બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / ISKCON Bridge accident: Judgment on Tathya Patel and Pragnes Patel's bail plea today

સુનાવણી / ઇસ્કોન બ્રિજ અકસ્માત: આજે તથ્ય અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર ફેંસલો, ગ્રામ્ય કોર્ટ આપશે ચુકાદો

Malay

Last Updated: 08:49 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tathya Patel Case: અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો જીવ લેનાર આરોપી તથ્ય પટેલને લઈને મહત્વના સમાચાર, આજે આરોપીની રેગ્યુલર જામીન અરજી પર હાથ ધરાશે સુનાવણી.

  • અમદાવાદમાં ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માત કેસ
  • આજે તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી
  • પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર આવશે ચુકાદો

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો કોર્ટ આજે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે. અગાઉ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટે બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બિમારીનું કારણ દર્શાવી વચગાળાના જામીનની માંગ કરી છે.

તથ્ય પટેલનું ટેન્શન હાઈ.! ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા ગ્રામ્ય કોર્ટે આપી  મંજૂરી, નબીરો આ પોલીસના સંકજામાં, જાણો કેસ | Village court allowed to  arrest Tathya ...

તથ્ય પટેલના જામીનની કરી છે અરજી 
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્યએ તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરી છે. જેના પર આજે સુનાવણી યોજાશે, આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરાશે. સાથે કોર્ટ દ્વારા જે શરતે જામીન આપવામાં આવે તે શરતને પણ સ્વીકારવાની તૈયારી આરોપી દર્શાવી શકે છે. આપને જણાવી દઈએ કે, નબીરો તથ્ય પટેલ અત્યારે સાબરમતી જેલમાં બંધ છે. 

તથ્યનું લાયસન્સ આજીવન માટે કરાયું છે રદ
ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલે 6 મહિનામાં જ 3 અકસ્માત સર્જ્યા હોવાનું તપાસમાં સામે આવતા અને વારંવાર ટ્રાફિક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાથી તે રીઢો ગુનેગાર હોવાનું સાબિત થતાં આરટીઓ દ્વારા તેનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું. તથ્ય પટેલ વારંવાર ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરવામાં માહેર હોવાનું તપાસમાં સામે આવતા આરટીઓ દ્વારા આ એક્શન લેવામાં આવ્યું હતું. 

હવાથી વાતો કરવાનો તથ્યને હતો જૂનો શોખ: એક મહિનામાં 25 વખત તો સ્પીડ લિમિટ  તોડી, 5 વખત રેડ લાઇટ; છતાં નહોતું અપાયું ચલાન I Tathya Patel broken the law  of over speeding

ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લીધા
બુધવારે (10 ઓગસ્ટ) રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 141.27થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જેગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે બાદ આરોપી તથ્યના રિમાન્ડ માંગ તેની પૂછપરછ હાથ ધરાઈ હતી. રિમાન્ડ પૂર્ણ થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો હતો. હાલ  તથ્ય પટેલ જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પોલીસે તેની વિરુદ્ધ 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ