ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Karwa Chauth Shocker for UP Man as Wife Elopes With Brother-in-Law After Festive Shopping

ચોથની બેવફાઈ / કરવા ચૌથે પતિના બનેવીને લઈને ભાગી પત્ની, એ પહેલા પતિ પાસે કરાવ્યું ચોંકાવનારું કામ, ઉંમર નહીં ટેન્શન વધ્યું

Published By: Hiralal

Last Updated: 08:11 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના મેરઠમાં કરવા ચૌથના તહેવારે એક પત્નીની બેવફાઈની ઘટના સામે આવી છે જેમાં પત્નીએ પતિ પાસે કરવા ચૌથની ખૂબ ખરીદી કરાવી અને પછી બધી વસ્તુઓ લઈને જિજા સાથે ભાગી નીકળી હતી.

ADVERTISEMENT

  • યુપીના મેરઠમાં કરવા ચૌથ પર પત્નીની બેવફાઈ
  • પતિ પાસે મોંઘી મોંઘી વસ્તુઓ ખરીદાવી
  • મોલમાંથી વસ્તુઓ લઈને જિજા સાથે ભાગી ગઈ
  • સાથે 16 મહિનાનું છોકરું પણ લેતી ગઈ 

આજે આખા દેશમાં સુહાગણ મહિલાઓ માટેનો ખાસ  કરવા ચૌથનો તહેવાર ઉજવાઈ ગયો. સુહાગણ નારીઓએ તેમના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા-અર્ચના કરી હતી. આ પવિત્ર તહેવારે એક કિસ્સો એવો પણ આવ્યો કે જેમાં પતિની ઉંમર વધવાની વાત તો બાજુએ રહી ગઈ પરંતુ ઉલટાનું તેનું ટેન્શન વધી ગયું અને હવે પોતાનું શું થશે તે ચિંતા તેને કોરી ખાવા લાગી છે. 

યુપીના મેરઠમાં કરવા ચૌથ પર પત્નીની બેવફાઈ
યુપીના મેરઠમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પત્ની કરવા ચૌથના દિવસે જ તેના જિજા સાથે ભાગી નીકળતાં પતિ હાથ ધસતો રહી ગયો હતો. પરણેલી એક મહિલા તેના જિજાને પ્રેમ કરતી હતી. પતિ અને તેમનું 16 મહિનાનું બાળક હોવા છતાં પણ તે જિજાને ચાહતી હતી, તે પણ તેને પ્રેમ કરતો હતો. પતિ આ વાતથી અજાણ હતો અને બન્નેએ બરાબર કરવા ચૌથના દિવસે જ ભાગી જવાનું ગોઠવ્યું હતું. 

મેરઠમાં બનેલા આ કિસ્સાની 10 વાતો 
1. આ વિચિત્ર કિસ્સો મેરઠના જાનીપુર વિસ્તારનો છે. પતિનું કહેવું છે કે થોડા દિવસ પહેલા તે કરવા ચોથ પર પત્ની માટે શોપિંગ કરવા ગયો હતો.

2. પરંતુ કરવા ચોથની ઉજવણી કરતા પહેલા, પત્ની મારા જિજાજી સાથે ભાગી ગઈ હતી. તે તેની સાથે પોતાના 16 મહિનાના બાળકને પણ લઈ ગઈ હતી.

3. પીડિતાના પતિ અશોકે પત્નીને પરત લાવવા માટે પોલીસને આજીજી કરી છે. એસએસપી ઓફિસ પહોંચેલા પતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે પોતે પત્ની સાથે કરવા ચોથના રોજ ઉપવાસ કરતો હતો.

4. પીડિત પતિએ જણાવ્યું કે, પત્નીના બનેવી સાથે ભાગી જવાથી તે ખૂબ જ દુખી છે. પતિએ એસએસપી ઓફિસને જણાવ્યું કે, આ મામલે તે અનેકવાર પોલીસ સ્ટેશન ગયો હતો, પરંતુ તેની વાત સાંભળવામાં આવી ન હતી.

5. પતિનું કહેવું છે કે, તેના જિજા રાહુલે તેની પત્નીને લલચાવી-ફોસલાવી છે. આ વાતથી તેની બહેન પણ પરેશાન છે.

6. પતિએ કહ્યું કે તેના લગ્નને 5 વર્ષ થયા છે. તેણે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તેની પત્ની આવું પગલું ભરી શકે છે.

7. પોલીસનું કહેવું છે કે, તેઓ મહિલા અને પીડિતાના સાળાને શોધી રહ્યા છે. મળતાની સાથે જ સામસામે બેસીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે. 

8. એસએસપી ઓફિસમાં યુવકે જણાવ્યું કે, તેના અને તેની બહેનનો પરિવાર તેના સાળા અને પત્નીના કારણે બરબાદ થઈ ગયો છે. એસએસપી રોહિત સિંહ સજવાને સ્ટેશન હાઉસ ઓફિસરને આ મામલાની તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે.

9. અશોકના જણાવ્યા અનુસાર, 5 વર્ષ પહેલા તેના લગ્ન થાણા ગંગાનગરના આમ્હેરા ગામની રહેવાસી લખીરામની પુત્રી પ્રિયા સાથે થયા હતા. લગ્ન પછી બધું બરાબર ચાલી રહ્યું હતું.

10. પીડિતાનો આરોપ છે કે તેનો બનેવી રાહુલ એક રીઢા બદમાશ છે. બે વર્ષ પહેલા તે પણ એક વિદ્યાર્થીની સાથે ભાગી ગયો હતો. પીડિતાને શંકા હતી કે તે પત્ની અને પુત્રની હત્યા પણ કરી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Karwa Chauth 2023 Karwa Chauth Shocker for UP UP Karwa Chauth Shocker karwa chauth celebrations meerut karwa chauth news કરવા ચૌથ 2023 UP Karwa Chauth Shocker

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ