બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / ipl 2021 narendra modi stadium Ahmedabad offline ticket

ખુશખબર / અમદાવાદમાં રમાનારી T-20ની મેચોની ટિકિટનું ઓફલાઇન થશે વેચાણ, જાણો શું છે ભાવ

Hiren

Last Updated: 05:48 PM, 7 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વર્ષે જાહેર થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની શરૂઆતની તારીખોનું એલાન થઇ ચૂક્યું છે. ત્યારે હવે અમદાવાદમાં T-20 મેચોની ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે.

  • અમદાવાદમાં T-20 મેચોની ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે
  • 9 માર્ચથી ટી-20 મેચોની ઓફલાઈન ટિકિટો ખરીદી શકાશે
  • અત્યાર હાલ ટિકિટોનું ઓનલાઇન વેચાણ પણ થઇ રહ્યું છે 

અમદાવાદમાં T-20 મેચોની ટિકિટનું ઓફલાઈન વેચાણ થશે. 9 માર્ચથી ટી-20 મેચોની ઓફલાઈન ટિકિટો ખરીદી શકાશે. અત્યાર હાલ ટિકિટોનું ઓનલાઇન વેચાણ પણ થઇ રહ્યું છે. ઓફલાઈન ક્વોટા મુજબ દર્શકો રૂ.500ની ટિકિટો મેળવી શકશે. ટી-20 મેચોની ટિકિટના રૂપિયા 500થી રૂપિયા 10 હજાર સુધીના દર રાખવામાં આવ્યાં છે. 12 માર્ચથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટી-20 મેચો અમદાવાદમાં રમાશે.

IPL 2021 ક્યારથી શરૂ થશે?

એએનઆઈ અનુસાર, આઇપીએલ 2021ની શરૂઆત 9 એપ્રિલથી શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નાઈમાં અને અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત અને ઇંગ્લેન્ડે તાજેતરમાં સમાન મેદાન પર ચાર મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી બે મેચ રમી હતી. આ સિવાય બંને દેશો વચ્ચે પાંચ મેચોની ટી -20 શ્રેણી પણ આ મેદાન પર રમાશે.

બીસીસીઆઈ તરફથી કોઇ સત્તાવાર નિવેદન આવ્યું નથી 

બીસીસીઆઈ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી આવ્યું કે આઈપીએલ ક્યા શહેરો પર રમવામાં આવશે. ગયા વર્ષે ભારતની જગ્યાએ યુએઈમાં રમાયેલી આઈપીએલ મેચ દરમિયાન દર્શકોને લાઇવ મેચ જોવાની મંજૂરી આપવામાં આવી નહોંતી. પરંતુ આ વખતે આશા રાખવામાં આવી રહી છે કે ચાહકો તેમની પસંદની ટીમનો ઉત્સાહ વધારતા સ્ટેડિયમમાં નજરે પડશે.

IPL 2021 to begin on 9th April in Chennai and the final match to take place on May 30th at the Narendra Modi Stadium, Ahmedabad pic.twitter.com/qQBdinqVlA

— ANI (@ANI) March 7, 2021

સ્થળ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે વિવાદ 

છેલ્લા કેટલાક અઠવાડિયાથી સ્થળ મુદ્દે વિવાદ વધ્યો છે. જ્યારેથી એવા અહેવાલો આવ્યા છે કે આ વખતે બીસીસીઆઈ અમદાવાદ, કોલકાતા, દિલ્હી, બેંગલુરુ, ચેન્નાઈ અને મુંબઇના નામો પર વિચારણા કરી રહ્યું છે, ત્યારથી વિવાદમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સએ પણ તેના પર નારાજગી દર્શાવી હતી. બીસીસીઆઈ હજી સુધી સ્થળ પરના વધતા જતા વિવાદ પર મૌન રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2021 NARENDRA MODI STADIUM આઇપીએલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPL 2021
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ