બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Is it auspicious or inauspicious to get 36 marks out of 36 in Kundli? Learn how to have a successful marriage

Kundali Matching / કુંડળીમાં 36 ના 36 ગુણ મળવા એ શુભ કે અશુભ? જાણો કેવા લગ્ન રહે છે સફળ

Megha

Last Updated: 04:59 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળી મેળવવાના નામે લોકો ફક્ત ગુણો મેળવે છે પણ લગ્ન માટે ફક્ત ગુણો નહીં બીજી વસ્તુઓ પણ જોવી પડે છે. આજે અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ

  • લગ્નની બાબતમાં કુંડળીનું મળવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે
  • કુંડળી મેળવવાના નામે લોકો ફક્ત ગુણો મેળવે છે
  • 36 ગુણો મળવા એ સફળ લગ્નની નિશાની છે?

જ્યારે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે દરેક પરિવારના સભ્યો સૌથી પહેલા કુંડળી મેળવવાની વાત કરે છે. આ માટે છોકરો અને છોકરી બંનેના વર્ણને મેચ કરવામાં આવે છે અને એ પરથી એ જાણવામાં આવે છે એક બંને એકબીજા માટે બન્યા છે કે નહીં. જણાવી દઈએ કે લગ્નની બાબતમાં કુંડળીનું મળવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તેમાં ઘણા લોકો માને છે કે જો કોઈને 36 માંથી 36 ગુણ મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ એવું નથી. કુંડળી મેળવવાના નામે લોકો ફક્ત ગુણો મેળવે છે પણ લગ્ન માટે ફક્ત ગુણો નહીં બીજી વસ્તુઓ પણ જોવી પડે છે. આજે અમે તમને એ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ. 

કેટલા પ્રકારના હોય છે ગુણ
ગુણ મેળવવામાં કુલ 8 ગુણો જોવામાં આવે છે અને દરેક ગુણની પોતાની વિશિષ્ટ સંખ્યા હોય છે અને એ અંકનાઆધારે નક્કી કરવામાં આવે છે કે કેટલા ગુણ મળે છે.  સૌથી પહેલા જાણીએ કે 8 ગુણ શું છે અને તેમની સંખ્યા શું છે. વર્ણ જેની સંખ્યા 1 છે, વૈશ્ય જેની સંખ્યા 2 છે, તારાની સંખ્યા 3 છે, યોનીની સંખ્યા 4 છે, મિત્રતાના 5 ગુણ, ગણ ના ગુણ 6, ભકૂટ 7 ગુણ, નાડી 8 ગુણ, આ બધા મળીને કુલ 36 ગુણો બને છે.

કેટલા ગુણ મળે તો તેને સારું કહેવાય? 
1. જો કોઈ બે વ્યક્તિના 18 થી ઓછા ગુણો મળે છે એવા લગ્ન સફળ થવાના ચાન્સ ઘણા ઓછા રહે છે
2. જો કોઈ બે વ્યક્તિના 18 થી 25 ગુણ મળે છે તો તે લગ્ન માટે સારું માનવામાં આવે છે.
3. આ સિવાય જો કોઈ બે વ્યક્તિના 25 થી 32 ગુણ મળી આવે તો આવા લગ્ન ઘણા સફળ માનવામાં આવે છે
4. જો કોઈ બે વ્યક્તિના 32 થી 36 ગુણો મળે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

36 ગુણો મળવા એ સફળ લગ્નની નિશાની છે?
ગુણો મળવા એ કુંડળી મળવાનો એક ખૂબ નાનો ભાગ છે. માત્ર ગુણો મેળવવાથી જ લગ્નજીવનની સફળતા કે નિષ્ફળતા વિશે જાણી શકાતું નથી.  ઘણી વખત એવું જોવા મળે છે કે 36 ના 36 ગુણ મળવા છતાં પણ વ્યક્તિના લગ્ન સફળ નથી થતા કારણ કે ગુણો સિવાય કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ જોવી પડે છે. આ સાથે એ પણ જોવામાં આવે છે કે લગ્ન સ્થળના માલિકની સ્થિતિ શું છે. કુંડળીમાં 7મું ઘર લગ્નનું સ્થાન છે અને કુંડળીના 7મા ઘરથી એ પણ જાણી શકાય છે કે તમારો જીવનસાથી સ્વભાવે કેવો રહેશે.

મંગળ દોષની તપાસ કરવી ખૂબ જરૂરી 
જ્યારે પણ લગ્ન માટે કુંડળી મેળવવાની વાત આવે છે ત્યારે મંગળ દોષની તપાસ કરાવવી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં મંગળ ચઢતા ઘરથી પહેલા, બીજા, ચોથા, સાતમા, આઠમા અને બારમા ભાવમાં હોય તો તે વ્યક્તિ માંગલિક કહેવાય છે. એટલે કે જો કોઈ માંગલિક વ્યક્તિ સાથે માંગલિક વગરની વ્યક્તિ લગ્ન કરે છે તો આવા લગ્ન તૂટી જવાની સંભાવના વધારે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ