બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / અજબ ગજબ / know about nirai mata temple open

અજબ ગજબ / ભારતનું આ મંદિર વર્ષમાં માત્ર 5 કલાક જ ખુલે છે, જાણો કેમ અને ક્યાં આવેલું છે આ સ્થળ

ParthB

Last Updated: 01:55 PM, 10 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં એવા ઘણા મંદિર છે જેની સાથે પુરાતનકાળની ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. કેટલાક મંદિરો સાથે ઘણી રહસ્યમય વાર્તાઓ પણ બનેલી છે.

  • માત્ર પાંચ કલાક માટે જ ખુલ્લુ રહે છે
  • છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના એક પહાડ પર આ મંદિર છે
  • માત્ર પુરુષો જ કરે છે પૂજા પાઠ 

માત્ર પાંચ કલાક માટે જ ખુલ્લુ રહે છે
ભારતમાં એવા ઘણા મંદિર છે જેની સાથે પુરાતનકાળની ઘણી બધી ઘટનાઓ જોડાયેલી છે. કેટલાક મંદિરો સાથે ઘણી રહસ્યમય વાર્તાઓ પણ બનેલી છે. ઘણા મંદિરો સાથે જોડાયેલી વાર્તાઓને કારણે ભારતના અમુક મંદિરો માત્ર દેશમાં જ નહીં, પણ વિદેશમાં પણ પ્રખ્યાત છે. કેટલાક મંદિરો તેમની બનાવટને કારણે પ્રખ્યાત છે, તો કેટલાક મંદિરો તેની સાથે જોડાયેલી આસ્થાને કારણે પ્રખ્યાત છે. આજે જે મંદિર વિશે તમે વાંચી રહ્યા છો, તેની પણ એક અનોખી ખાસિયત છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર પાંચ કલાક માટે જ ખુલ્લુ રહે છે. સાથે જ અહિયાં મહિલાઓ માટે પણ ખાસ નિયમો બનાવ્યા છે. 

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના એક પહાડ પર આ મંદિર છે
આ મંદિર છે નિરઈ માતાના મંદિરની. આ મંદિર છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાથી 12 કિલોમીટર દૂર એક પહાડી પર છે. આ મંદિરમાં નિરઈ માતાને સિંદુર, સુહાગ, શૃંગાર, કુમકુમ, ગુલાલ, ચઢાવવામાં નથી આવતું, પણ નારિયેળ અને અગરબત્તીથી જ માતાને પ્રસન્ન કરવામાં આવે છે. આ મંદિર ચૈત્ર મહિનામાં માત્ર 5 કલાક માટે જ ખૂલે છે. તેનો સમય સવારે 4 વાગ્યાથી લઈ 9 વાગ્યા સુધી જ ખુલ્લુ રહે છે. બાકીના દિવસોમાં આ મંદિર બંધ રહે છે. 

પ્રતિકાત્મક તસવીર 

માત્ર પુરુષો જ કરે છે પૂજા પાઠ 
આ સમયમાં હજારો લોકો અહીં આવે છે. માનવામાં આવે છે કે અહિયાં માતાજી આગળ આપમેળે દીવો પ્રજ્વલિત થાય છે. આ રહસ્ય અકબંધ છે. આ ચમત્કાર કઈ રીતે થાય છે તે હજી સુધી કોઈ નથી જાણી શકતું. ગામના લોકો કહે છે કે આ જ્યોત તેલ વિના આપમેળે પ્રજ્વલિત રહે છે. બીજી એક ખાસ વાત એ છે કે અહિયાં માત્ર પુરુષો જ પૂજા પાઠ કરી શકે છે. જ્યાં મહિલાઓ પૂજા પાઠ નથી કરી શકતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Hindu Temple Mata Nirai chhattisgadh છત્તીસગઢ નિરઈ માતા મંદિર OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ