બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / KNOW MORE ABOUT SURROGACY

જાણવા જેવું / પ્રિયંકા ચોપરા જે રીતે માતા બની એ સેરોગસી એટલે શું? એમાં સાચા માં-બાપ કોણ? જાણો તમામ મહત્વની માહિતી

Ronak

Last Updated: 04:48 PM, 24 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા કપલ્સના મનમાં સરોગસીને લઈને ઘણા પ્રકારના સવાલ થાય છે,     તો અહિ જાણો સરોગસીના પ્રકારો તથા ભારતમાં તેને અંગેના નિયમ-કાનૂન વિશે

  • સરોગસી એટલે શું?
  • સરોગસીના પ્રકારો
  • ભારતમાં સરોગસી અંગેના નિયમો


શું છે સરોગસી?
હાલમાં જ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા સરોગસીથી માતા બની છે. પ્રિયંકા ચોપરાની માતા બનવાની ખબરોએ બધાને ચોંકાવી દીધા. જોકે સરોગસીથી મા બનવું એ કોઈ પહેલો મામલો નથી. પ્રિયંકા પહેલા પણ ઘણા સ્ટાર્સ સરોગસીથી માતા-પિતા બની ચૂક્યા છે. સરોગસીનો વિકલ્પ એવી મહિલાઑ માટે ઘણો ફાયદાકારક સાબિત થાય છે જે પ્રજનન સંબંધી મુદ્દાઓ, ગર્ભપાત અથવા જોખમ ભરેલ ગર્ભવ્યવસ્થાના કારણે ગર્ભ ધારણ કરી શકતી નથી. સરોગસીને સામાન્ય ભાષામાં ભાડાની કોખ કહેવામાં આવે છે, એટલે કે બાળક પેદા કરવા માટે જ્યારે કોઈ કપલ કોઈ બીજી મહિલાની કોખ ભાડા પર લે છે, તો આ પ્રક્રિયાને સરોગસી કહેવાય છે, એટલે કે સરોગસીમાં કોઈ મહિલા પોતાના કે પછી ડોનરના એગ્સના મધ્યમથી કોઈ બીજા કપલ માટે પ્રેગ્નન્ટ થાય છે. પોતાના પેટમાં બીજાના બાળકને પાળવવાળી  માતાને સરોગેટ મધર કહેવાય છે.

કેટલા પ્રકારની હોય છે સરોગસી?
સરોગસી બે પ્રકારની હોય છે. આવો જાણીએ આ વિશે

ટ્રેડિશનલ સરોગસી
આ પ્રકારની સરોગસીમાં બનવવાળા પિતા અથવા ડોનરનું સ્પર્મ સરોગેટ મધરના એગ્સ સાથે મેચ કરવામાં આવે છે. ત્યાર પછી ડૉક્ટર કૃત્રિમ રીતે સરોગેટ મહિલાના કરવિક્સ, ફેલોપિયન ટ્યૂબસ અથવા યૂટેરસમાં સ્પર્મનો સીધો પ્રવેશ કરાવે છે. આમાં સ્પર્મ કોઈ બાધા વગર મહિલાના યૂટેરસમાં પહોંચી જાય છે. સરોગેટ મધર પછી નવ મહિના સુધી બાળકને પોતાની કોખમાં પાળે છે. આ પ્રક્રિયામાં સરોગેટ મધર જ બાયોલોજિકલ મધર હોય છે. આ સ્થિતિમાં જો બનવાવાળા પિતાનું સ્પર્મ ઉપયોગમાં ન લેવામાં આવે તો કોઈ ડોનરનું સ્પર્મ પણ ઉપયોગમાં લઈ શકાય છે. જો ડોનરના સ્પર્મનો ઉપયોગ કરવામા આવે છે તો પિતાનો પણ બાળક સાથે જેનેટિકલી સંબધ હોતો નથી. આ પ્રક્રિયાને ટ્રેડિશનલ કે પારંપારિક સરોગસી કહેવાય છે.

જેસ્ટેશનલ સરોગસી
આ પ્રકારની સરોગસીમાં સરોગેટ મધરનો બાળક સાથે જેનેટિકલી સંબંધ હોતો નથી, એટલે કે પ્રેગ્નન્સીમાં સરોગેટ મધરનું એગ વાપરવામાં આવતું નથી. આ પ્રક્રિયામાં સરોગેટ મધર બાળકની બાયોલોજિકલ માતા હોતી નથી. તે માત્ર બાળકને જન્મ આપે છે. આમાં બનવાવાળા પિતાના સ્પર્મ અને માતાના એગ્સનો મેળ અથવા ડોનરના સ્પર્મ તથા એગ્સનો મેળ કરાવ્યા બાદ તેને સરોગેટ મધરના યૂટેરસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. વેબએમડી અનુસાર, અમેરિકામાં જેસ્ટેશનલ સરોગસી કાનૂની રૂપથી ઓછી જટિલ છે કેમકે માતા-પિતા બંનેના બાળક સાથે આનુવંશિક સંબંધો હોય છે. નતીજતન, પારંપરિક સરોગસીની તુલનામાં જેસ્ટેશનલ સરોગસી અત્યંત સામાન્ય બની ગઈ છે. જેસ્ટેશનલ સરોગસીનો ઉપયોગ કરીને અહિં દર વર્ષે લગભગ 750 બાળકો પેદા થાય છે.

જેસ્ટેશનલ સરોગસીની મેડિકલ પ્રક્રિયા થોડી અલગ હોય છે. આમાં IVF રીત અપનાવીને ભૃણ બનાવવામાં આવે છે તથા ત્યાર બાદ તેને સરોગેટ મહિલામાં ટ્રાંસફર કરવામાં આવે છે. જોકે IVFનો ઉપયોગ ટ્રેડિશનલ સરોગસીમાં પણ થઈ શકે છે પરંતુ મોટાભાગના મામલાઓમાં આર્ટિફિશિયલ ઇનસેમેશન (IUI) જ અપનાવાય છે. IUI વધારે સરળ મેડિકલ પ્રક્રિયા છે. આમાં સરોગેટ મહિલાને તમામ પ્રકારની તપાસ તથા ટ્રીટમેન્ટ કરાવવા પડતાં નથી. ટ્રેડિશનલમાં જોકે સરોગેટનું એગ જ ઉપયોગમાં લેવાય છે એટલે બાળક ઇચ્છતી મહિલાને એગ કાઢવાને કારણે થવાવાળી તમામ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

ભારતના બધા IVF જેસ્ટેશનલ સરોગસી આધિક પ્રચલિત છે કેમકે આગળ ચાલીને મધર તથા બાળકને લઈને વિવાદ થવાનો ખતરો ઑછો હોય છે.     આ પ્રકારની સરોગસીને બે પ્રકારની વ્યવસ્થામાં વર્ગીકૃત કરવામાં આવી છે- પરોપકારના હેતુથી કરવામાં આવેલ સરોગસી તથા કમર્શિયલ અથવા વ્યાપારિક સરોગસી.

પરોપકારી સરોગસી (Altuistic surrogacy) - Altuistic surrogacy એ હોય છે, જ્યારે દંપતિ પોતાની સાથે રહેવા માટે એક સરોગેટને આમંત્રિત કરે છે, આવામાં સરોગેટ મહિલા કોઈ ઓળખાણવળી કે અજાણ પણ હોય શકે છે.     આ સ્થિતિમાં દંપતિ જ સરોગેટ મધરનો બધો ખર્ચ ઉઠાવે છે.

કમર્શિયલ સરોગસી - કમર્શિયલ સરોગસીમાં બાળકને જન્મ દેવા માટે માને ભૂગતાન કરવામા આવે છે, ભારતમાં ઘણા કારણોના ચાલતા કમર્શિયલ સરોગસી બેન છે.

સરોગેટ પસંદ કરતાં પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન
ઉદયપુરના ઇન્દિરા IVFના ચિકિત્સા નિર્દેશક ડૉ. ક્ષિતિજ મર્ડિયાનું કહેવું છે કે એ સુનિશ્ચિત કરવુ મહત્વપૂર્ણ છે કે સરોગેટ મા સ્વસ્થ હોય તથા તેની ઉંમર 21 થી 40 વર્ષ હોય. સામાન્ય ફિટનેસ ટેસ્ટ જેવા કે બ્લડ પ્રેશર, બ્લડ શયુગર લેવલ, થાયરોઇડ ઉપરાંત સરોગેટ મહિલાના માનસિક સ્વાસ્થ્યની તપાસ પણ કરાવવી જોઈએ. આ ઉપરાંત એ પણ સલાહ આવ્મા આવે છે કે સરોગેટ મહિલાએ પહેલા પણ અન્ય બાળકને જન્મ આપ્યો હોય.

ભારતમાં હવે શું છે સરોગસીના નિયમો
મુંબઈ, બાયકુલાના મસીના હોસ્પિટલના સ્ત્રીરોગ વિશેષજ્ઞ તથા પ્રજનન ચિકીત્સા વિશેષજ્ઞ, ડૉ. રાણા ચૌધરીએ કહ્યું કે ભારતમાં કમર્શિયલ સરોગસી પ્રતિબંધિત છે. આવામાં માપદંડ એ છે કે સરોગેટ મહિલા વિવાહિત હોય તથા તેનું પોતાનું બાળક પણ હોય. સરોગેટ મહિલાની ઉંમર 25 થી 35ની વચ્ચે હોવી જોઈએ. તે મહિલા સરોગસીનો વિકલ્પ પસંદ કરવાવાળા દંપતીના પરિવારમાંથી હોય. લેટેસ્ટ સરોગસી રેગ્યુલેશન બિલ અનુસાર, કમર્શિયલ સરોગસી પર બેન છે તથા કેવળ Alturuistic Surrogacy જ કરાવી શકાય છે. જેમાં સરોગેટના મેડિકલ એક્સપેન્સ તથા ઈન્શ્યોરન્સ કવરને છોડીને ઇચ્છુક માતા-પિતા દ્વારા કોઈ અન્ય ખર્ચ કવર કરવામાં આવશે નહી.

ડૉ ચૌધરીએ કહ્યું કે નવા નિયમો અનુસાર, સરોગેટની ઉંમર હવે 25-35 વર્ષ વચ્ચેની રાખવામાં આવી છે, તથા તેઓ પોતાના જીવન કાળમાં કેવળ એક વાર સરીગેટના રૂપથી કામ કરી શકે છે, પહેલા આ ત્રણ વખત હતું.  ડૉ ચૌધરીએ કહ્યું કે પહેલા ભારતમાં કમર્શિયલ સરોગસી ખૂબ જ પ્રચલિત હતી તથા તેમા 15 થી 30 લાખ રૂપિયા અથવા વધારે ખર્ચ થતો હતો. પરંતુ હવે આખો ઉદેશ્ય સરોગેટના હિતોની રક્ષા કરવાનો છે જેથી સરોગસીની પ્રક્રિયા દરમિયાન તેમની સારી રીતે સારસંભાળ લેવામાં આવે તથા તેનું શોષણ ન થાય.

સંકળાયેલા મુદ્દાઓ

Surrogacy priyanka ચોપરા સરોગસી Lifestyle
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ