બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / ipl 2024 auction 10 players on target of all franchise big name

સ્પોર્ટ્સ / IPL 2024 Auction: આ 10 વિદેશી ખેલાડીઓ સૌથી વધુ હોટ ફેવરિટ, હરાજીમાં લાગી શકે છે કરોડોની બોલી, 2 નામ ચોંકાવનારા

Manisha Jogi

Last Updated: 06:11 PM, 22 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટૂંક સમયમાં IPL 2024 માટે ખેલાડીઓનું લિસ્ટ અને તમામ 10 ફ્રેન્ચાઈઝીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. 10 ખેલાડી એવા હશે, જે આ લિસ્ટનો હિસ્સો નહીં હોય, પરંતુ IPL 2024માં તેમની હરાજી પર મોટો દાવ રમવામાં આવશે.

  • ટૂંક સમયમાં IPL 2024 માટે ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરવામાં આવશે
  • આ 10 વિદેશી ખેલાડીઓ સૌથી વધુ હોટ ફેવરિટ
  • હરાજીમાં લાગી શકે છે કરોડોની બોલી

ટૂંક સમયમાં IPL 2024 માટે ખેલાડીઓનું લિસ્ટ અને તમામ 10 ફ્રેન્ચાઈઝીનું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ હરાજી ડિસેમ્બરમાં કરવામાં આવશે અને તેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવશે. 10 ખેલાડી એવા હશે, જે આ લિસ્ટનો હિસ્સો નહીં હોય, પરંતુ IPL 2024માં તેમની હરાજી પર મોટો દાવ રમવામાં આવશે. 

ટ્રેવિસ હેડ- ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ટ્રેવિસ હેડ વર્લ્ડ કપ 2023ની સેમિફાઈનલ અને ફાઈનલમાં 'પ્લેયર ઓફ ધ મેચ' રહી ચૂક્યા છે. તમામ ફ્રેન્ચાઈઝી આ ઓસ્ટ્રેલિયન ખેલાડીને IPL હરાજીમાં પોતાની ટીમમાં સામેલ કરવા માટે બોલી લગાવશે. આ ખેલાડી ઓપનિંગમાં શાનદાર બેટીંગ કરે છે અને ધીમી ઈનિંગ રમીને ટીમને વિજય તરફ લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

મિચેલ સ્ટાર્ક- આ ઓસ્ટ્રેલિયાન ખેલાડીએ અગાઉ પણ IPL રમી છે. મિચેલ સ્ટાર્ક IPLની હરાજી નોંધણી કરાવશે તો આ સીઝનના સૌથી મોંઘા ફાસ્ટ બોલરોમાંથી એક હોઈ શકે છે.

દિલશાન મદુશંકા- શ્રીલંકાના આ ફાસ્ટ બોલરે વર્લ્ડ કપ 2023ની 9 મેચમાં 21 વિકેટ ઝડપી હતી. વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ત્રીજા નંબરે છે. શ્રીલંકાની ટીમમાં આ એકમાત્ર ખેલાડીનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. IPLની હરાજીમાં આ ખેલાડીને સારી કિંમત મળી શકે છે.

અજમતુલ્લાહ ઓમરજઈ- અફઘાનિસ્તાનના આ યુવા ઓલરાઉન્ડરે ટુર્નામેન્ટ દરમિયાન બધાનું ધ્યાન પોતાના પર ખેંચ્યું હતું. આ ખેલાડીએ બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 9 મેચમાં 98ની સ્ટ્રાઈક રેટથી 353 રન કર્યા છે. અજમતુલ્લાહ ઓમરજઈએ 7ના ઇકોનોમી રેટ અને 38ની બોલિંગ એવરેજ સાથે 7 વિકેટ પણ લીધી હતી.

ગેરાલ્ડ કોએત્જી- વર્લ્ડ કપ 2023માં ટોપ5 વિકેટ લેનાર બોલરોમાં આ ખેલાડીનું નામ શામેલ છે. માત્ર 8 મેચમાં 20 વિકેટ લીધી હતી. સાઉથ આફ્રિકાની ટીમમાં ઘણી વિકેટ લીધી છે.

રચિન રવિન્દ્ર- ન્યુઝીલેન્ડના આ યુવા સ્ટારે વર્લ્ડ કપ 2023 દરમિયાન ધૂમ મચાવી હતી. સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે. 10 મેચમાં તેણે 64.22ની એવરેજથી 578 રન બનાવ્યા હતા. આ બેટ્સમેન સ્પિનની સામે શાનદાર રીતે રમી શકે છે. 

બોસ ડી લીડે- નેધરલેન્ડના આ ઓલરાઉન્ડર ખેલાડીએ બોલિંગ અને બેટીંગથી તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. વર્લ્ડ કપ 2023માં આ ખેલાડીએ 9 મેચમાં 16 વિકેટ લીધી હતી. ઉપરાંત બેટીંગ પણ સારી કરી છે.

ડેવિડ મલાન- ઇંગ્લેન્ડના આ દમદાર ઓપનરે વર્લ્ડકપ 2023માં વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. આ ખેલાડી T20માં શાનદાર ક્રિકેટર સાબિત થઈ શકે છે. ગઈ IPL સીઝનમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો પરંતુ આ વખતે હરાજીમાં સારી રકમ મળવાની શક્યતાઓ છે.

પૈટ કમિંસ- આ ઓસ્ટ્રેલિયન કેપ્ટને ગત IPL સીઝનમાં દરમિયાન પોતાની ટીમથી અલગ થઈ ગયો હતો. અંગત કારણોસર કરાર સમાપ્ત કરવો પડ્યો હતો. આ વખતે ફરીથી હરાજીમાં ભાગ લઈ શકે છે. 

સાદિરા સમરવિક્રમા- શ્રીલંકાના આ બેટ્સમેને વર્લ્ડ કપ 2023માં 53ની બેટિંગ એવરેજથી અને 100+ના સ્ટ્રાઈક રેટથી રન ફટકાર્યા હતા. સાદિરા સમરવિક્રમાએ વર્લ્ડ કપ 2023માં 373 રન બનાવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ