બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Inflation peaks in February, wholesale inflation rises to 13.11 per cent

બેડ ન્યૂઝ / ફેબ્રુઆરીમાં મોંઘવારીએ માઝા મૂકી, જથ્થાબંધ ફૂગાવો 13.11 ટકા, આ વસ્તુઓના ભાવ વધ્યાં

Hiralal

Last Updated: 03:28 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી મહિનામાં જથ્થાબંધ મોંઘવારી વધીને 13.11 ટકા પર પહોંચી છે.

  • ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી વધી
  • મોંઘવારી દર વધીને 13.11 ટકા થયો
  • ઈંધણ મોંઘા થતા જથ્થાબંધ મોંઘવારી વધી

ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો વધીને 13.11 ટકા થયો છે. સોમવારે સરકારે જાહેર કરેલા આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. આ આંકડા મુજબ ખાદ્યચીજોના ભાવ વધવાના કારણે જથ્થાબંધ મોંઘવારી દરમાં વધારો જોવા મળ્યો હતો. આમ એપ્રિલ 2021થી સતત 11મા મહિને હોલસેલ મોંઘવારી દર (WPI ફુગાવો) બે આંકડામાં રહ્યો છે.

જાન્યુઆરીમાં WPI ફુગાવો

જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો 12.95 ટકા રહ્યો હતો. આ પહેલા ડિસેમ્બર 2021 માં તે 13.56 ટકા હતો. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા એક નિવેદન અનુસાર, ખનિજ તેલ, મૂળભૂત ધાતુઓ, રસાયણો અને રાસાયણિક ઉત્પાદનો, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાવાપીવાની વસ્તુઓ અને બિન-ખાદ્ય ચીજોના ભાવમાં ગયા વર્ષના સમાન મહિનાની તુલનામાં તીવ્ર વધારો થયો છે.

ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ઘટીને 8.19 ટકા થયો

દરમિયાન જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો ઘટીને 8.19 ટકા થયો હતો. જાન્યુઆરીમાં ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો 10.33 ટકા રહ્યો હતો. શાકભાજીનો જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરીમાં ૩૮.૪૫ ટકાથી ઘટીને ફેબ્રુઆરીમાં ૨૬.૯૩ ટકા થયો છે.

કઈ ચીજવસ્તુના ભાવમાં કેટલો વધારો કે ઘટાડો 

ફેબ્રુઆરીમાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 26.37 ટકાનો ઘટાડો થયો છે. તે જ સમયે, બટાકાના ભાવમાં 14.78 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ઇંડા, માંસ અને માછલીના ભાવમાં 8.14 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે ઘઉંના ભાવમાં 11.03 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. રશિયા-યુક્રેન યુદ્ધમાં સમગ્ર વિશ્વમાં ઘઉંના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે.

RBIએ વ્યાજદરમાં ફેરફાર કર્યો નથી

અત્રે નોંધનીય બાબત એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ફેબ્રુઆરીમાં યોજાયેલી મોનેટરી પોલિસીની બેઠકમાં મુખ્ય રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો ન હતો. વૃદ્ધિને ટેકો આપવા અને ફુગાવાના દબાણને સંચાલિત કરવા માટે કેન્દ્રીય બેંકે સતત 10મી વખત રેપો રેટને ૪ ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ