ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Katrina Kaif Announces She is Covid-19 Positive, Has Immediately Isolated Herself

મહામારી / બોલીવુડમાં કોરોના : હવે ટોચની અભિનેત્રી કોરોના પોઝિટીવ, ઈન્સ્ટાગ્રામ પર આપી જાણકારી

Published By: Hiralal

Last Updated: 08:08 PM, 6 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડમાં કોરોના વાઈરસનો ચેપ ફેલાઈ રહ્યો છે. અભિનેતા વિકી કૌશલ બાદ હવે અભિનેત્રી કેટરીના કૈફ પણ કોરોના પોઝિટવ થઈ છે.

ADVERTISEMENT

  • કેટરીના કૈફ કોરોના પોઝિટીવ
  • ઈન્સ્ટાગ્રામ પર ચાહકોને આપ્યા આ સમાચાર
  •  વિકી કૌશલનો પણ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો

કેટરીના કૈફે ઈન્સ્ટાગ્રામ પર  જણાવ્યું કે મારો કોરોનાનો ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. તાત્કાલિક આઈસોલેટ થઈ છું. હોમ ક્વોરન્ટાઈનમાં છું. મારા ડોક્ટરોની સલાહ અનુસાર તમામ સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહી છું. મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરુ છું. તમારા પ્રેમ અને સહયોગ બદલ આભાર. કૃપા કરીને સુરક્ષિત રહો અને તમારી જાતની કાળજી રાખો. 

વિકી કૌશલનો પણ કોરોના ટેસ્ટ પોઝિટીવ

કેટરીના કૈફ પહેલા તેના કહેવાતા બોયફ્રેન્ડ વિકી કૌશલનો પણ કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. વિકીની ઉપરાંત ભૂમિ પેડનકરને પણ કોરોના થયો છે. ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત થતા હાલ ક્વોરન્ટાઈનમાં છે. આટલી મોટી સંખ્યામાં સેટ પર લોકો સંક્રમિત થતાં ફિલ્મ માટે પરેશાની ઊભી થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર સોમવારે એટલે કે 5 એપ્રિલે 100 લોકો રામ સેતુના સેટ પર કામ શરૂ કરવાના હતા. આ બધાં મડ આઈલેન્ડમાં ફિલ્મના સેટને જોઈન કરવાના હતા. પરંતુ એ પહેલાં જ 45 જૂનિયર આર્ટિસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા. જે બાદ તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા.

ફિલ્મ રામ સેતુના સેટ પર 45 લોકો કોરોના સંક્રમિત

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયન સીને એમ્પ્લોઇઝ (FWICE)ના જનરલ સેક્રેટરી અશોક દૂબેએ કહ્યું કે રામ સેતુની ટીમ તમામ સાવધાની રાખી રહી છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે જુનિયર આર્ટિસ્ટ એસોસિયેશનના 45 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આ તમામને કોરન્ટાઈન કરવામાં આવ્યા છે.અક્ષય સહિત 45 જૂનિયર આર્ટિસ્ટના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે સોમવારે થનારી શૂટિંગ ટાળવામાં આવી છે. એક અહેવાલ અનુસાર હવે ફિલ્મની શૂટિંગ 13-14 દિવસ બાદ શરૂ થશે. અક્ષય કુમાર કોરોના પોઝિટિવ આવતા પહેલાં મડ આઈલેન્ડમાં રામ સેતુની શૂટિંગ કરી રહ્યો હતો. તેનામાં ટેસ્ટ પહેલાં કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા અને તે બિલ્કુલ ફિટ હતો.

કોરોનાથી બચવા લાખો રૂપિયા ખર્ચ કરાયા

સૂત્રો મુજબ, સાવધાની તરીકે શૂટિંગ પહેલાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જે કોરોના ટેસ્ટમાં પાસ થતું નથી તેમને રામ સેતુના ડિરેક્ટર આઈસોલેટેડ રાખે છે અને પૈસા પણ આપે છે. ફિલ્મની યૂનિટમાં જો કોઈની તબિયત સારી નથી તો તરત જ તેને યૂનિટ દ્વારા કરાયેલી વ્યવસ્થામાં અલગ રાખવામાં આવે છે. રામ સેતુના સેટ પર બહુ બધી પીપીઈ કિટ પણ છે. રામ સેતુની શૂટિંગના પહેલાં જ દિવસે કોરોના ટેસ્ટ અને આઈસોલેશનમાં લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Katrina Kaif corona in Bollywood covid pandemic nation corona કૈટરીના કૈફ કોરોના વાઈરસ કોવિડ મહામારી બોલીવુડમાં કોરોના katrina kaif

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ