બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Jain community meeting regarding vandalism Setrunjai mountain one them uttered system running

ભાવનગર / શેત્રુંજય પર્વત પર તોડફોડ મામલે જૈન સમાજે યોજી ધર્મસભા, એક સામટે ઉચ્ચારી એવી ચીમકી કે તંત્ર થયું દોડતુ

Kishor

Last Updated: 09:38 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલિતાણામાં નિલકંઠ મંદિરના વિવાદ મામલે આજે પાલીતાણા તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મ સભા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યમાં જૈન સમાજના લોકો જોડાયા હતા.

  • પાલિતાણામાં નિલકંઠ મંદિરનો વિવાદ વધુ વકર્યો
  • પાલીતાણા તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મ સભા યોજાઇ
  • પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આવારાતત્વોને કાયદાના પાઠ ભણાવવા માંગ
     

પાલીતાણામાં આવારાતત્વો દ્વારા જૈન મંદિરોમાં અને સાધુ ભગવંતોના મંદિરોમાં તોડફોડ કરી હિંદુ અને જૈન વચ્ચે વૈયમનષ્ય ઊભું થાય તેવુ કૃત્ય કરી રહ્યા છે. તેના વિરોધમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પાલીતાણા ખાતે ઉમટી પડ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આવારાતત્વોને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.


10,000થી વધુ યુવાઓ રેલીમાં જોડાયા

ભાવનગરના પાલિતાણામાં નિલકંઠ મંદિરનો વિવાદ  વધુ એક વખત વકર્યો છે. પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પૂજારી અને તેના સાગરીતો દ્વારા તોડફોડ કરાઈ હોવાનું બહાર આવતા જૈન સમાજ રોષે ભરાયો છે. આ મામલે આજે પાલીતાણા તળેટી ખાતે દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મ સભા પણ યોજાઇ હતી. જેમાં જૈન આચાર્ય દ્વારા ધર્મનો ઉદ્દેશ આપ્યો હતો. ત્યારબાદ નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં 10,000થી વધુ યુવાઓ રેલીમાં જોડાયા હતા.


સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યુ

શેત્રુંજી મહાતીર્થ રક્ષા સમિતિના પ્રવક્તા અભય ભાઈ શાહના જણાવ્યા અનુસાર પાલીતાણામાં ગીરીરાજ પર્વત ઉપર આમ તો સદીઓથી જૈન દેરાસરો પણ આવેલા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે પરંતુ તાજેતરમાં આણંદથી કલ્યાણજી પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો છે. પાલીતાણામાં ઊભા થયેલા આ વિવાદ બાદ સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યુ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી સોંપી છે. બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરના આઈ જી અને એસપી સહિતના અધિકારીઓને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ