બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Israel and Palestine respect PM Modi, India should mediate: Palestine ambassador

Israel Hamas War / PM મોદીનું સન્માન કરે છે ઈઝરાયલ અને પેલેસ્ટાઈન, ભારતે કરવી જોઈએ મધ્યસ્થતા... પેલેસ્ટાઈનમાં રાજદૂતે ફરી કરી અપીલ

Priyakant

Last Updated: 04:53 PM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War News: પેલેસ્ટાઈનના રાજદૂતે પીએમ મોદીને આ વિનંતી એવા સમયે કરી છે જ્યારે ઈઝરાયેલે હમાસના હુમલા બાદ ઉત્તરી ગાઝાના 11 લાખ લોકોને દક્ષિણ તરફ જવા માટે કહ્યું છે

  • ગાઝા પર ઈઝરાયેલના મોટા હુમલાની તૈયારીઓ વચ્ચે પેલેસ્ટાઈનએ મિત્ર ભારતને અપીલ કરી
  • પેલેસ્ટાઈનના રાજદૂતે કહ્યું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને પીએમ મોદીનું સન્માન કરે છે
  • આ સંકટના સમયમાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે: પેલેસ્ટાઈનના રાજદૂત

Israel Hamas War : ગાઝા પર ઈઝરાયેલના મોટા ગ્રાઉન્ડ હુમલાની તૈયારીઓ વચ્ચે પેલેસ્ટાઈનએ મિત્ર ભારતને અપીલ કરી છે. ભારતમાં પેલેસ્ટાઈનના રાજદૂત અદનાન એમજે અબુલહાયઝાએ કહ્યું છે કે, આ સંકટના સમયમાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. અદનને કહ્યું કે, ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન બંને પીએમ મોદીનું સન્માન કરે છે. હું પીએમ મોદીને કંઈક કરવા વિનંતી કરું છું. પેલેસ્ટાઈનના રાજદૂતે પીએમ મોદીને આ વિનંતી એવા સમયે કરી છે જ્યારે ઈઝરાયેલે હમાસના હુમલા બાદ ઉત્તરી ગાઝાના 11 લાખ લોકોને દક્ષિણ તરફ જવા માટે કહ્યું છે. આ પહેલા પીએમ મોદીએ હમાસના હુમલાને 'આતંકવાદી' ઘટના ગણાવી હતી.

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 3200 લોકોના મોત થયા છે. જેમાં ઓછામાં ઓછા 1300 ઈઝરાયેલ અને 1900 પેલેસ્ટાઈનના લોકો સામેલ છે. ઈઝરાયેલના મૃતકોમાં 258 સૈનિકોનો સમાવેશ થાય છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે,આ તો માત્ર શરૂઆત છે અને આપણા દુશ્મનોએ તેની કિંમત ચૂકવવી શરૂ કરી દીધી છે. ઈઝરાયલે ગાઝા સરહદ પાસે તેના 3 લાખ સૈનિકો તૈનાત કર્યા છે અને કોઈપણ સમયે જમીન પર હુમલો શરૂ થઈ શકે છે. દરમિયાન, આ હિંસાના સમર્થન અને વિરોધમાં વિશ્વભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે.

ઈઝરાયેલ-પેલેસ્ટાઈનમાં ભારતે મધ્યસ્થી બનવું જોઈએ
એક ઈન્ટરવ્યુમાં રાજદૂત અદનને કહ્યું કે, ભારત એક આદરણીય શક્તિ છે. અમે ઈચ્છીએ છીએ કે, ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવે અને ઈઝરાયેલને અમારી જમીન હડપ કરતા અટકાવે. અમે ઈચ્છીએ છીએ કે, ભારત પેલેસ્ટાઈનના પશ્ચિમ કાંઠા વિસ્તારમાં રહેતા 22 લાખ લોકોને માનવતાવાદી સહાય મોકલે. તેમણે કહ્યું કે, ઓસ્લો સમજૂતીની હત્યા કરવામાં આવી છે. હવે બે દેશના ઉકેલનું કોઈ મહત્વ નથી. તેમણે કહ્યું કે દુનિયાએ જે રીતે ઈઝરાયેલ સાથે એકતા દર્શાવી છે તેટલી એકતા પેલેસ્ટાઈન સાથે ક્યારેય દેખાઈ નથી. તેમણે એમ પણ કહ્યું કે, અમેરિકાએ આ સંકટનો ઉકેલ શોધવો પડશે.

પીએમ મોદીએ શું કહ્યું હતું ? 
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને સ્પષ્ટ કર્યું હતું કે, હમાસનો હુમલો 'આતંકવાદી ઘટના' છે અને ભારતની પેલેસ્ટાઈન સાથે ચોક્કસપણે મિત્રતા છે પરંતુ કોઈ પણ આતંકવાદી ઘટનાને સાંખી ન શકાય. જો કે, ભારત હજુ પણ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન એમ બે દેશ બનાવવાના પ્રસ્તાવ પર અડગ છે. દરમિયાન રામલ્લાહ સ્થિત પેલેસ્ટિનિયન આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, પશ્ચિમ કાંઠે ઇઝરાયેલીઓ સાથેની અથડામણમાં ઓછામાં ઓછા 14 પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. પેલેસ્ટિનિયન ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (હમાસ) અને ઇઝરાયેલ વચ્ચે હિંસાના નવા રાઉન્ડના સાતમા દિવસે શુક્રવારે પેલેસ્ટિનિયન સુરક્ષા સૂત્રોએ સિન્હુઆ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે નાબ્લસ, તુલકર્મ, હેબ્રોન અને અન્ય પશ્ચિમ કાંઠાના શહેરોમાં અથડામણો ફાટી નીકળી હતી.

પશ્ચિમ કાંઠે ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન
મંત્રાલયે જણાવ્યું હતું કે તુલકારમ શહેરમાં ઓછામાં ઓછા પાંચ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા. ઇઝરાયેલી મીડિયાએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓએ તુલકારમ નજીક પશ્ચિમ કાંઠાના સુરક્ષા અવરોધનો ભંગ કરવાના પ્રયાસમાં ચાર પેલેસ્ટિનીઓને ગોળી મારી દીધી હતી, એમ સિન્હુઆ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે. દરમિયાન ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયનો સાથે એકતા દર્શાવવા અને ગાઝામાં ચાલી રહેલી ઇઝરાયેલી લશ્કરી કાર્યવાહીની નિંદા કરવા પશ્ચિમ કાંઠાના શહેરોમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ