બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ISIS module busted in Gujarat: ATS arrests four people

ઓપરેશન / ગુજરાતમાં ISISના મોડ્યુલનો પર્દાફાશ: ATSએ ચાર સંદિગ્ધોને ઝડપી પાડયા, DIG દિપેન ભદ્રન અને SP જોશીના પોરબંદરમાં ધામા

Malay

Last Updated: 11:35 AM, 10 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ATSએ પોરબંદરમાં મોટું ઓપરેશન હાથ ધરી ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. ATSની ટીમ છેલ્લા ઘણા સમયથી આ તમામની ઉપર નજર રાખી રહી હતી.

 

  • પોરબંદરમાં ગુજરાત ATSનું મોટું ઓપરેશન
  • ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 4ની ધરપકડ
  • સુરતની સુમેરા નામની મહિલા પણ ઝડપાઈ
  • ATS હજુ પણ એક વ્યક્તિની કરી રહી છે શોધખોળ

ગુજરાતમાં ફરી આતંકવાદી સંગઠન ISIS મોડ્યુલનો પર્દાફાશ થયો છે. ગુજરાત ATSએ મોટું ઓપરેશન હાથ ધરી ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 4 લોકોની ધરપકડ છે. ગુજરાત ATSએ પોરબંદરથી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે એક મહિલાની સુરતથી અટકાયત કરવામાં આવી છે. ATS હજુ પણ એક વ્યક્તિની શોધખોળ કરી રહી છે. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા લોકો એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા, આ ચારેય ISISના સભ્યો છે. 

ગુપ્ત માહિતીના આધારે હાથ ધર્યું હતું ઓપરેશન 
મળતી માહિતી અનુસાર,  ગુપ્ત માહિતીના આધારે ગુજરાત ATS દ્વારા એક મોટું આપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત ATSએ પોરબંદર, કચ્છ અને સુરતમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ISIS કનેક્શન સામે આવ્યું હતું. ATS છેલ્લા ઘણા સમયથી આ તમામની ઓળખ કરીને નજર રાખતું હતું. ગુજરાત ATS છેલ્લા 8 મહિનાથી શંકાસ્પદ વ્યક્તિઓ પર નજર રાખી રહ્યું હતું.

ATSની ટીમે પોરબંદરમાં નાખ્યા હતા ધામા 
ગઈકાલ સવારથી ગુજરાત ATSના DIG દીપેન ભદ્રન અને DCP સુનિલ જોશી સહિત ATSની ટીમે પોરબંદરમાં ધામા નાખ્યા હતા. જે બાદ ગુજરાત એટીએસ દ્વારા પોરબંદરમાં દરોડા પાડીને ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્રણેયની પૂછપરછમાં મહિલાના નામનો ખુલાસો થયો હતો. 

એક મહિલાની સુરતથી અટકાયત
જે બાદ ATSએ સુમેરા નામની મહિલાની સુરતથી અટકાયત કરી છે. આ શખ્સો આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન સાથે સાંઠગાઠ ધરાવતા હોવાનું ખુલ્યુ છે છાપામારી દરમિયાન અનેક પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ઝડપેલા લોકો દેશ છોડીને ભાગવાની ફિરાકમાં હતા. આજે ATS અથવા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સમગ્ર ઓપરેશન અંગે કરી જાહેરાત શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ