બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / K Kavita in judicial custody till April 23 in money laundering case

દિલ્હી / લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કે કવિતાને મોટો ઝટકો, કોર્ટે 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી

Priykant Shrimali

Last Updated: 01:19 PM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેસીઆરની પુત્રી કે કવિતાને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આંચકો

Lok Sabha Election 2024 : દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આજે BRS નેતા કે કવિતાની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. વાત જાણે એમ છે કે, તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેસીઆરની પુત્રી કે કવિતાને દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આંચકો લાગ્યો છે.  કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કવિતાને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની માંગ કરતા કહ્યું કે, તેમણે પુરાવા સાથે ચેડા કર્યા છે. આ સિવાય કવિતાએ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પણ પ્રયાસ કર્યો છે.

 

BRS નેતા કે કવિતાએ ન્યાયાધીશ સાથે વાત કરવાની અને તેના વિચારો વ્યક્ત કરવાની માંગ કરી પરંતુ કોર્ટે તેને મંજૂરી આપી નહીં. તેમણે જજને પત્ર લખ્યો છે. આમાં કવિતાએ દાવો કર્યો હતો કે, મારે એક્સાઈઝ પોલિસી સાથે કોઈ લેવાદેવા નથી. હું પીડિત છું. ED અને CBI દ્વારા 2.5 વર્ષથી મીડિયા ટ્રાયલ દ્વારા તપાસ ચાલી રહી છે.

વધુ વાંચો: સોશ્યલ મીડિયા સ્ટાર છે આ ટ્રક ડ્રાઈવર, આનંદ મહિન્દ્રાના પણ બન્યા તેના ફેન, શેર કર્યો વીડિયો

કે કવિતાએ શું કહ્યું?
BRS નેતા કે કવિતાએ કોર્ટને કહ્યું કે, મેડમ જસ્ટિસ આજે ED અને CBIના 95 ટકા કેસ વિપક્ષી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ છે. જ્યારે આરોપી ભાજપમાં જોડાય છે ત્યારે તપાસ અચાનક અટકી જાય છે. સંસદમાં ભાજપના નેતાઓ ખુલ્લેઆમ વિપક્ષને ધમકી આપે છે અને કહે છે કે ચૂપ રહો નહીં તો હું ED મોકલીશ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 કે કવિતા કેસીઆર તેલંગાણા દિલ્હી લિકર પોલિસી મની લોન્ડરિંગ કેસ Lok Sabha Election 2024
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ