ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / indore double murder case solved son arrested in father and sister killing

ડબલ મર્ડર / પિતા અને બહેનને મારીને માતાને મારવા આવ્યો પુત્ર, પણ ન મારી શક્યો, કંપાવનારો કિસ્સો, ભયાનક ભેદ ખુલ્યો

Published By: Hiralal

Last Updated: 03:19 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક પુત્રે તેના પિતા અને બહેનની હત્યા કરી હતી. બન્નેની હત્યા બાદ તે માતાને પણ મારવા આવ્યો હતો પરંતુ માતાએ બારણું ન ખોલતાં તે બચી ગઈ હતી.

ADVERTISEMENT

  • એમપીના ઈન્દોરમાં પિતા અને બહેનની હત્યાનો ભેદ ખુલ્યો
  • પુત્રે જ કરી પિતા અને બહેનની હત્યા
  • હત્યા બાદ ગોવામાંથી ઝડપાયો

મધ્ય પ્રદેશ પોલીસે ઈન્દોરમાં થયેલી બેવડી હત્યાનો ખુલાસો કર્યો છે. હીંના સંયોગિતા ગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના પિતાની હત્યા કરવાના આરોપમાં એક નિવૃત્ત બેંક કર્મચારીના પુત્રની ગોવાથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી 8 વેમ્બરના રોજ તેના પિતા અને બહેનની હત્યા કરીને ભાગી ગયો હતો. હત્યા બાદ તે 8 કલાક સુધી બંનેની લાશ પાસે બેસી રહ્યો હતો.

આરોપી પુત્રની ગોવામાંથી ધરપકડ 
આરોપી સતત તેના પિતાના એટીએમ કાર્ડનો ઉપયોગ કરતો હતો. ડબલ મર્ડરની તપાસ દરમિયાન પોલીસે આરોપીની તેના બેંક એટીએમ ટ્રાન્ઝેક્શનના આધારે ગોવાથી ધરપકડ કરી છે. પોલીસે ગોવા ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરીને આરોપીનો ફોટો મોકલ્યો હતો. પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી પુલકિત 46 વર્ષનો થઈ ગયો છે અને તેણે હજુ સુધી લગ્ન કર્યા નથી, તેથી તે પણ તેના પિતા પર ગુસ્સે હતો. આરોપી થોડા સમય પહેલા જ વ્યસનમુક્તિ કેન્દ્રથી ઘરે પરત ફર્યો હતો.

શું છે આખો કેસ
એસીપી તુષાર સિંહના જણાવ્યા અનુસાર, સંયોગિતાગંજ પોલીસને 8 નવેમ્બરની સાંજે માહિતી મળી હતી કે નૌલખા વિસ્તારમાં વસુધૈવ કુટુંબકમ એપાર્ટમેન્ટમાં એક નિવૃત્ત બેંક મેનેજર અને તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે એસબીઆઈમાંથી નિવૃત્ત થયેલા કમલ કિશોર ધામણે (76) અને તેમની પુત્રી રામા અરોરા (53)ના મૃતદેહો બંધ ફ્લેટમાં પડેલા મળી આવ્યા હતા. પાડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે, આ ઘટના મૃતકના પુત્ર પુલકિતે અંજામ આપ્યો હતો. આ ઘટના બાદથી તે ફરાર થઈ ગયો હતો. આરોપીનું પહેલું લોકેશન ગુજરાતના વડોદરામાં મળ્યું હતું, જ્યાં તેણે એટીએમમાંથી કેટલાક પૈસા ઉપાડ્યા હતા, પરંતુ આરોપી કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો ન હતો અને તે એટીએમમાંથી માત્ર 5 હજાર અને ક્યારેક 7 હજાર જ ઉપાડતો હતો, જેથી તેને ઓટીપીની જરૂર ન પડે. હાલ જે વ્યક્તિનું એટીએમ છે તેના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર બેન્ક દ્વારા ઓટીપી મોકલવામાં આવે છે, પરંતુ આરોપી ઓછા પૈસા ઉપાડતો હતો, તેથી પોલીસ તેનું લોકેશન શોધી શકી નથી. બેન્કમાંથી ટ્રાન્ઝેક્શનની માહિતી મળતાં જ ઇન્દોર પોલીસ વડોદરા પહોંચી હતી, પરંતુ આરોપી ત્યાંથી પણ ફરાર થઇ ગયો હતો, જે બાદ હવે પોલીસને આરોપીનું લોકેશન ગોવા ખાતે મળ્યું હતું. આરોપી પુત્ર પુલકિત થોડા સમય પહેલા જ વ્યસનમુક્તિ કેન્દ્રથી પરત ફર્યો હતો. પડોશીઓએ કહ્યું કે તેનું વર્તન વિચિત્ર હતું. તેઓ કોઈ માનસિક બીમારીથી પીડાતો હતો અને તે કોઈની સાથે વાત પણ કરતો નહોતો. ણે તે

આરોપી માતાની હત્યા કરવા માગતો હતો પણ ન કરી શક્યો 
પિતા અને બહેનની હત્યા કર્યા બાદ આરોપી સિલિકોન સિટી સ્થિત માતાના ઘરે પણ પહોંચ્યો હતો, પરંતુ માતાએ દરવાજો ન ખોલ્યો અને તે બચી ગઈ. હત્યા બાદ આરોપી ઈન્દોરથી પોતાના પિતાનું એટીએમ લઈને ફરાર થઈ ગયો હતો.

માતાને મારવો આવ્યો પણ તેણે બારણું ન ખોલીને જીવ બચાવી લીધો

પિતા અને બહેનની હત્યા બાદ પુત્ર તેની માતાને મારવા પણ પહોંચ્યો હતો પરંતુ માતાએ બારણું ન ખોલીને જીવ બચાવી લીધો હતો. માતા ઈન્દોરના એક વિસ્તારમાં અલગથી રહેતી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

indore double murde indore sister killing ઈન્દોર ડબલ મર્ડર કેસ indore double murder

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ