બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / justin trudeaus plane could not be repaired indian government neutral stay

G20 Summit / G20 સંપન્ન, છતાં 36 કલાકથી ભારતમાં જ ફસાયેલા છે કેનેડાના PM જસ્ટિન ટ્રુડો, સરકાર નથી આપી રહી ભાવ, જાણો કારણ

Arohi

Last Updated: 11:40 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G20 Summit Justin Trudeaus: કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોના વિમાનમાં ટેક્નીકલ ખામી આવી હતી. તે રવિવારે જ કેનેડા જવા રવાના થવાના હતા પરંતુ 36 કલાકથી વધારે સમયથી તે ભારતમાં જ ફસાયેલા છે.

  • ભારતમાં ફસાયા કેનેડાના પ્રધાનમંત્રી 
  • જસ્ટિન ટ્રૂડોના વિમાનમાં ટેક્નીકલ ખામી 
  • સરકાર નથી આપી રહી ભાવ

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો માટે મુશ્કેલીની સ્થિતિ ઉભી થઈ છે. તે રવિવારે જ ભારતથી રવાના થવાના હતા પરંતુ તેમના વિમાનમાં ટેક્નીકલ ખામી આવી ગઈ. છેલ્લા બે દિવસથી તે દિલ્હીના લલિત હોટલમાં જ રોકાયેલા છે. તેમના માટે આ સ્થિતિ એટલે સહજ છે કે બે દિવસમાં સરકારની તરફથી તેમને કોઈ ભાવ નથી આપવામાં આવી રહ્યો. 

તેમની સાથે કોઈ ભારતીય નેતાની વાત પણ નથી થઈ અને મુલાકાત પણ નથી થઈ. મંગળવારનો દિવસ તેમણે દિકરા સાથે હોટલમાં જ પસાર કર્યો. હવે તેમને અને પ્રતિનિધિમંડળને લેવા માટે કેનેડાથી બેકઅપ વિમાન આવી રહ્યું છે. 

ભારતમાં 36 કલાકથી અટકાયેલા છે જસ્ટિન ટ્રૂડો
જણાવી દઈએ કે દ્વિપક્ષીય બેઠક વખતે પ્રધાનમંત્રી મોદીએ કેનેડામાં ભારત વિરોધી ગતિવિધિઓનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે પોતાના દેશમાં તે ઘૃણા અને હિંસા રોકવાના દરેક પ્રયત્ન કરે છે. 

કેનેડામાં ખાલિસ્તાનીઓના મૃતદેહ મળવાના મુદ્દાને લઈને ભારતનું કડક વલણ છે. એવામાં તેમના માટે આ અજીબ સ્થિતિ ઉભી થઈ છે જ્યારે તેમને કોઈ કામ વગર ભારતમાં 36 કલાકથી વધારેનો સમય પસાર કરવો પડી રહ્યો છે. બીજી તરફ કેનેડામાં ખાલીસ્તાનીનો પોતાનો અલગ એજન્ડો છે.  

વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ટ્રૂડોના દિલ્હીમાં રોકાયા બાદ કોઈ બીજી ઓફિશ્યલ બેઠક માટે કોઈ નિવેદન નથી મળ્યું. ત્યાં જ એરપોર્ટ પર ટ્રૂડોને રિસીવ કરનાર રાજીવ ચંદ્રશેખરે કહ્યું છે કે તેમને ફક્ત સ્વાગતની જવાબદારી આપવામાં આવી હતી. 

કેનેડાથી આવી રહ્યું છે બેકઅપ પ્લેન 
સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે કેનેડાની એર ફોર્સ જસ્ટિન ટ્રૂડો અને તેમના પ્રતિનિધિમંડળને લઈ જવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. જાણકારી અનુસાર કેનેડાથી એક બેકઅપ પ્લેન તેમને લેવા માટે આવી રહ્યું છે. 

સૂત્રોનું કહેવું છે કે મંગળવારે બપોર બાદ કેનેડાના પીએમ રવાના થઈ શકે છે. જણાવી દઈએ કે કેનેડાના પ્રધાનમંત્રીની સાથે તેમના 16 વર્ષના દિકરા જેવિયર પણ છે. તે દકાર્તા, સિંગાપુરમાં પણ તેમની સાથે હતા. દિલ્હીમાં જાપાન અને કેનેડાના પ્રધાનમંત્રી માટે હોટલ લલિત બુક કરવામાં આવી હતી. હવે હોટલ લલિતમાં 30 રૂમમાં કેનેડાના પીએમ અને તેમના સાથી રોકાયેલા છે. 

પહેલા પણ ખરાબ થઈ ચુક્યું છે કેનેડાના પીએમનું વિમાન 
જસ્ટિન ટ્રૂડોના વિમાનમાં ખરાબી બાદ કેનેડાના મીડિયામાં તેની ચર્ચા થઈ રહી છે. એક શોમાં કહેવામાં આવ્યું છે કે નવું વિમાન ઓર્ડર ન કરવાના કારણે ઘણા વખત અપમાન થાય છે. 2018માં પણ કેનેડાના પ્રધાનમંત્રી જ્યારે ભારત પ્રવાસ પર આવ્યા હતા ત્યારે આમ થયું હતું. 

દિલ્હીથી રવાના થવા પહેલા તેમના વિમાન એ-310માં ખરાબી આવી હતી. તેમનું વિમાન 35 વર્ષથી વધારે જુનુ છે. જોકે આ કોઈ મોટી વાત નથી. અમેરિકી રાષ્ટ્રપતિનું એરફોર્સ વન વિમાન 36 વર્ષ જુનુ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ