બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Kashmir issue SC tells Centre to file affidavit on efforts made to restore normalcy in Valley

જમ્મૂ કાશ્મીર / SCમાં સુનાવણી: ગુલામનબી આઝાદને મળી કાશ્મીર જવાની મંજૂરી, 4 જિલ્લાની કરી શકશે મુલાકાત

Bhushita

Last Updated: 12:59 PM, 16 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવી દીધાને 40 દિવસથી પણ વધારેનો સમય થઈ ચૂક્યો છે. મોબાઈલ સર્વિસ, ઈન્ટરનેટ સિવાય પણ અનેક પાબંધીઓમાં રાહત આપવામાં આવી રહી છે. પરિસ્થિતિ અંગે સુપ્રીમે 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ પાબંધીઓ તેમજ ત્યાં જવાને લઈને 8 કેસ પર સુનાવણી થઈ રહી છે. ફારુક અબ્દુલ્લા કેસમાં કેન્દ્રને નોટિસ મળી છે. SCએ આઝાદને કાશ્મીર જવાની પરમિશન આપી. 4 જિલ્લાની મુલાકાત પણ કરી શકશે

  • જમ્મૂ કાશ્મીરને લઈને SCમાં મોટો દિવસ
  • આર્ટિકલ 370 પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
  • ફારુક અબ્દુલ્લા કેસમાં કેન્દ્રને મળી નોટિસ
  • ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની ખંડપીટમાં ચાલી રહી છે સુનાવણી
જમ્મૂ કાશ્મીર બંધનો ફાઈલ ફોટો

CJIએ કહ્યું, રાષ્ટ્રિય સુરક્ષાને લઇને નિર્ણય લે સરકાર
SCએ આઝાદને કાશ્મીર જવાની પરમિશન આપી. 4 જિલ્લાની મુલાકાત પણ કરી શકશે. સુપ્રીમ કોર્ટે સોમવારે જમ્મૂ કાશ્મીર સાથે જોડાયેલી 8 અરજીઓ પર સુનાવણી કરી. કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગુલામ નબી આઝાદની અરજી પર સુનાવણી સમયે કોંગ્રેસના નેતાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી. સુપ્રીમ કોર્ટે ગુલામ નબી આઝાદને કાશ્મીર જવાની પરમિશન આપી. આ સમયે તેઓ 4 જિલ્લાની મુલાકાત લઈ શકશે. આ સમયે તેઓ કોઈ રાજનૈતિક કાર્યક્રમમાં ભાગ લઈ શકશે નહીં. ત્યાં ગયા પછી પણ તેઓ સુપ્રીમ કોર્ટમાં એક રિપોર્ટ આપશે. આ માટે કેન્દ્રને નોટિસ આપવામાં આવી છે. 

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 5 ઓગસ્ટ પછી હાલ સુધી ઘાટીમાં કોઈ પ્રકારનું નુકસાન થયું નથી. 87 ટકા કાશ્મીરથી પાબંધીઓ હટાવી લેવામાં આવી છે. જમ્મૂ અને લદ્દાખમાં કોઈ પાબંધી નથી. સરકારે કહ્યું કે મેડિકલ, શાક અને બજારોમાં રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવાનું કહ્યું છે. 

SCમાં મીડિયાની આઝાદી પર સુનાવણી
પત્રકાર અનુરાધા ભસીનની અરજી પર સુનાવણી સમયે અદાલતમાં જણાવવામાં આવ્યું કે ઘાટીમાં હાલમાં પણ ન ઈન્ટરનેટ કામ કરી રહ્યું છે અને ન તો સંચાર માધ્યમની સુવિધા છે. એટોર્ની જનરલે જવાબ આપ્યો કે શ્રીનગર- જમ્મૂમાં સતત ન્યૂઝ છપાઈ રહ્યા છે. સુનાવણીના સમયે કોર્ટમાં પૂછવામાં આવ્યું કે હાલ સુધી કાશ્મીરમાં સંચાર વ્યવસ્થા કેમ શરૂ કરાઈ નથી. તો તેનો જવાબ મળ્યો કે મીડિયા પર્સન તેનો ઉપયોગ કરી રહ્યા છે. કોર્ટે કેન્દ્રને સરકારને નિયમ જાહેર કરવા કહ્યું અને સાથે એટોર્ની જનરલે આ સમયે કોર્ટ પાસે 2 અઠવાડિયાનો સમય માંગ્યો.

સીતારામ યેચૂરીનો ફાઈલ ફોટો

યેચૂરીની અરજી પર તરત સુનાવણી નહી
સીતારામ યેચૂરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે તરત જ સુનાવણી કરવાનો નિર્ણય કર્યો છે. ચીફ જસ્ટિસે સુનાવણી સમયે કહ્યું કે એમવાઈ તારિગામીની લોકેશન જાણી લેવામાં આવી છે તો તેમાં ઉતાવળની જરૂર નથી. કોર્ટે આ સમયે તેમની તબિયતની પણ જાણકારી મેળવી હતી. સરકારની તરફથી જણાવવામાં આવ્યું છે કે તેઓ હાલમાં જમ્મૂ કાશ્મીર ભવનમાં છે. ચીફ જસ્ટિસે આ સમયે એમવાઈ તારીગામીને જમ્મૂ કાશ્મીરમાં જવાની પરમિશન આપી છે. તેઓએ પૂછ્યું કે હાલ સુધી તેમને રાજભવનમાં શા માટે રાખવામાં આવ્યા છે. જો તેમની તબિયત સારી છે અને તે જવા ઈચ્છે છે તો તેમને કેમ રોકવામાં આવી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટને કેન્દ્રની નોટિસ
જમ્મૂ કાશ્મીરના વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ચૂકી છે. સૌ પહેલાં વાઈકોની અરજી પર સુનાવણી થઈ રહી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ આ સમયે કહ્યું કે હાલમાં ત્યાંની સ્થિતિ શું છે? હાલ સુધી કોઈ રેકોર્ડ જોવા મળ્યા નથી. વાઈકોના વકીલે કહ્યું કે ગૃહમંત્રાલય કહી રહ્યું છે કે કોઈને કસ્ટડીમાં લેવાયા નથી. NSA કહે છે કે કેટલાક કિસ્સામાં કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ફારુક અબ્દુલ્લાને કસ્ટડીમાં લેવાના કેસમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ આપી છે. 30 સપ્ટેમ્બર સુધી જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. 

ફોટો સૌજન્ય - Twitter.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ