહેલા સોમવારના દેવી બ્રહ્મચારિણીની પૂજા થશે અને અંતિમ સોમવારના મહાનવમીના દિવસ સિદ્ઘિયાત્રીની પૂજા કરવામાં આવશે. નવરાત્રિમાં બે સોમવાર હોવાનું શુભ ફળદાયી માનવામાં આવે છે. 

આ વર્ષે નવરાત્રિનો આરંભ હસ્ત નક્ષત્રમાં થઇ રહ્યો છે. આ નક્ષત્રમાં ગરબાની સ્થાપના કરવામાં આવે છે. હસ્ત નક્ષત્રના 26 નક્ષત્રોમાં 13મો અને શુભ માનવામાં આવે છે. જેના સ્વામી ચંદ્ર છે. આ નક્ષત્રમાં જ્ઞાન, મુક્તિ અને મોક્ષનું પ્રદાન કરનારું માનવામાં આવે છે. આ નક્ષત્રમાં કળશમાં જળ ભરી પૂજાનો સંકલ્પ શુભ ફળદાયી માનવામાં આવે છે.

 

આ વખતે નવરાત્રિના બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બર અને ચોથા નોરતે એટલે કે 2 ઓક્ટોબરના રોજ અમૃત સિદ્ઘિ નામનો શુભ યોગ બની જાય છે. 

નવરાત્રિમાં 3 રવિ યોગ બની રહ્યા છે. ત્રીજા નોરતે એટલે કે 1 ઓક્ટોબરે, છઠ્ઠા નોરતે એટલે કે 4 ઓક્ટોબર અને સાતમા નોરતે એટલે કે 5 ઓક્ટોબરના શુભ યોગ બની રહ્યો છે. 8 ઓક્ટોબરે આ જ યોગમાં દશેરાનો તહેવાર છે.

આ માટે નવરાત્રિ એટલા માટે ખાસ છે કેમકે નવરાત્રિ દરમિયાન  4 સર્વાર્થ સિદ્ઘ યોગ બની રહ્યા છે. આવામાં સાધકોને સિદ્ઘિ પ્રાપ્ત કરવા માટે તક મળે છે. આ ગાળા દરમિયાન શુભ કામ કરી શકાય છે. 26 સપ્ટેમ્બર, 6 અને 7 ઓક્ટોબરના શુભ યોગ બની રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ