બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, સૌથી વધારે મેડલ સાથે સફરનો અંત

પેરિસ પેરાલિમ્પિક 2024 / પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, સૌથી વધારે મેડલ સાથે સફરનો અંત

Last Updated: 06:27 PM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે પેરાલિમ્પિકના છેલ્લા બે સંસ્કરણોમાં કુલ 48 મેડલ જીત્યા. જ્યારે તે પહેલાંના 11 સંસ્કરણોમાં ભારતની ઝોળીમાં માત્ર 12 મેડલ હતા. સાફ જોઈ શકાય છે કે છેલ્લા બે એડિશનમાં ખૂબ જ મોટો સુધાર અને પરિવર્તન જોવા મળ્યો છે.

ભારત માટે પેરિસ પેરાલિમ્પિક 2024 ખૂબ જ શાનદાર રહ્યું . પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતની ઝોળીમાં કુલ 29 મેડલ આવ્યા, જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પહેલાં ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો, જેને પેરિસમાં ભારતીય પેરા એથ્લેટ્સે ગર્વ સાથે તોડી નાખ્યો.

છેલ્લા બે સંસ્કરણોમાં કુલ 48 મેડલ જીત્યા

ભારતે પેરાલિમ્પિકના છેલ્લા બે સંસ્કરણોમાં કુલ 48 મેડલ જીત્યા. જ્યારે તે પહેલાંના 11 સંસ્કરણોમાં ભારતની ઝોળીમાં માત્ર 12 મેડલ હતા. સાફ જોઈ શકાય છે કે છેલ્લા બે એડિશનમાં ખૂબ જ મોટો સુધાર અને પરિવર્તન જોવા મળ્યો છે.

54 ભારતીય એથ્લેટ્સે ભાગ લીધો હતો

પેરિસ પહેલાં ટોક્યો પેરાલિમ્પિકમાં 54 ભારતીય એથ્લેટ્સે ભાગ લીધો હતો, જે તે સમયે સૌથી મોટુ દળ હતું. પછી પેરિસ પેરાલિમ્પિકમાં દળ વધારે મોટુ થયું . પેરિસમાં કુલ 84 પેરા ભારતીય એથ્લેટ્સે ભાગ લીધો અને ઇતિહાસ રચતાં એક એડિશનમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો.

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતના મેડલ વિજેતાઓ

અવની લેખરા (શૂટિંગ) – ગોલ્ડ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)

મોના અગ્રવાલ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1)

પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 100 મીટર રેસ (T35)

મનીષ નરવાલ (શૂટિંગ) – સિલ્વર મેડલ, પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1)

રૂબિના ફ્રાન્સિસ (શૂટિંગ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ (SH1)

પ્રીતિ પાલ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર રેસ (T35)

નિષાદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T47)

યોગેશ કથુનિયા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ડિસ્કસ થ્રો (F56)

નીતિશ કુમાર (બેડમિન્ટન) – ગોલ્ડ મેડલ, મેન્સ સિંગલ્સ (SL3)

મનીષા રામદાસ (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SU5)

તુલાસિમાથી મુરુગેસન (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મહિલા સિંગલ્સ (SU5)

સુહાસ એલ યથિરાજ (બેડમિન્ટન) – સિલ્વર મેડલ, મેન્સ સિંગલ્સ (SL4)

શીતલ દેવી-રાકેશ કુમાર (તીરંદાજી) – બ્રોન્ઝ મેડલ, મિશ્ર કમ્પાઉન્ડ ઓપન

સુમિત એન્ટિલ (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F64 કેટેગરી)

નિત્યા શ્રી સિવાન (બેડમિન્ટન) – બ્રોન્ઝ મેડલ, મહિલા સિંગલ્સ (SH6)

દીપ્તિ જીવનજી (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 400 મીટર (T20)

મરિયપ્પન થાંગાવેલુ (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)

શરદ કુમાર (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ હાઈ જમ્પ (T63)

અજીત સિંહ (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)

સુંદર સિંહ ગુર્જર (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મેન્સ જેવલિન થ્રો (F46)

સચિન સર્જેરાવ ખિલારી (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ શોટ પુટ (F46)

હરવિન્દર સિંઘ (તીરંદાજી) – ગોલ્ડ મેડલ, પુરુષોની વ્યક્તિગત રિકર્વ ઓપન

ધરમબીર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)

પ્રણવ સુરમા (એથ્લેટિક્સ) – સિલ્વર મેડલ, મેન્સ ક્લબ થ્રો (F51)

કપિલ પરમાર (જુડો) – બ્રોન્ઝ મેડલ, મેન્સ 60 કિગ્રા (J1)

પ્રવીણ કુમાર (એથ્લેટિક્સ) – ગોલ્ડ મેડલ, મેન્સ હાઈ જમ્પ (T44)

હોકુટો હોટાજે સેમા (એથ્લેટિક્સ મેન) – બ્રોન્ઝ મેડલ, શોટ પુટ (F57)

સિમરન શર્મા (એથ્લેટિક્સ) – બ્રોન્ઝ મેડલ, મહિલાઓની 200 મીટર (T12)

નવદીપ (એથ્લેટિક્સ) - સિલ્વર મેડલ, મેન્સ જેવલિન થ્રો (F41)

આ પણ વાંચોઃ જીમ અને ડાયટ કરવા છતા પણ નથી ઘટતું વજન, તો તમે કરી રહ્યા છો આવી ભૂલો

PROMOTIONAL 12

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Paris Paralympic Record India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ