ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનના લીગ સ્ટેજનું છેલ્લું અઠવાડિયું શરૂ થયું છે. દિલ્હી કેપિટલ્સ એકમાત્ર એવી ટીમ છે જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. જ્યારે પ્લેઓફ માટે માત્ર ટેબલ ટોપર ગુજરાત ટાઇટન્સની ટીમ જ ક્વોલિફાય થઈ છે. હજુ ત્રણ ટીમો ક્વોલિફાય થવાની બાકી છે, આ માટે ટીમોની વચ્ચે જોરદાર જંગ ચાલી રહ્યો છે. ગઈકાલે રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચે આ પ્લેઓફની રેસને વધુ રસપ્રદ બનાવી દીધી છે. આપને જણાવી દઈએ કે, લખનઉની ટીમે મુંબઈ ઈન્ડિયન્સની ટીમને માત્ર 5 રનથી હરાવી છે.
ADVERTISEMENT
Ending the home stretch in Lucknow on a winning note 👍
— IndianPremierLeague (@IPL) May 16, 2023
A lap of honour 🙌
From @LucknowIPL to all their fans - with love ☺️ 👏#TATAIPL | #LSGvMI pic.twitter.com/q3DVoToAaP
ADVERTISEMENT
લખનઉની જીત બાદ પ્લેઓફની રેસ રોમાંચક થઈ
લખનઉમાં રમાઈ આ મેચની શરૂઆતમાં ટોસ જીતીને મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પછી લખનઉની ટીમે 3 વિકેટે 177 રન બનાવ્યા હતા. જે બાદ લખનઉના 177 રનના ટાર્ગેટ સામે રોહિત શર્માની ટીમ 172 રન જ બનાવી શકી હતી. જોકે, મુંબઈની ટીમ આ મેચમાં 19મી ઓવર સુધી ટકી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા અને કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડ ક્રિઝ પર હતા. ત્યારે લખનઉની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યાએ મોહસીન ખાનને બોલિગ કરવાની તક આપી હતી. મોહસીન ખાને પોતાની રણનીતિથી બોલિંગ કરતા બંને બેટરોને હંફાવી દીધા હતા. મોહસીન ખાને 5 રન બચાવીને લખનઉને જીત અપાવી હતી.

ADVERTISEMENT
7 ટીમો ક્વોલિફાય થવા લડી રહી છે
પ્લેઓફ વિશે વાત કરીએ તો હજુ ત્રણ ટીમોએ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવાનું બાકી છે, જેના માટે 7 ટીમો લડી રહી છે. બીજા નંબરની ચેન્નાઈ સુપર કિંગ્સથી લઈને નંબર 8 પંજાબ કિંગ્સ સુધીની કોઈપણ ત્રણ ટીમો ક્વોલિફાય થઈ શકે છે. કેવી રીતે? ચાલો એક નજર કરીએ.
આમાંથી કોઈપણ ત્રણ ટીમો થઈ શકે છે ક્વોલિફાય
ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો પ્લેઓફ માટે ક્વોલિફાય કરવા માટે તેણે છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવવું પડશે. તો લખનઉ સુપર જાયન્ટ્સે ક્વોલિફાય થવા માટે તેની છેલ્લી લીગ સ્ટેજની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમને હરાવવી પડશે. જો આમ થશે તો KKR પણ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
ADVERTISEMENT

મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં પ્રવેશવા શું કરવું પડશે?
મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં પ્રવેશવા માટે તેની છેલ્લી લીગ મેચમાં વધુ સારા રન રેટ સાથે સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવવું પડશે. આનો અર્થ એ થશે કે જો બેંગ્લોર અને પંજાબ તેમની છેલ્લી બે મેચ જીતીને 16 પોઈન્ટ સુધી પહોંચે છે તો તેમનો રન રેટ મુંબઈ કરતા ઓછો રહે. બીજી તરફ જો મુંબઈની સાથે પંજાબ અને બેંગ્લોરના પણ 16 પોઈન્ટ થઈ જાય છે અને બંનેનો રન રેટ મુંબઈ કરતા સારો થાય છે, તો મુંબઈ ફરી લખનઉ અને ચેન્નાઈની છેલ્લી મેચ હાર્યા બાદ જ ક્વોલિફાઈ કરી શકશે.
ADVERTISEMENT

RCBએ જીતવી પડશે બંને મેચ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની બાકીની બંને મેચ જીતવી જરૂરી છે. આ સાથે RCB 16 પોઈન્ટ પર આવી જશે. નોંધનીય છે કે, મુંબઈ અને પંજાબ પણ 16 પોઈન્ટ સુધી પહોંચે છે, તો RCBને ક્વોલિફાઈ કરવા માટે બંને ટીમો કરતાં વધુ સારા રન રેટની જરૂર પડશે. બીજી તરફ જો ચેન્નાઈ અને લખનઉ તેમની છેલ્લી મેચ હારી જાય તો 16 પોઈન્ટની સાથે ત્રણેય ટીમો પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકે છે.
_0_0.jpg)
રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સે પોતાની છેલ્લી મેચ પંજાબ કિંગ્સની સામે સારા રન રેટથી જીતવી પડશે, જેનાથી તે 14 પોઈન્ટ સુધી પહોંચી જશે. આ સાથે તેણે આશા રાખવી પડશે કે મુંબઈ તેની છેલ્લી મેચ જીતે નહીં. બીજી તરફ બેંગ્લોર, કોલકાતા અને પંજાબમાંથી કોઈ પણ ટીમ 14 પોઈન્ટ સુધી ન પહોંચે અને જો આમ થાય છે તો તેનો રન રેટ RR કરતા ઓછો રહે, તો જ રાજસ્થાન પ્લેઓફમાં પોતાનું સ્થાન બનાવી શકશે.

KKR અને પંજાબ કિંગ્સના સમજો સમીકરણ
કોલકાતા નાઈટ રાઈડર્સને 14 પોઈન્ટ સુધી પહોંચવા માટે તેની છેલ્લી મેચ જીતવી જરૂરી છે. આ સાથે તેણે આ મેચ સારા રન રેટ સાથે જીતવી પડશે, જેથી જો 14 પોઈન્ટ પર પ્લેઓફમાં ક્વોલિફાઈ થવાની તક બને તો KKRનો રન રેટ અન્ય તમામ ટીમો કરતા સારો હોય. પંજાબ કિંગ્સે તેની છેલ્લી બે મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સને હરાવવી પડશે, જેના કારણે તેના 16 પોઈન્ટ થઈ જશે. આ સાથે તેણે પોતાના રન રેટમાં પણ સુધારો કરવો પડશે. કારણ કે જો બેંગ્લોર અને મુંબઈના પણ 16 પોઈન્ટ થયા અને ચેન્નાઈ અને લખનઉ તેમની છેલ્લી મેચ જીતી ગયું તો 16 પોઈન્ટ ધરાવતી આ ત્રણેય ટીમોમાંથી સારા રન રેટવાળી માત્ર એક જ ટીમ ક્વોલિફાઈ થઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ