બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jamanpagina Muwada Primary School in Lunawada in dispute

VTV IMPACT / મહીસાગરની પ્રાથમિક શાળામાં દુષ્કર્મી આસારામના ફોટાની પૂજા, પ્રવચન પણ સંભળાવ્યું, ધતિંગ ઉઘાડું પડતાં છૂટયો આદેશ

Dinesh

Last Updated: 07:54 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લુણાવાડામા જામાંપગીના મુવાડાની પ્રાથમિક શાળામાં બળાત્કારના આરોપી આસારામના ફોટાની શિક્ષકો અને વિદ્યાર્થીઓ પૂજા કરી અને પ્રવચન સાંભળ્યું.

  • લુણાવાડામા જામાંપગીના મુવાડાની પ્રાથમિક શાળા વિવાદમાં
  • બળાત્કારના આરોપી આસારામના ફોટાની પૂજા કરાવી
  • શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બળાત્કારના આરોપીની તસ્વીરની પૂજા કરી

મહીસાગરના લુણાવાડામાં જામાંપગીના મુવાડાની પ્રાથમિક શાળા વિવાદમાં ઘેરાઈ છે. જામાંપગીના મુવાડાની પ્રાથમિક શાળામાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરાવી હોવાની ઘટના સામે આવી છે. જે સમગ્ર ઘટનાનો વીટીવીએ અહેવાલ દર્શાવ્યા હતો જે બાદ તંત્ર દોડતું થયું છે અને જિલ્લાની વિવિધ સ્કૂલો એક બાદ એક સામે આવી છે જ્યાં આસારામના ફોટાની પૂજા કરાઈ છે.

આસારામના ફોટાની પણ પૂજા કરાઈ
મહીસાગરના લુણાવાડામાં જામાંપગીના મુવાડાની પ્રાથમિક શાળામાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરાવી હોવાની ઘટના સામે આવી છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બળાત્કારના આરોપીની તસ્વીરની પૂજા કરી છે. પાપ્ત માહિતી અનુસાર 14થી 17 ફેબ્રુઆરી સુધી માતૃ-પિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી જે દરમિયાન આરોપી આસારામના ફોટાની પણ પૂજા કરાઈ છે. બળાત્કારના આરોપી આસારામનું બેનર અને ફોટો સ્કૂલમાં લગાવાતા વિવાદ સર્જાયો છે. જે શાળાના કાર્યક્રમમાં વાલીઓને પણ બોલાવ્યા હતા એટલુ જ નહી, આસારામના પ્રવચનને પણ સંભળાવવામાં આવ્યા હતાં.

લોકોમાં રોષ
શાળાની આ કરતૂતથી લુણાવાડા પંથકના કેટલાક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ કહ્યું કે, બળાત્કારના આરોપીના ફોટાની પૂજા કરવાની ક્યાં જરૂર હતી જેનાથી અનેકની જિંદગી ગરાબ થઈ છે. માતૃ-પિતૃ વંદનાના નામે આ શાળાએ ધતિંગ કર્યા છે. લોકોએ ઉમેર્યું કે, વિદ્યાર્થીઓને આવા સંસ્કાર આપવાના હોય?, આવી ઘટનાથી બાળકો પર કેવી અસર પડશે.

શાળા સામે તપાસના આદેશ
મહીસાગરમાં શાળામાં આસારામના ફોટા સાથે પૂજા કરવાનો મામલો જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા સામે તપાસના આદેશ આપ્યા છે. TPOને તપાસના આદેશ આપ્યા છે.  માતૃ-પિતૃ પૂજન વખતે આસારામની પૂજા કરતા શાળા સામે કાર્યવાહી કરવામાં આવી છે. વીટીવીએ અહેવાલ દર્શાવ્યા બાદ તંત્ર દોડતું થયું છે અને જિલ્લાની વિવિધ સ્કૂલો એક બાદ એક સામે આવી છે જ્યાં આસારામના ફોટાની પૂજા કરાઈ છે.

કડાણાની શાળા પણ વિવાદમાં આવી
મહીસાગરના લુણાવાડા બાદ કડાણાની શાળા વિવાદમાં આવી છે. રણકપુર પ્રાથમિક શાળામાં દુષ્કર્મ આરોપી આસારામના ફોટાની પૂજા કરાઈ છે. આ સ્કૂલમાં પણ માતૃ-પિતૃ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અનેક પ્રાથમિક સ્કૂલમાં આસારામના ફોટાની પૂજા કરાઇ હોવાનું અનુમાન છે. જિલ્લાની એક બાદ એક શાળા વિવાદમાં આવી છે. 
 

સળગતા સવાલ

  • બળાત્કારના આરોપીના ફોટાની પૂજા કેમ?
  • માતૃ-પિતૃ વંદનાના નામે ધતિંગ?
  • વિદ્યાર્થીઓને આવા સંસ્કાર આપવાના?
  • લુણાવાડાની શાળાને પ્રમાણભાન છે કે નહીં?
  • આરોપીની પૂજા કેમ કરાઇ રહી છે?
  • શિક્ષકો અને આચાર્યને કંઇ ભાન પડે છે?

છેલ્લાં 9 વર્ષથી જેલમાં છે આસારામ
અગાઉ જામીનની અરજીમાં આસારામે કહ્યું હતું કે છેલ્લાં 9 વર્ષથી તે જેલમાં બંધ છે. તેમની ઉંમર 80 વર્ષથી ઉપર થઇ ચૂકી છે. તે ગંભીર બિમારીઓથી પીડિત છે. સુપ્રીમ કોર્ટ તેમની જામીન અરજી પર સહાનુભૂતિ પૂર્વક વિચારી તેમની જામીનનો આદેશ જાહેર કરે જેથી તે પોતાનો યોગ્ય ઇલાજ કરાવી શકે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ