બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / 12 પાસ ઉમેદવારો તૈયાર થઇ જાઓ! આવી ગઇ વધુ એક નોકરી, નોટ કરી લો અરજી માટેની અંતિમ તારીખ
Last Updated: 09:58 PM, 13 November 2024
ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP)માં સરકારી નોકરીની શોધ કરતાં યુવાઓ માટે એક ઉત્તમ તક છે. ITBP એ ગ્રુપ 'સી' કેટેગરીમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર, હેડ કોન્ટેબલ અને કોન્સ્ટેબલની પોસ માટે ભરતીની જાહેરાત કરી છે. જો તમે પણ 12 પાસ છો એન આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તો અત્યારે તમારી માટે એક ગોલ્ડન ચાંસ છે.
ADVERTISEMENT
આ ભરતીમાં કુલ 20 પોસ્ટ ભરવામાં આવશે. આ પોસ્ટ માટે ઇચ્છુક ઉમેદવારોને ITBPની આધિકારિક વેબસાઇટ itbpolice.nic.in પર જઇને અરજી કરવની રહેશે. અરજી માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ઉમેદવાર 26 નવેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે.
ADVERTISEMENT
ભરતી માટે ખાલી પોસ્ટ
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (લેબોરેટરી ટેકનિશિયન) – 7 જગ્યાઓ
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (રેડિયોગ્રાફર) – 3 જગ્યાઓ
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ઓટી ટેકનિશિયન) – 1 જગ્યા
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ફિઝિયોથેરાપિસ્ટ) – 1 જગ્યા
હેડ કોન્સ્ટેબલ (CSR આસિસ્ટન્ટ) – 1 પોસ્ટ
કોન્સ્ટેબલ (પટાવાળા) – 1 પોસ્ટ
કોન્સ્ટેબલ (ટેલિફોન ઓપરેટર કમ રિસેપ્શનિસ્ટ) – 2 જગ્યાઓ
કોન્સ્ટેબલ (ડ્રેસર) – 3 જગ્યાઓ
કોન્સ્ટેબલ (લિનન કીપર) – 1 પોસ્ટ
એજ લિમિટ
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (લેબોરેટરી ટેકનિશિયન, રેડિયો ગ્રાફર): 20 થી 28 વર્ષ
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ઓટી ટેક્નિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ): 18 થી 25 વર્ષ
હેડ કોન્સ્ટેબલ (CSR સહાયક): 18 થી 25 વર્ષ
કોન્સ્ટેબલ (પટાવાળા, ડ્રેસર, ટેલિફોન ઓપરેટર): 18 થી 25 વર્ષ
કેટલી આપવી પડશે ફી
જનરલ, OBC અને IWS ના ઉમેદવારોએ અરજી માટે 100 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જેરે SC, ST, મહિલા અને ભૂતપૂર્વ સૈનિકો માટે ફીમાં છૂટ આપવામાં આવી છે.
કેટલો મળશે પગાર
પગાર લેવલ 5: 29 હજાર 200 રૂપિયાથી 92 હજાર 300 રૂપિયા
પગાર લેવલ 4: 25 હજાર 500 રૂપિયાથી 81 હજાર 100 રૂપિયા
પગાર લેવલ 3: રૂ. 21,700 થી રૂ. 69,100
વધુ વાંચોઃસ્લો પોઇઝનથી કમ નથી મોબાઇલ યુઝર્સની આ 5 આદતો, આજથી જ સુધારી દેજો!
પસંદગીની પ્રક્રિયા
આ અભિયાન માટે અરજી કરતા ઉમેદવારોને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET), શારીરિક ધોરણ પરીક્ષણ (PST), લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ચિકિત્સા પરીક્ષા આપવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.