બ્રેકિંગ ન્યુઝ
ParthB
Last Updated: 06:59 PM, 4 June 2021
ADVERTISEMENT
આ દુનિયામાં દરેક લોકો માટે રોટી કપડાં અને મકાન ખૂબ જ જરૂરી હોય છે. આ જરૂરતો પૂરી કરવા માટે વ્યક્તિને પૈસાની જરૂર પડે છે અને પૈસા કમાવા માટે ગામડાથી લઈ શહેર સુધી, એક રાજ્યથી લઈ બીજા રાજ્ય સુધી અને ક્યારેક તો એક દેશથી બીજા દેશ સુધી લોકો જતાં હોય છે. તેઓ કામ કરીને માત્ર પૈસા જ નથી કમાતા પણ સાથે સાથે પોતાનો પણ વિકાસ કરે છે. તે પોતાના જીવનને સારું બનાવવા માટે કોઈ પણ રોજગાર સાથે જોડાઈ જાય છે. આમ તો દેશ વિદેશમાં લોકોને ઘણી નોકરીઓ મળી જતી હોય છે, પણ આજે અમે તમને એવી નોકરીઓ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે હેરાન થઈ જશો.
ટ્રેનમાં ધક્કો મારવાની નોકરી
જાપાનમાં એક નોકરી એવી પણ છે જેમાં સ્ટાફે ટ્રેનમાં લોકોને ધક્કો મારવાનો હોય છે. કારણકે અહિયાંની ટ્રેનો એકદમ ભરચક હોય છે, જેના કારણે ટ્રેનના દરવાજા બંધ નથી થતાં. જેના કારણે આ ભીડને ધક્કો મારી, ટ્રેનનો દરવાજો બંધ કરવાની નોકરી હોય છે.
ADVERTISEMENT
સાંપનું ઝેર કાઢવું
ઝેરીલા સાંપનું ઝેર કાઢવું અને તેને ભેગું કરવું, એ એકદમ સરળ નથી. પણ આ માટે પણ નોકરીઓ મળે છે. જેમાં એક બોટલમાં સાંપના ઝેરને જમા કરવાનું હોય છે. જેનો ઉપયોગ દવા બનાવામાં થાય છે.
કુતરાનું જમવાનું ટેસ્ટ કરવાનું
આ નોકરી વિશે જાણીને તમને થોડુંક વિચિત્ર લાગે છે. જેમાં કુતરાનું જમવાનું બનાવટી કંપનીઓ તે જમાવનું ટેસ્ટ કરવા માટે લોકોન નોકરીઓ આપે છે. તમારે માત્ર એ જમવાનું કેવું છે તેના વિશે તમારે જણાવવાનું.
સુવાની નોકરી
અમુક દેશોમાં માત્ર સુવાની નોકરી આપવામાં આવે છે. જેમાં માત્ર લોકોએ સુવાનું હોય છે અને તેના બદલે તેમને યોગ્ય પૈસા આપવામાં આવે છે. ફિનલેન્ડમાં એક હોટેલે પોતાના રૂમ અને પલંગમાં કેવી ઊંઘ આવે છે તે ચેક કરવા માટે થઈને પ્રોફેશનલ્સ લોકોને રાખ્યા હતા.
રોવાની નોકરી
દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં રોવાની નોકરી આપવામાં આવે છે. ભારતમાં પણ આવી રીતે ઘણી જગ્યાએ રોવાની નોકરી આપવામાં આવે છે. ભારતમાં કોઈ વ્યક્તિના મરણ બાદ રોવા માટે મહિલાઓને પૈસા આપી બોલાવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.