બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:16 PM, 1 January 2024
ADVERTISEMENT
ઘણા iPhone યુઝર્સ હાલ તેમના સ્માર્ટફોનમાં નવી સમસ્યા ભોગવી રહ્યા છે. iOS 17.2.1 બાદ આ સમસ્યા માથું ઊંચકતા યુઝર્સ ઉપાધિમાં મુકાયા છે. બેટરીની સમસ્યાઓને ઠીક કરવા માટે લવયેવા આ આપડેટને લઈને સમગ્ર સિસ્ટમ બગડી છે. જ સમયે, આનાથી કેટલાક વપરાશકર્તાઓ માટે એક નવી સમસ્યા ઊભી થઈ છે. આ કઈ સમસ્યા છે તે આવો જાણીએ વિસ્તારથી!

ઈન્ટરનેટની સુવિધા ન મળતી હોવાની રાવ
શાનદાર ફીચર્સ માટે જાણીતા iPhoneમાં હાલ સમસ્યા આવતા યુઝર્સ અકળાયા છે. સમગ્ર વિશ્વમાં તેના કરોડો વપરાશકર્તાઓ છે. તેવામાં ઘણા iPhone વપરાશકર્તાના સ્માર્ટફોનમાં iOS 17.2.1 પછી મોબાઈલમાં સમસ્યાઓ દેખાઈ રહી છે. ZDNetના રિપોર્ટ અનુસાર, યૂઝર્સ Apple Community Forum જેવા આ સમસ્યા વિશે વાત કરી રહ્યા છે. એક યુઝરે પોતાની સ્થિતિ વર્ણાવતા કહ્યું કે તેણે સિમ કાર્ડ બદલ્યું, છતાં નેટમાં સમસ્યા આવી હતી. ફોન પર સિગ્નલ દેખાતા હોવા છતાં ઈન્ટરનેટની સુવિધા ન મળતી હોવાની રાવ ઉઠી રહી છે. સાથે જ હેન્ડસેટ ડેટા ચાલુ કરવા માટે વારંવાર પૂછતો રહે છે.
ADVERTISEMENT
Apple તેને જલ્દી ઠીક કરી દેશે તેવો દાવો કરાઈ રહ્યો છે
અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તેમનો મોબાઈલ પણ સમસ્યા જન્મી રહી છે. સ્ટોરની મદદથી ફોન રિપેર કરાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે પછી પણ સમસ્યા યથાવત રહી. આ અપડેટ બેટરી લાંબા સમય સુધી ચાલવા માટે હતી. કેટલાક iPhone 15 યુઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેમના સ્માર્ટફોન ગરમ થઈ રહ્યા છે અને બેટરી પહેલા કરતા વધુ ઝડપથી ખતમ થઈ રહી છે. યુઝર્સને આશા છે કે નવા અપડેટથી તેમના ફોન વધુ સારા બનશે. એવું નથી કે તે નવી સમસ્યાઓ ઊભી કરશે. હાલમાં એપલે આ સમસ્યા પર સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી. જે લોકો પોતાના ફોનમાં આ પ્રકારની સમસ્યા જોઈ રહ્યા છે તેઓ આશા રાખી રહ્યા છે કે Apple તેને જલ્દી ઠીક કરી દેશે તેવો દાવો કરાઈ રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.