બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / know correct way of lighting diya worship tips

Diya Worship Tips / પૂજાના દિવાથી પણ દૂર થઈ જાય છે ભલભલી બલાઓ, સૌભાગ્યને પામવા અચૂક આ 5 ઉપાય કરો

Bijal Vyas

Last Updated: 10:05 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં રોજની પૂજામાં દીવો પ્રગટાવવાની વિધિ છે, પરંતુ શું તમે જાણો છો કે આ દીવા સાથે સંબંધિત ઉપાયો તમારા જીવન સાથે જોડાયેલા દુ:ખ દૂર કરી શકે છે.

  • ઘરમાં લડાઇ-ઝઘડા થયા કરે છે તો આ રીતે કરો દીવો 
  • એક વખત વપરાયેલા દીવામાં ફરી દીવો ના પ્રગટાવો 
  • દીવાની જ્યોત પશ્ચિમ તરફ ન હોવી જોઈએ

Diya Worship Tips: સનાતન પરંપરામાં ભગવાનની દરરોજ પૂજા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. હિંદુ ધર્મમાં અલગ-અલગ દેવી-દેવતાઓની પૂજા માટે અલગ-અલગ ધાર્મિક વિધિઓ નક્કી કરવામાં આવી છે, પરંતુ તે બધાની પૂજામાં એક વસ્તુ સામાન્ય છે. કોઈપણ પૂજામાં દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે. જે રીતે રાત્રે દીવો પ્રગટાવવાથી અંધકાર દૂર થાય છે, તેવી જ રીતે ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવાથી જીવનનો અંધકાર દૂર થાય છે. આ જ કારણ છે કે કોઈપણ પૂજા કે શુભ કાર્ય પહેલા દીવો વિશેષ રીતે પ્રગટાવવામાં આવે છે. આવો જાણીએ કોઈપણ શુભ પ્રસંગમાં કે દેવી-દેવતાઓની પૂજામાં દીવો પ્રગટાવવા સંબંધિત ઉપાયો અને જરૂરી નિયમો વિશે....

દીવો પ્રગટાવવા સંબંધિત ઉપાયો 
1. જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવા માટે, વિધિ-વિધાન અનુસાર દરરોજ દેવી લક્ષ્મીની પૂજા કરો. આ સાથે ઘરના મુખ્ય દરવાજા પર દરરોજ ઘીનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપા હંમેશા બની રહે છે.

Tag | VTV Gujarati

2. જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો ગ્રહ દોષ હોય તો લોટના ચાર મુખવાળા દીવો બનાવો, તેમાં તેલ નાખીને દરરોજ પ્રગટાવો. માનવામાં આવે છે કે, આમ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવો, ખાસ કરીને શનિની સાડા સતીના કષ્ટોથી મુક્તિ મળે છે.

3. જો તમારા ઘરમાં હંમેશા લડાઈ-ઝગડો થતો રહે છે અથવા કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે તો દરરોજ ઘરના દરવાજાની બંને બાજુ દીવો પ્રગટાવો. દરવાજે રાખેલા દીવામાં હંમેશા શુદ્ધ ઘીનો ઉપયોગ કરો. માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

4. ઘરમાં પૂજા કરતી વખતે જ્યારે પણ તમે મંદિરમાં દીવો કરો છો ત્યારે ધ્યાન રાખો કે દીવાની જ્યોત પૂર્વ દિશા તરફ હોવી જોઈએ. ધ્યાન રાખો કે દીવાની જ્યોત પશ્ચિમ તરફ ન હોવી જોઈએ. વાસ્તુ અનુસાર તેને દોષ માનવામાં આવે છે.

Topic | VTV Gujarati

5. પૂજા કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તૂટેલા કે વપરાયેલા એંઠા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ. આ વાતનું પણ ધ્યાન રાખો કે જો તે દીવો માટીની બનેલો હોય તો તેનો એકવાર ઉપયોગ કરવામાં આવે તો ભૂલથી પણ તેનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ