બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut reaction on salman khan y plus security given after constant death threats

બોલિવુડ / 'ડરવાની કોઇ જરૂર...', સલમાન ખાનને Y+ સિક્યોરિટી અપાતા જ સામે આવ્યું કંગનાનું રિએક્શન

Manisha Jogi

Last Updated: 04:48 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાનને સતત મારી નાખવાની ધમકીઓને પગલે Y+ કેટેગરીની સુરક્ષા. કંગના રનૌતે સલમાન ખાનને મળેલ સુરક્ષા બાબતે રિએક્શન આપ્યું

  • સલમાન ખાનને Y+ કેટેગરીની સુરક્ષા. 
  • સિક્યોરિટી વધારવા બાબતે સલમાન ખાનનું નિવેદન.
  • બોલિવુડ ક્વીને ભાઈજાનને કહ્યું નિશ્ચિત રહો.

બોલીવુડના ભાઈજાન તેમની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને કારણે ચર્ચાનો વિષય બની ગયા છે. આ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરી લીધી છે અને વૈશ્વિક સ્તરે 150 કરોડથી વધુની કમાણી કરી છે. સલમાન ખાનને સતત મારી નાખવાની ધમકીઓને પગલે એક ટીવી ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે, તેમણે Y+ કેટેગરીની સુરક્ષાનો પણ અનુભવ કરી લીધો છે. કંગના રનૌતે સલમાન ખાનને મળેલ સુરક્ષા બાબતે રિએક્શન આપ્યું છે. 

સલમાન ખાનને Y+ કેટેગરીની સુરક્ષા
સલમાન ખાનને સતત મારી નાખવાની ધમકીઓને પગલે મુંબઈ પોલીસે ભાઈજાનને Y+ કેટેગરીની સુરક્ષા આપી છે. સલમાન ખાનને એક ધમકીભર્યો મેઈલ કરવામાં આવ્યો હતો કે, ત્યાર પછી મુંબઈ પોલીસે ભાઈજાનની સુરક્ષામાં વધારો કર્યો હતો. સલમાન ખાનના ફેન્સને પણ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં તેમના ઘર અને ઓફિસની બહાર એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી નહોતી. 

સિક્યોરિટી વધારવા બાબતે સલમાન ખાનનું નિવેદન
સલમાન ખાને એક ટીવી શોમાં જણાવ્યું હતું કે, ‘અસુરક્ષાની સામે સુરક્ષા વધુ યોગ્ય છે. સિક્યોરિટી છે, રસ્તાઓ પર હવે સાયકલ લઈને જવું શક્ય નથી. જ્યારે હું ટ્રાફિકમાં હોઉં છું, ત્યારે એટલી હદે સુરક્ષા હોય છે કે, આ વાહન અન્ય લોકો માટે પરેશાની બની જાય છે. ત્યારે મારા ફેન્સ મને જોતા હોય છે. ગંભીર ધમકીને ધ્યાને લઈ કડક સુરક્ષા આપવામાં આવી છે. મારી આસપાસ મારા બોડીગાર્ડ શેરાની જેમ અન્ય શેરા પણ હોય છે. એટલી બધી બંદૂક હોય છે કે, તે જોઈને હું ખુદ ડરી જાઉં છું’

Y+ કેટેગરીની સુરક્ષા બાબતે કંગનાનું નિવેદન? 
લોરેન્સ બિશ્નોઈ દ્વારા સતત મારી નાખવાની ધમકી આપવાતા ભાઈજાનને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. આ બાબતે કંગના રનૌતે નિવેદન આપ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથમાં દેશની સુરક્ષા છે અને ડરવાની જરૂર નથી. અગાઉ કંગનાને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને ત્યાર પછી સુરક્ષા પણ આપવામાં આવી હતી. 

10 એપ્રિલના રોજ સલમાન ખાનને ધમકીભર્યો ફોન
મુંબઈ પોલીસે તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે, 10 એપ્રિલના રોજ કંટ્રોલરૂમમાં ધમકીભર્યો ફોન આવ્યો હતો. મુંબઈ પોલીસે ખુલાસો કરતા જણાવ્યું છે કે, કોલ કરનાર વ્યક્તિ સગીર હતો. સલમાન ખાનને ધમકીભર્યો મેઈલ કરવાના આરોપસર 26 માર્ચના રોજ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ