બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Karan Johar was accused of stealing the story of the movie 'Jug Jug Jio', the court heard the decision regarding the release ...

મનોરંજન / કરણ જોહર પર લાગ્યો ફિલ્મ 'જુગ જુગ જીયો'ની સ્ટોરી ચોરી કરવાનો આરોપ, કોર્ટે રીલીઝને લઈને સંભળાવ્યો આવો નિર્ણય...

Published By: Megha

Last Updated: 06:46 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મમાં આવેલ એક ગીત ચોરી આરોપ પછી હવે ધર્મા પ્રોડક્શન અને મશહુર ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર પર આ ફિલ્મની વાર્તા ચોરી કરવાનો મોટો આરોપ લાગ્યો.

  • રીલીઝ પહેલા આ ફિલ્મ પર વધુ મુશ્કેલીના વાદળો મંડરાયા
  • ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર પર આ ફિલ્મની વાર્તા ચોરી કરવાનો મોટો આરોપ
  • ચી કોર્ટમાં 21 જૂને આ ફિલ્મની સ્ક્રીનીંગનો આદેશ

કરણ જોહરની ફિલ્મ જુગ જુગ જીયો ફરી એક વખત મુશેલીઓમાં ફસાઈ છે. શરૂઆતથી જ આ ફિલ્મ વિવાદોમાં ફસાયેલી રહી છે એવામાં રીલીઝ પહેલા આ ફિલ્મ પર વધુ મુશ્કેલીના વાદળો મંડરાયા. વરુણ ધવન અને કીયારા અડવાણી સ્ટાટર ફિલ્મ જુગ જુગ જીયો પર વધુ એક આરોપ લાગ્યો છે. સૌપ્રથમ ફિલ્મમાં આવેલ એક ગીત ચોરી કરી છે એવા આરોપ લાગ્યા હતા અને આ આરોપો વચ્ચે હવે ધર્મા પ્રોડક્શન અને મશહુર ફિલ્મ ડાયરેક્ટર કરણ જોહર પર આ ફિલ્મની વાર્તા ચોરી કરવાનો મોટો આરોપ લાગ્યો છે. આ આરોપ પર રાંચી સિવિલ કોર્ટે કોપીરાઈટ એક્ટ ને ધ્યાનમાં રાખતા એક મહત્વ પૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. 

ફિલ્મ રીલીઝ પહેલા કોર્ટમાં થશે સ્ક્રીનીંગ
રાંચી સિવિલ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે કે આ ફિલ્મ રીલીઝ પહેલા તેની સ્ક્રીનીંગ કોર્ટ સમક્ષ થશે અને એ સ્ક્રીનીંગ માટે કોર્ટે ૨૧ જુનની તારીખ નક્કી કરી છે.  કારણ જોહરની આ ફિલ્મ 24 જુનના રોજ રીલીઝ થવા જઈ રહી છે. રાંચી કોર્ટના જજ એમસી ઝાએ કહ્યું છે કે સ્ક્રીનીંગ પછી જ અદાલત નિર્ણય આપશે કે આ ફિલ્મમાં કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન થયું છે કે નહીં. આ ફિલ્મની વાર્તા ચોરી કરેલ છે આ આરોપ લેખક વિશાલ એ સિંહે ધર્મ પ્રોડક્શન પર લગાવ્યો છે. એમને જણાવ્યું હતું કે બન્ની રાનીના નામે એમને આ વાર્તા ધર્મા પ્રોડક્શનમાં મોકલી હતી પણ આગળ એમનો કશો જવાબ આવ્યો નહતો. હવે એમને જણાવ્યા વિના આ વાર્તા પર ફિલ્મ બનાવી નાખી છે. 

ફિલ્મનું ટ્રેલર ૨૨ મેના રોજ રીલીઝ કરવામાં આવ્યું હતું અને ત્યારે એમને ખબર પડી કે આ વાર્તા એમની લખેલ છે જે ફિલ્મ તરીકે ધર્મા પ્રોડક્શન રીલીઝ કરવા જઈ રહી છે.  વિશાલ સિંહે આગળ એમ પણ જણાવ્યું હતું કે કરણ જોહરે આ ફિલ્મની વાર્તા વાંચીને એમને પાછી મોકલી દીધી હતી અને સાથે એમ પણ કહ્યું હતું કે આ વાર્તા એમના કોઈ કામની નથી પણ હવે એ જ વાર્તા પર એમને ફિલ્મ બનાવી લીધી છે. આ પછી એમણે રાંચી સિવિલ કોર્ટમાં ધર્મા પ્રોડક્શન સામે કોપીરાઈટ એક્ટ 1957 ના ઉલ્લંઘન અને ચોરીના આરોપ હેઠળ યાચિકા આપી હતી. આ યાચિકાને ધ્યાનમાં લઈને રાંચી કોર્ટમાં 21 જૂને આ ફિલ્મની સ્ક્રીનીંગનો આદેશ આપવામાં આવ્યો છે.  

બીજી તરફ પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હક એ કારણ જોહર પર તેની આવનારી ફિલ્મ જુગ જુગ જીયોના ગીત 'નચ પંજાબણ'ની ચોરીનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કરણ જોહર અને તેમની આખી ટીમ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી હતી. આ સાથે જ કરણ જોહરી આ ફિલ્મ નેપોટીઝમના મુદ્દાને કારણે પણ ઘણા વિવાદોમાં ઘેરાયેલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Film Karan Johar jug jug jiyo ગુજરાતી ન્યૂઝ Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ