બિહારમાં ફરીથી એક વાર વડાપ્રધાન બનવા માટે નીતીશ કુમારની માંગ કરવામાં આવી છે. આ વખતે, જેડીયૂનાં નેતાએ વડાપ્રધાનનાં ઉમેદવારને લઇને નીતિશ કુમારનું નામ આપ્યું છે. ગુલામ રસૂલ બલિયાવી વર્તમાનમાં બિહાર વિધાન પરિષદનાં સભ્ય છે. તેઓ જેડીયૂ રાજ્યસભાનાં સભ્ય પણ રહી ચૂક્યાં છે અને તેમને નીતિશ કુમારનાં વિશ્વાસુ માનવામાં આવે છે.
પટનાઃ બિહારમાં એક વાર ફરીથી નીતિશ કુમારને પ્રધાનમંત્રી બનાવવાની માંગ થવા લાગી છે. આ વખતે જેડીયૂનાં જ એક નેતાએ પ્રધાનમંત્રી પદને લઇને નીતિશ કુમારનાં નામની રજૂઆત કરી છે. જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું કે, આ વખતની ચૂંટણીમાં પીએમ મોદીને બહુમત નથી મળી રહ્યું જેથી નીતિશ કુમારને પીએમ ઉમેદવાર જાહેર કરવામાં આવે.
જેડીયૂ નેતા ગુલામ રસૂલ બલિયાવીએ કહ્યું કે, "આ વખતે મોદીજીને બહુમત નથી મળી રહ્યું. જેથી નીતિશ કુમારને પીએમ ઉમેદવારનાં રૂપમાં રજૂ કરવા જોઇએ." જેડીયૂ નેતાનું આ નિવેદન ગઠબંધન સાથી બીજેપીને અસહજ કરી શકે છે. તમને જણાવી દઇએ કે ગુલામ રસૂલ બલિયાવી વર્તમાનમાં બિહાર વિધાન પરિષદનાં સભ્ય છે. તેઓ જેડીયૂ રાજ્યસભાનાં સભ્ય પણ રહી ચૂક્યાં છે અને તેમને નીતિશ કુમારનાં વિશ્વાસુ માનવામાં આવે છે.
ત્યારે આ પહેલાં પણ નીતિશ કુમારનાં પ્રધાનમંત્રી પદનાં દાવેદારની ચર્ચા રાજનૈતિક મુદ્દાઓમાં રહી છે. જો કે, નીતિશ કુમારે ક્યારેય પણ પીએમ બનવાની ઇચ્છાને ક્યારેય ખુલ્લી રીતે જાહેર નથી કરી અને તેઓ દર વખતે આવાં નિવેદનને ખારીજ કરતા રહ્યાં છે.
દેશમાં આ વખત સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી થઇ રહી છે. પાંચ ચરણની ચૂંટણી તો ખતમ પણ થઇ ગઇ અને હવે આગનાં બે ચરણોમાં 12 અને 19મેનાં રોજ ચૂંટણી થશે. આ અંતિમ બે ચરણોમાં બિહારમાં 16 સીટો પર ચૂંટણી થશે. મત ગણતરી એટલે કે પરિણામ 23મેનાં રોજ શરૂ કરાશે.